બર્મિંગહામઃ ATOL પ્રોટેક્શન વિશે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ દોષિત ઠરેલી હજ યાત્રા કરાવતી ટ્રાવેલ કંપની ઈસ્લામ ફ્રિડમ લિમિટેડ અને તેના ડિરેક્ટરોને ૪૩,૦૦૦ પાઉન્ડનો દંડ કરાયો છે. ન્યૂહામમાં ગ્રીન સ્ટ્રીટમાં આવેલી આ કંપની સ્મોલ હીથમાં ૫૪૮એ કોવેન્ટ્રી રોડ પર તેમજ આ જ સરનામે ચાલતી કંપની હોલી મક્કા ટુર્સ સાથે સંકળાયેલી હતી.
ટ્રેડિંગ સ્ટાન્ડર્ડના ઓફિસરો દ્વારા હાથ ધરાયેલી તપાસમાં કેટલાક ગુનામાં દોષિત જણાયા પછી બન્ને કંપની બર્મિંગહામ સિટી કાઉન્સિલ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. ૨૦૧૪ની હજ અને ઉમરાહ છેતરપિંડીની તપાસના રાષ્ટ્રીય પ્રોજેક્ટના ભાગરૂપે લંડન પોલીસ દ્વારા આ તપાસમાં મદદ કરવામાં આવી હતી.