અઠવાડિક ભવિષ્ય

૮ નવેમ્બરથી ૧૪ નવેમ્બર, ૨૦૧૪

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 06th December 2014 06:57 EST
 

મેષ રાશિ (અ,લ,ઇ)

માનસિક સ્વસ્થતા અને મનોબળમાં વધારો થશે. ચિંતા-ઉદ્વેગથી રાહત મળશે. સંજોગો વિપરીત લાગે તો પણ સફળતા મળતા તમારો ઉત્સાહ વધશે. આવકમાં હવે વૃદ્ધિને અવકાશ જણાતો નથી. 

વૃષભ રાશિ (બ,વ,ઉ)

અકળામણ અને તાણના કારણે અસ્વસ્થતા વધશે. અણધાર્યા ખર્ચના પ્રસંગો આવી પડતાં તમારે અન્ય પર આધાર રાખવો પડશે. શેરસટ્ટામાં લાભની આશા ફળશે નહીં. નોકરીના ક્ષેત્રે મનની મુરાદ બર થતી જણાશે.

મિથુન રાશિ (ક,છ,ઘ)

ધંધા કે નોકરીના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતા સર્જાતા માનસિક બોજો ચિંતા જણાશે. આમ છતાંય પરિસ્થિતિ ઝડપથી સુધરવા લાગશે. ચિંતાનો ભાર હળવો બનશે. મહત્ત્વની કામગીરીઓમાં તમને સફળતા મળતી જણાશે.

કર્ક રાશિ (ડ,હ)

સપ્તાહ દરમિયાન ભાગ્ય સાથ આપતું હોવાથી નવીન કામોમાં પ્રગતિ થતી જણાશે. વિઘ્નોને પાર કરી શકશો. ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતાં જણાશે. અલબત્ત, તમારા કામકાજોમાં વિલંબ જરૂર વધી જશે.

સિંહ રાશિ (મ,ટ)

આ સમયમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદ મળશે. મનની સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો- સ્નેહીઓનો સહકાર મળતા સાનુકૂળતા જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય મિશ્ર છે.

કન્યા રાશિ (પ,ઠ,ણ)

આ સપ્તાહમાં અંગત મૂંઝવણ દૂર થતાં આશાવાદી વાતાવરણ સર્જાશે. માનસિક અકળામણ દૂર થશે. આમ છતાંય આર્થિક દૃષ્ટિએ મોટા સાહસ કરવા જેવો આ સમય નથી. 

તુલા રાશિ (ર,ત)

ઘણા અણઉકેલ્યા પ્રશ્નો હલ થતાં જણાશે. હવે નવીન જવાબદારી ઉઠાવવા તૈયાર રહેજો. નવીન તકો પણ મળશે. આપની નાણાકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. 

વૃશ્ચિક રાશિ (ન,ય)

સંજોગો સાનુકૂળ બની રહ્યા હોવાથી માનસિક ચિંતાઓનો બોજો હળવો બનશે. આશાવાદી કાર્યરચનાઓના કારણે તમારી તંગદિલીમાં ઘટાડો થશે. તમે જેટલા વધુ કાર્યશીલ થશો તેટલા જ આનંદિત રહી શકશો. 

ધન રાશિ (ભ,ફ,ધ,ઢ)

આ સપ્તાહ દરમિયાન એક પ્રકારની ઉદાસીનતાનો અનુભવ થશે. તમારા વિચારો અમલમાં ન મૂકાતા ચિંતા વધશે. સમય-સંજોગો સુધરવામાં હજુ સમય લાગશે. તેથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો.

મકર રાશિ (ખ,જ)

આ સમયમાં સ્વાસ્થ્ય સાચવવું જરૂરી છે. અસ્વસ્થતા અને બેચેનીને કારણે ઘણા કામમાં પૂરતું ધ્યાન આપી શકાય નહીં. તમે જે લાભની આશા અહીં રાખી રહ્યા છો તે મેળવવામાં હજુ વિલંબ થતો જણાય.

કુંભ રાશિ (ગ,શ,સ,ષ)

માનસિક દૃષ્ટિએ આ સમય શુભ જણાય છે. મન પરથી બોજ ઉતરતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહપ્રેરક બનશે. નાણાકીય બાબતોના ઉકેલ માટે ગ્રહયોગ મિશ્ર ફળ આપશે.

મીન રાશિ (દ,ચ,ઝ,થ)

નવીન તકો આવે તેને વધાવી લેશો તો લાભમાં રહેશો. યશ અને સન્માન વધશે. આર્થિક પરિસ્થિતિ થોડી ઘણી ગૂંચવાયેલી જણાય. ખર્ચાઓ ઊભા જ રહેશે. અલબત્ત, તમારા કામકાજો પૂરતાં નાણાં મળશે ખરા.




    to the free, weekly Gujarat Samachar email newsletter