લંડનઃ કાઉન્સિલ હોમ મેળવવાની પ્રતીક્ષા કરી રહેલી માતા અને તેની પુત્રી છેલ્લાં ૧૫ મહિનાથી એક NHS હોસ્પિટલમાં રહે છે. તેને લીધે ટેક્સપેયરોના માથે ૧૫૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ આવ્યો છે.
૨૧ વર્ષીય રુથ કિડેન અને તેની ૫૦ વર્ષીય માતા મીમી તેબેજે નોર્થ લંડનની બાર્નેટ હોસ્પિટલના રૂમમાં રહે છે ત્યાં લગભગ ૧૦૦ દર્દી સારવાર મેળવી શક્યા હોત. કિડેન વિકલાંગ છે અને તેને ગયા વર્ષે જૂનમાં દાખલ કરવામાં આવી હતી. ‘ધ સન’ મુજબ જનરલ વોર્ડના રૂમમાં તેબેજે તેની પુત્રીના બેડ પાસે જ સુએ છે.