અઠવાડિક ભવિષ્ય

તા. ૦૬-૧૨-૧૪ થી ૧૨-૧૨-૨૦૧૪

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 26th November 2014 06:32 EST
 

મેષઃ મનોવ્યથામાંથી મુક્તિ મળશે. ટેન્શન ઘટશે. સર્જનાત્મક પ્રવૃત્તિનો વિકાસ થાય. મહેનત સાકાર થતાં આશાસ્પદ માહોલ સર્જાશે. પડકારને પહોંચી વળવાની શક્તિ મેળવશો. ગ્રહયોગ દર્શાવે છે કે અટવાયેલા લાભ, ઉઘરાણી દ્વારા આવક વધે. જરૂરિયાતો સંતોષાતી જણાશે. નોકરિયાતો માટે સમય એકંદરે સાનુકૂળ અને પ્રગતિકારક છે. વેપાર-ધંધામાં શુભ સમયનું આગમન.

વૃષભઃ મનની મુરાદો મનમાં રહેતી જણાય. અશાંતિ-ઉદ્વેગ વધશે. અકારણ ચિંતાનો અનુભવશો. નાણાકીય પરિસ્થિતિ કટોકટીરૂપ બને. આવક ઘટે અને ખર્ચા વધે તેવી પરિસ્થિતિ થશે. ઉઘરાણીનાં કાર્યોમાં પણ વિલંબ જણાય. આ સમયમાં કેટલીક સાનુકૂળ તકો મળશે. મહત્ત્વના કામમાં પ્રગતિ કરી શકશો. વિરોધીઓના હાથ હેઠા પડશે. બદલીના યોગ છે. ધંધાકીય કામગીરીમાં હજુ મંદી વર્તાશે.

મિથુનઃ તમારા અરમાન સાકાર થતાં હવે તમે વિકાસની નવી કેડી કંડારી શકશો. આ માટે જોઈતી સગવડો પણ ઊભી કરી શકશો. નાણાકીય ક્ષેત્રે હવે ધીમે ધીમે સારી પ્રગતિ થશે. પરિસ્થિતિ સુધરશે. આવકમાં વૃદ્ધિની તકો મળશે. અલબત્ત, આ સમયમાં ખર્ચાઓ પણ વધશે. નોકરીના ક્ષેત્રે આપના માર્ગ આડેના અવરોધો દૂર થતાં જણાશે. અશાંતિ તથા મુશ્કેલીભર્યા સંજોગો વિદાય લેશે.

કર્કઃ આ સમયમાં ખોટી ચિંતાઓ વધતી જોવા મળશે. અવિશ્વાસ, ભય અને શંકાઓ છોડશો તો જીવનનો સાચો આનંદ માણી શકશો. નાણાકીય રીતે આ સમય મિશ્ર જણાશે. એક બાજુથી આવક વધશે તો બીજી બાજુ તે ખર્ચના પ્રવાહમાં વપરાઈ જશે. નોકરિયાતોને આ સમય કોઈ મહત્ત્વની તક આપનાર નીવડશે. કોઈ લાભ અટક્યો હશે તો તે હવે મેળવી શકશો. વિરોધીઓ ફાવી શકશે નહીં. નવી નોકરી માટે પ્રયત્નો સફળ થતા જણાય.

સિંહઃ તમારી મહત્ત્વની કામગીરીમાં સફળતા મળશે. આ સમયમાં પરિવર્તનકારી પરિસ્થિતિ જણાશે. ઉત્સાહ વધે. માનસિક સ્વસ્થતા અને સમતોલન જાળવી શકશો. મહત્ત્વના સમાચારથી આનંદ મળે. આવકનું પ્રમાણ વધશે. જરૂરિયાત પ્રમાણે નાણાકીય જોગવાઈ થઈ શકશે. અણધારી જાવકને પહોંચી વળશો. લોન-કરજના યોગ પણ છે. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે.

કન્યાઃ હજુ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે. તેને પાર કરવા તરફ તમારે મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિનાના વિખવાદ કે ઘર્ષણમાં ન ઉતરવાની કાળજી જરૂરી. નાણાકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો તથા ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા થઈ શકશે. ઉઘરાણીના કામ પતશે. મૂડીરોકાણ લાભદાયી પુરવાર થશે. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે.

