હિતેન પટેલની ફિલ્મો માન્ચેસ્ટર આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત થશે

Wednesday 19th April 2017 06:29 EDT
 
 

લંડનઃ પરફોર્મન્સ આર્ટિસ્ટ હિતેન પટેલની નવી ફિલ્મો આગામી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭થી ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી માન્ચેસ્ટર આર્ટ ગેલેરીમાં દર્શાવાશે. હિતેન કલ્પનાઓને જીવંત કરવા માટે આત્મકથા, હાસ્ય અને પ્રખ્યાત સંસ્કૃતિની ભાષાઓનો ઉપયોગ કરે છે.

બ્રિટનમાં જન્મેલા ભારતીય વંશના કલાકાર હિતેન પટેલ બોલ્ટનમાં ઉછર્યા હતા અને હાલ લંડનમાં સ્થાયી થયા છે. પટેલ ખાસ કરીને ગેલેરી અને થિયેટર માટે ફોટોગ્રાફ, વીડિયો અને શિલ્પ બનાવે છે તથા લાઈવ પરફોર્મન્સીસ આપે છે. તેમને છેવાડે રહેલા કળાકારોને મુખ્યપ્રવાહ સાથે સાંકળવામાં રસ છે.

હિતેનને માન્ચેસ્ટર આર્ટ ગેલેરી, FUV:Film and Video Umbrella અને QUAD, ડર્બી દ્વારા નવી ફિલ્મો બનાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ તેમનું તાજેતરનું ડબલ સ્ક્રીનવર્ક ‘The Jump' પણ રજૂ કરશે. વધુ માહિતી http://www.hetainpatel.com વેબસાઈટ પર ઉપલબ્ધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter