નામદાર આગા ખાનના અનુગામી તરીકે તેમના પુત્ર પ્રિન્સ રહીમ અલ-હુસૈની આગા ખાન - પંચમને શિયા ઈસ્માઈલી મુસ્લિમ સમાજના 50મા ઈમામ (આધ્યાત્મિક વડા) જાહેર કરાયાં છે. પિતા પ્રિન્સ કરીમ અલ-હૂસૈની આગા ખાન - ચતુર્થનું વીલ ખોલ્યાં પછી આ નિર્ણય જાહેર કરાયો છે. પ્રિન્સ રહીમ આગા ખાન-પંચમ મોહમ્મદ પયગંબરના દીકરી હઝરત બીબી જ્ઞાતિમા અને પયગંબર સાહેબના પિતરાઇ અને જમાઈ હઝરત અલી મારફતે સીધા વંશજ છે. હઝરત અલી ઈસ્લામના ચોથા ખલીફા અને પ્રથમ શિયા ઈમામ હતાં. પ્રિન્સ રહીમ આગા ખાન - પંચમ શિયા ઈસ્માઈલી મુસ્લિમ્સના 50મા વારસાગત ઈમામ છે. તેમની નિમણૂક સ્વ. પિતા પ્રિન્સ કરીમ આગા ખાન - ચતુર્થ દ્વારા શિયા ઈમામી ઈસ્માઈલી પરંપરાને અનુસરી કરાઇ હતી. પ્રિન્સ રહીમનો જન્મ 12 ઓક્ટોબર 1971ના રોજ થયો હતો. તેઓ આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કની ઘણી સંસ્થાઓના બોર્ડ્સ પર સેવા આપી રહ્યાં છે.