રવિવાર તા.૧૪-૧-૧૮ને મકરસક્રાંતિના શુભ દિવસે દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડનમાં શાકોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવનું યજમાનપદ આ વર્ષે પણ શ્રીમતી કાન્તાબહેન તથા શ્રી કલ્યાણભાઈ લક્ષ્મણ રાઘવાણીએ શોભાવ્યું હતું. શાકોત્સવ દરમિયાન નવીન પ્રકારની ઘણી વાનગીઓ બનાવવામાં આવી હતી જેનો નાના બાળકો, યુવાનો તેમજ વડીલોએ હોંશે હોંશે સ્વાદ માણ્યો હતો.
ઘનશ્યામ મહારાજની સન્મુખ વંતાકના શાકનો વઘાર કરવામાં આવ્યો હતો. વંતાકનો ઓળો, બાજરાના રોટલા સાથે ઘી ગોળ, વિવિધ પ્રકારના ગરમાગરમ શાક, શીરો, પીઝા, પુરી, ખીચડી, ચીપ્સ, કઢી સહિત ઘણી વાનગીઓ હતી. અંતમાં આઈસક્રીમ પણ હતો.
કથાની પૂર્ણાહુતિ થયા બાદ કાકરથાળીની આરતી બાદ સમુહરાસનો લાભ લઈ હરિભક્તોએ શાકોત્સવ માણ્યો હતો. સૌના ચહેરા પર આનંદ અને ઉલ્લાસ વર્તાતો હતો.