* શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ - રઘુવંશી મહાજન લંડન (રામા) દ્વારા શ્રી હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણીનું આયોજન ૨, વોડસવર્થ રોડ, પેરિવેલ, મીડલસેક્સ UB6 7JD ખાતે તા. ૨૨-૪-૧૬ના રોજ સવારે ૧૦થી સાંજના ૫ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરતી, ૧૦૮ હનુમાન ચાલીસા અને બપોરે તેમજ સાંજે મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8578 8088.
* રાધાકૃષ્ણ મંદિર શ્યામા આશ્રમ, ૩૩ બાલમ હાઇ રોડ, બાલમ, લંડન SW12 9AL ખાતે તા. ૨૨-૪-૧૬ શુક્રવારના રોજ સવારના ૯થી બપોરના ૧૨ દરમિયાન હનુમાન જયંતિ પ્રસંગે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8675 3831.
* શ્રી ભારતીય મંડળ, ૧૦૩ યુનિયન રોડ, આશ્ટન અંડર લાઇન, OL6 8JN ખાતે તા. ૨૨-૪-૧૬ના રોજ સાંજે ૬-૩૦થી ૯ દરમિયાન હનુમાન જયંતિ ઉત્સવની ઉજવણી થશે. તા. ૨૩-૪-૧૬ના રોજ સવારે ૯થી ૫ દરમિયાન હનુમાન ચાલિસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 0161 330 2085.
* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે શનિવાર તા. ૩૦-૪-૧૬ના રોજ બપોરે ૧થી ૫ દમરમિયાન 'સ્પ્રિંગ લંચન' કાર્યક્રમનું આયોજન કરાયું છે. પ્રારંભે લંચ અને તે પછી મનોરંજન કાર્યક્રમનો લાભ મળશે. દર ગુરૂવારે સાંજે ૬.૩૦ થી ૮.૩૦ સુધી જલારામ બાપાના ભજન અને પ્રસાદ તેમજ દર શનિવારે બપોરે ૩થી ૫ દરમિયાન ૧૧ હનુમાન ચાલીસા પાઠ થશે. સંપર્ક: 020 8861 1207.
* શ્રી પ્રજાપતિ એસોસિએશન બર્મિમગહામ દ્વારા SPA કોમ્યુનિટી સેન્ટર, ૨૪૯ વોરિક રોડ, ગ્રીટ, બર્મિંગહામ B11 2QX ખાતે શનિવાર તા. ૨૩-૪-૧૬ના રોજ સવારે ૧૦-૩૦થી શ્રી હનુમાન ચાલિસા અને રામનવમી ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી રામ, શ્રી હનુમાન અંગે પ્રઝન્ટેશન રજૂ કરાશે અને તે પછી પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: વિપુલ મિસ્ત્રી 07968 776 304.
* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે તા. ૨૨-૨૩ એપ્રિલના રોજ સવારના ૧૦થી સાંજના ૭ દરમિયાન હનુમાન જયંતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ સી. જે. રાભેરૂ 07958 275 222.
* સર્વોદય હિન્દુ એસોસિએશન દ્વારા હનુમાન જયંતિ પ્રસંગે તા. ૨૨ના રોજ સ્થાનિક ભજનમંડળીના ભજન અને તા. ૨૩-૪-૧૬ના રોજ ૧૦૮ હનુમાન ચાલીસા અને ભજનનું આયોજન ટોલવર્થ રિક્રિએશન સેન્ટર, ફૂલર્સ વે નોર્થ, ટોલવર્થ KT6 7LQ ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: નીતિનભાિ 07939 141 567.
* ચિન્મય મિશન દ્વારા ચિન્મય કિર્તી, ૨ એગર્ટન ગાર્ડન, હેન્ડન NW4 4BA ખાતે તા. ૨૪-૪-૧૬ના રોજ સવારે ૧૦-૩૦થી ૬ દરમિયાન હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. સંપર્ક: 020 8203 6288..
* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા શનિવાર થા. ૨૩-૪-૧૬ના રોજ સવારે ૧૧થી હનુમાન જયંતિ ઉત્સવ પ્રસંગે ૧૦૮ હનુમાન ચાલીસાનું આયોજન બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ૨૧ કિલોના લાડુના દર્શનનો લાભ મળશે. સંપર્ક: 020 8426 0678.
* ગુજરાત હિન્દુ સોસાયટી, સનાતન મંદિર, આઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે શનિવાર તા. ૨૩-૪-૧૬ના રોજ સવારે ૧૦થી સાંજના ૬ દરમિયાન હનુમાન જયંતિ ઉત્સવ પ્રસંગે પૂજા, હનુમાન ચાલીસાના પાઠ અને ધ્વજારોહણ થશે. સંપર્ક: ચંદુભાઇ 07440 744 098.
* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન પ્રેસ્ટન, PR1 8JN ખાતે તા. ૨૧-૪-૧૬ના રોજ હનુમાન જયંતિ ઉત્સવ, તા. ૨૩-૪-૧૬ના રોજ ૧૦૮ હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 01772 253 901.