હિન્દુ ઈકોનોમિક મીટમાં મયંક ગાંધીએ ભારતીય અર્થતંત્રમાં તેમની સિદ્ધિઓની ઝલક આપી

મહેશ લિલોરિયા Tuesday 02nd July 2024 02:46 EDT
 
 

લંડનઃ ધ હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) દ્વારા 27 જૂન2024ના રોજ અનુપમ મિશન ડેનહામ ખાતે હિન્દુ ઈકોનોમિક મીટનું આયોજન કરાયું હતું. આ ઈવેન્ટમાં સામાજિક કર્મશીલ, ભારતના ફીલાન્થ્રોપિસ્ટ અને ગ્લોબલ વિકાસ ટ્રસ્ટના સ્થાપક મયંક ગાંધી મહેમાન વક્તા હતા. મયંક ગાંધીના વક્તવ્યથી ઓડિયન્સ મંત્રમુગ્ધ બની રહ્યું હતું. તેમણે ભારતીય અર્થતંત્રના પરિવર્તનમાં તેમની સિદ્ધિઓનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. તેમની સિદ્ધિઓમાં દુકાળ, ગરીબી સામે લડત અને ખેડૂતોની આવકમાં 10 ગણા વધારા સાથે ખેડૂતોની આત્મહત્યામાં ઘટાડો, 4 બિલિયન લિટરથી વધુ પાણીનું સંરક્ષણ અને ભારતના 4200થી વધુ ગામડાંમાં 50 મિલિયનથી વધુ વૃક્ષો રોપવાનો સમાવેશ થાય છે. તેમનું પ્રવચન પૂર્ણ થવા સાથે ઓડિયન્સે ઉભા થઈ તેમને તાળીઓનાં ગડગડાટ સાથે વધાવી લીધા હતા.

HEFના ચેરમેન અને સ્થાપક સ્વામી વિજ્ઞાનાનંદજી અને યુકે ચેપ્ટરના પ્રેસિડેન્ટ અનિલ પૂરીએ તેમના ફોરમના વાઈસ પ્રેસિડેન્ટ સુભાષ ઠકરારને નામદાર કિંગના જન્મદિવસ નિમિત્તે જાહેર કરાયેલા ઓફિસર ઓફ ધ એક્સેલન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE) સન્માનની કદરરૂપે સ્મરણચિહ્નની ભેટ અર્પણ કરી હતી. અનિલ પૂરીએ આશ્ચર્યપૂર્ણ જાહેરાત કરી યુનાઈટેડ કિંગ્ડમમાં HEFના અભૂતપૂર્વ વિસ્તાર કરવામાં નોંધપાત્ર સમર્પણ અને નિષ્ઠાની કદર કરવા સાથે કે. શંકરને સીઈઓ તરીકે બઢતી આપી હતી.

વોલન્ટીઅર ટીમના વડા તરીકે ગ્રોથ કો-ઓર્ડિનેટર રાજેશ રંજન સિંહ છે જ્યારે લંડન ચેપ્ટરનો વહીવટ નીતિન ટેકચંદાણી, મિલન પટેલ, સોનીઆ પટેલ અને રચના ગુપ્તા હસ્તક છે. બકિંગહામશાયર/બર્કશાયર ચેપ્ટરના વડા રામ રાઘવન છે જેમને તાજેતરમાં નિયુક્ત કરાયેલા પ્રભાવતી વહીવટી સપોર્ટ પૂરો પાડી રહ્યાં છે. આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરાનારા સ્કોટલેન્ડ ચેપ્ટરનું વડપણ સ્કોટિશ પાર્લામેન્ટમાં કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરનારા રિચા સિન્હા સંભાળશે

યુકે ચેપ્ટરના પ્રેસિડેન્ટ અનિલ પૂરીએ જણાવ્યું હતું કે,‘ આ પ્લેટફોર્મે લાખોના મૂલ્ય ધરાવતા બિઝનેસીસના હજારો સભ્યોને સાંકળ્યા છે. HEF આર્થિક સશક્તિકરણ અને સહકારના વિકાસની કટિબદ્ધતા પર્દર્શિત કરે છે જે ટેસ્ટિમોનીઅલ્સ અને રેફરલ્સ થકી સાબિત થાય છે. મેમ્બરશિપનું વિસ્તરણ મિશન પ્રત્યે તેમના કમિટમેન્ટને દર્શાવે છે. HEF ધર્મ અને રાજકારણ તરફ તટસ્થતાની પ્રતિબદ્ધતા સાથે મુખ્યત્વે હિન્દુ કોમ્યુનિટીની આર્થિક પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.’ HEFની આગામી મીટિંગ 19 સપ્ટેમ્બર, 2024 માટે નિશ્ચિત છે. સ્થળ અને ગેસ્ટ સ્પીકરની જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે.

આ ઈવેન્ટમાં ઈન્વેસ્ટમેન્ટ્સ, કોલબરેશન્સ અને ફ્રેન્ચાઈઝીની તકો મારફત સફળતા હાંસલ કરનારા વિવિધ સેક્ટર્સના સૌથી સફળ બિઝનેસીસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઈવેન્ટના સહ યજમાન તરીકે અનૂપમ મિશન હતું તેમજ IDUK કમિટી મેમ્બર્સ દ્વારા સપોર્ટ અપાયો હતો જે આર્થિક વૃદ્ધિને આગળ લઈ જવાની તેમની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter