બ્રિટનવાસી એશિયન પરિવારોમાં અનેરી લોકપ્રિયતા મેળવનાર અને એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા છઠ્ઠા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે. ગીત-સંગીત-નૃત્ય-મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજા માણવા માટે વિખ્યાત એવા આનંદ મેળામાં સૌની તંદુરસ્તી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો' અને પ્રોપર્ટી મેળા 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.
ગીત-સંગીત-નૃત્ય-મનોરંજનનો મહાસાગર
બીજા બધા એશિયન મેળાઅો કરતા સૌથી વધુ લોકપ્રિય એવા આનંદ મેળામાં હંમેશની જેમ આ વર્ષે પણ ગીત, સંગીત અને નૃત્યોથી ભરચક કાર્યક્રમો રજૂ થશે. આનંદ મેળાના સૌથી લોકપ્રિય અને સૌનું આકર્ષણ બનતા આ મનોરંજક કાર્યક્રમોમાં આ વખતે બ્રિટનની વિખ્યાત હની કલારીયા ડાન્સ એકેડેમી, એકે ડાન્સ એકેડેમી, મીરા સલાટ એકેડેમી, સાઇસ્કૂલ અને શીશુકુંજના કલાકારો દ્વારા નૃત્યો રજૂ કરાશે. તો મનોરમા જોશી દ્વારા કથક નૃત્ય રજૂ થશે. વિખ્યાત ગાયક કલકારો નવિન કુંદ્રા, અોશીન મહેતા, ફહદ ખાન અને કિશન અમીન ગીતો રજૂ કરશે. 'આનંદ મેળા'માં બોલીવુડ ગીત-સંગીત, રાસ-ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળકોના વિશેષ કાર્યક્રમો વિશેષ આકર્ષણ ઉભુ કરે છે.
એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો ૨૦૧૬
ભારતમાં ઘરનું ઘર વસાવવા તેમજ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા સૌ કોઇ માટે લંડનના હેરો લેઝર સેન્ટરના મેસફીલ્ડ સ્યુટમાં તા. ૧૧-૧૨ જૂન, ૨૦૧૬ શનિવાર અને રવિવારના રોજ 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'માં ઇન્ડિયા બુલ્સ, નિર્મલ લાઇફ સ્ટાઇલ, અજમેરા ગૃપ, ગ્રીન શેપ્સ અને ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના વિખ્યાત અને પ્રતિષ્ઠીત ડેવલપર તરફથી ફ્લેટ, પેન્ટ હાઉસ, હાઉસ, વિલા, પ્લોટ સહિત વિવિધ પ્રોપર્ટીઅો રજૂ કરવામાં આવશે. અહિં ૧૫ જેટલા સ્ટોલ્સ પરથી રહેવા માટેની તેમજ રોકાણ માટેની પ્રોપર્ટીઝ અંગે એસેટ ઇન્ડિયાના ભારતના પ્રોપર્ટી સ્પેશ્યાલીસ્ટની સેવા અને સલાહનો લાભ મળશે. આ પ્રોપર્ટી મેળામાં સૌ કોઇને મફત પ્રવેશ મળશે.
આરોગ્યની જાળવણી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'
સૌના આરોગ્યની જાળવણી માટે આ વર્ષે ખાસ 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદની સુવિખ્યાત શેલ્બી હોસ્પિટલ, કોલકતાની એપોલો ગ્લેનેગલ્સ હોસ્પિટલ, કોલકતાની મેડિકા સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, નવી દિલ્હીની મેક્ષ હોસ્પિટલ, નવી દિલ્હીની સીડ્સ અોફ ઇનોસન્સ IVF સેન્ટર, નવી દિલ્હીની એડવાન્સ સ્ટેમ સેલ થેરાપી સેન્ટર, કેરાલાની કૈરાલી આયુર્વેદા, ચાર્ટવેલ પ્રાઇવેટ હોસ્પિટલ સહિત ૧૫ જેટલી હોસ્પિટલ તેમજ આરોગ્ય સેવા આપતા સેન્ટરના નિષ્ણાંત સ્પેશ્યાલીસ્ટ કન્સલ્ટન્ટ, ડોક્ટર્સ અને તજજ્ઞો આવશે અને શારીરિક તકલીફ, બીમારી વગેરે અંગે મફત કન્સલ્ટેશન આપશે. ભારતમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં વિશ્વસ્તરની આધુનિક સુખ-સગવડો અને અદ્યતન મશીનરી સાથેની હોસ્પિટલોમાં ત્વરીત અને સુયોગ્ય સારવાર કિફાયતી ભાવે મળી રહે છે.
ખાણી-પીણી અને શોપીંગ
આપણે ભારતીયો હંમેશા અવનવા અને ચટપટા નાસ્તા, પારંપરિક અને સ્વાદિષ્ટ એવા પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાણીપુરી અને ચાટ્સ, દાબેલી, ફરસાણ, પાઉંભાજી વગેરેની મોજ માણવા માટે જાણીતા છીએ. આપ આનંદ મેળામાં ખાણી-પીણી ઉપરાંત ઘર સજાવટની વસ્તુઅો, સાડી-જ્વેલરી તેમજ વિવિધ ચીજ વસ્તુઅોનું શોપીંગ કરી શકશો. 'આનંદ મેળા'માં બ્યુટી, વેડીંગ પ્લાનર, ટ્રાવેલ અને ટૂરીઝમ, શિક્ષણ, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅો લઇ શકાશે.
આ વર્ષે યોજાનાર 'આનંદ મેળા'ની સહયોગી સખાવતી સંસ્થા બાળકોનો શૈક્ષણિક, સાંસ્કૃતિક, શારીરિક અને માનસિક વિકાસ કરતી આપણી પોતીકી સંસ્થા 'શીશુકુંજ' છે. 'આનંદ મેળા'માં પ્રવેશ માટે આપના દ્વારા ખરીદવામાં આવેલી વ્યક્તિ દિઠ £૨-૫૦ની ટિકીટની તમામ રકમ 'શીશુકુંજ'ને આપવામાં આવશે. ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત છે.
વેપાર ધંધાના વિકાસ માટે સોનેરી તક: આનંદ મેળો
સાડી-જવેલરી, કપડા, શણગાર, મહેંદી, ખાણી-પીણી, કેટરીંગ, નાસ્તા કે ઘર સજાવટની વિવિધ ચીજ-વસ્તુઅોનો વેપાર કરતા હો તો આનંદ મેળામાં સ્ટોલ કરીને વધારાની કમાણી કરવાની આ શ્રેષ્ઠ તક છે. સ્ટોલ કરીને આપ નવા ગ્રાહકો મેળવી શકશો અને આપના વેપારની જાહેરાત કરવાની અમુલ્ય તક મળશે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦થી વધુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. હવે ગણ્યા ગાઠ્યા સ્ટોલ જ બાકી રહ્યા હોવાથી પસ્તાવુ ન પડે તે માટે આજે જ આપનો સ્ટોલ બુક કરાવો. સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો 020 7749 4080.