તુલાઃ આ સમયમાં અન્ય સાથેના માનસિક પરિતાપ અને ઘર્ષણના કારણે વિરોધ-વિખવાદનું વાતાવરણ સર્જાશે. કામકાજ અંગે કેટલીક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. જેથી મન બેચેન બનશે. આર્થિક દૃષ્ટિએ જાગૃત રહેજો. નહિ તો કોઈ નવીન સમસ્યા કે ગૂંચવાડો સર્જાય. કોઈના ભરોસે ચાલવાનો સમય નથી. અલબત્ત, તમારા વ્યવહારો પાર પાડી શકાય તે રીતે નાણાકીય વ્યવસ્થા કરી શકશો.

વૃશ્ચિકઃ આ સમય ઘણો પ્રવૃત્તિમય અને ઉદ્યમી રહેશે. વધારાના કામકાજાની જવાબદારીઓના કારણે માનસિક તાણ વર્તાશે. વળી, યોગ્ય પ્રશંસા ન મળતા નિરાશા કે ઉદ્વેગ અનુભવશો. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાશે. આવકવૃદ્ધિનો માર્ગ મળશે. નોકરિયાતો કે વ્યવસાય કરતાં લોકો માટે આ સમય ખાસ અનુકૂળ જણાય છે. સપ્તાહ દરમિયાન પ્રગતિની તક મળે તે ઝડપી લેજો.

ધનઃ માનસિક ચિંતાના વાદળો દૂર હટતાં માનસિક અને શારીરિક ઉત્સાહ તથા આનંદ અનુભવશો. આ સમય તમારા મહત્ત્વના પ્રશ્નો હલ કરવા માટે સાનુકૂળ જણાય છે. અવરોધોમાંથી માર્ગ મેળવી શકશો. આર્થિક મોરચે નાણાભીડ જણાશે. જોકે ઉઘરાણીની રકમો તથા અન્ય આવકોના આધારે સ્થિતિને સમતોલ રાખી શકશો. આ સમયમાં તમારા નાણાનું રોકાણ યોગ્ય જગ્યાએ કરી શકશો.

મકરઃ તમારી માનસિક પરિસ્થિતિ અસ્વસ્થ અને બેચેનીભરી રહેતી જણાશે. જોકે તે માટે કોઇ નક્કર કારણ નહીં હોય. સપ્તાહ દરમિયાન અનુકૂળતા અને સફળતાઓનો બને તેટલો લાભ લઈ લેજો. ગાફેલ કે આળસુ બનશો નહિ. તમારા વિકાસ અને પ્રગતિ માટે તક મળવાની છે. નાણાકીય સંજોગો ગમે તેટલા વિપરીત હોય તો પણ હિંમત હારશો નહિ. યોગ્ય માર્ગ મળી રહેશે. નોકરિયાતને ધાર્યું ફળ મળવામાં વિલંબ થાય.

કુંભઃ અંગત બાબતોના કારણે અજંપો-વ્યથાનો અનુભવ કરશો. અગમ્ય બેચેની, નિરાશા જણાશે. આવકમાં વૃદ્ધિને અવકાશ જણાતો નથી, પણ તેનું પ્રમાણ ઘટે નહિ તેની કાળજી રાખવી જરૂરી. ચૂકવણી સામે ઉઘરાણી મેળવવા પ્રયત્નશીલ બનજો. આ સમય નાણાભીડ સૂચવે છે. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો ન લેવા. સહયોગીઓ સાથે ચકમક ઝરે. અણઉકેલ્યા પ્રશ્નો સતાવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાના કારણે ધાર્યા લાભ મળે નહીં.

મીનઃ આ સમયમાં અગત્યની કાર્યવાહીઓમાં સફળતા જણાતા તમારા ઉત્સાહમાં વધારો થાય. સંજોગો અને પરિસ્થિતિ સુધરતાં સાનુકૂળતા જણાશે. અગાઉના કરેલા કામકાજોમાંથી આર્થિક લાભ મળવાના સંજોગો આ સમયમાં ઊભા થતા જણાશે. જરૂરિયાત પૂરતી સગવડો થઈ શકશે. શેરસટ્ટાથી કોઇ લાભ જણાતો નથી. નોકરિયાતોને આ સમયમાં કેટલીક મુશ્કેલીઓ છતાં કશું નુકસાન થશે નહીં. તમારી સમસ્યાઓ ધીરજપૂર્વક ઉકેલી શકશો.


    comments powered by Disqus



    to the free, weekly Gujarat Samachar email newsletter