લંડનઃ હેરો બિઝનેસ સેન્ટર (HBC) દ્વારા 24 નવેમ્બર 2023 શુક્રવારે ક્રિસમસ ઉજવણી સમારોહનું આયોજન કરાયું હતું. HBC ની 40થી વધુ ઓફિસીસના ગૌરવશાળી ક્લાયન્ટ્સ આ ઉજવણીમાં સામેલ થયા હતા. ગ્રૂપ મેનેજિંગ ડાયરેક્ટર અતુલ સંઘાણીએ મહેમાનોને આવકારતા જણાવ્યું હતું કે,‘અમે હેરો અને તેથી પણ આગળ બિઝનેસીસ અને વ્યક્તિઓને ઉત્પાદકીય કાર્ય પર્યાવરણ થકી વિકાસ કરવામાં મદદ કરી રહ્યા છીએ. અમે નોર્થ હેરોના કેન્દ્રમાં ફ્લેક્સિબલ, વિશાળ અને હવાદાર વર્કસ્પેસ પુરું પાડીએ છીએ. આ ઉપરાંત, હેરો બિઝનેસ સેન્ટરની સુવિધા 24/7 પ્રાપ્ત છે જેથી ક્લાયન્ટ્સ તેમની જરૂરિયાત અનુસાર કામ કરી શકે છે.’