હેરો લેઝર સેન્ટરમાં શનિવારથી પવિત્ર ષોડશ ગ્રંથ સપ્તાહ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. સાત દિવસના આ મહોત્સવનો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે. 1500 લોકોની ક્ષમતા ધરાવતું સેન્ટર ખીચોખીચ ભરાયેલું જોવા મળે છે. દર્શનાર્થીઓને બેઠકજી પર મહાપ્રભુજીના વિવિધ સ્વરૂપના મનોહારી દર્શનની સાથે કડી (અમદાવાદ)ના શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના મુખે કથાશ્રવણનો પણ લાભ મળી રહ્યો છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં યુકેના વૈષ્ણવજનો માટે ઘરઆંગણે યોજાયેલા આ મહોત્સવની 18 ઓગસ્ટે પૂર્ણાહૂતિ થશે. પ્રથમ તસવીરમાં ગ્રંથોત્સવના આરંભે યોજાયેલા ધજાજી મહોત્સવની છે તો બીજી તસવીરમાં દંપતીઓ ષોડશ ગ્રંથનું પૂજન કરતા નજરે પડે છે.