હેરોના સેનક્રોફ્ટ રોડ પર આવેલા સંગત સેન્ટર ખાતે ઇન્ટરનેશનલ યોગા ડે પ્રસંગે વિવિધ પ્રકારના યોગ અને આસનો કરીને યોગ દિવસની શાનદાર ઉજવણી કરાઇ હતી.
સમાજના લોકોમાં તંદુરસ્તી અને શારીરિક સ્ફુર્તિ અંગે જાગૃતિ આવે અને તબીયતમાં સુધારો થાય તે આશયે નોર્થ હેરોના યોગ શિક્ષીકા રોહિણીબેન પટેલે યોગના આસનો કરાવી વિવિધ યોગાસનોના મહત્વ અને ફાયદા અંગે જાણકારી આપી હતી.