અઠવાડિક ભવિષ્ય

તા. ૧૩-૧૨-૨૦૧૪ થી ૧૯-૧૨-૨૦૧૪

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 10th December 2014 09:35 EST
 

મેષઃ વિકાસનો માર્ગ મોકળો થતાં આશા-ઉત્સાહ વધશે. શાંતિનો અનુભવ થાય. આ સમયમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતા આનંદ મળે. આર્થિક સમસ્યાઓનું નિરાકરણ આવે. નોકરી કે ધંધાની બાબતો માટે આ સમયમાં વિકાસની તક છે. કોઈની મદદ ઉપયોગી થાય. સ્થાનપ્રાપ્તિ કે સ્થાનવૃદ્ધિની આશા ફળદાયી બનતી જણાશે. મકાન-મિલકતની બાબતો માટે ગ્રહો હજુ સુધારો સૂચવતા નથી.

વૃષભઃ આ સમયમાં માનસિક તથા શારીરિક સ્થિતિ એકંદરે સારી જળવાશે. કવચિત નરમ અસ્વસ્થતા આવે. ઉત્સાહપ્રેરક કામકાજો થાય. કોઈ સારા પરિચયો બંધાશે. આર્થિક જવાબદારીઓ અને અગત્યની લેવડદેવડના કામકાજો માટે આ સમય સાનુકૂળ જણાશે. આ અંગેની તકલીફો દૂર થાય. નોકરિયાતો માટે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં લાગે.

મિથુનઃ સપ્તાહમાં માનસિક સ્થિતિ તંગ બનતી જોવા મળશે. ધાર્યું કામ સારી રીતે ન થવાથી તાણ વધશે. અંગત પ્રશ્નો અને સાંસારિક પ્રશ્નોથી તમારી સ્વસ્થતા અને શાંતિમાં ખલેલ પડતી જણાશે. અગાઉના કરેલા રોકાણથી લાભ મેળવી શકશો. અહીં ઉતાવળ સાહસથી કાર્ય કરશો તો નુકસાન ખમવું પડે. કરજ પણ વધારવું પડે. લાંબા સમયથી તમારી ઉન્નતિ આડે જો કોઈ અવરોધ હશે તો તે આ સમયમાં દૂર થશે અને પ્રગતિનો પંથ ખુલ્લો થશે.

કર્કઃ અકારણ ચિંતાઓ હશે તો હવે દૂર થાય. સામાજિક અને જાહેરજીવનને લગતા કામકાજોથી સફળતા, યશ-માન મળે. મહત્ત્વના સંબંધો સ્થપાય. આશાવાદી તકો પ્રાપ્ત થાય. નાણાકીય પરિસ્થિતિને વણસતી અટકાવવા તમારે ખર્ચ પર કાબૂ રાખવો પડશે. આવકના પ્રમાણને લક્ષમાં રાખીને ચાલજો. શેરસટ્ટાના માર્ગે લલચાશો તો વધુ નુકસાન નોતરશો. નોકરિયાતોને વિકાસ સાધવા માટે નવી તક શોધવી પડશે. બદલી-પરિવર્તનનો યોગ પ્રબળ છે.

સિંહઃ અગત્યના કાર્યનો ભાર માનસિક તાણ રખાવશે. ઉશ્કેરાટ અને આક્રોશ પર કાબૂ રાખવો જરૂરી છે. ઉતાવળા નિર્ણયો ન લેવા હિતાવહ છે. નાણાકીય સમસ્યાઓના કારણે પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા રહેશે. વધારાની આવક કે જોગવાઈઓ આ રીતે ચૂકવણીના સપાટામાં ચાલી જાય. ખર્ચ ઘટાડીને તમે પરિસ્થિતિ સાચવી શકશો. નોકરીના ક્ષેત્રે કોઈ પ્રતિકૂળ સ્થિતિ નિર્માણ થઈ હશે તો તે દૂર થશે.

કન્યાઃ આ સમયમાં તમે તમારી માનસિક સ્વસ્થતા જાળવી શકશો. પ્રવૃત્તિઓ વિકાસતરફી છતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. અહીં કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. ઉઘરાણીઓના કામકાજ પતાવી શકશો. અહીં આવક-જાવક બંને રહેશે. લાભ સામે વ્યય પણ થશે. નોકરિયાતો માટે આ સમય કામકાજનો બોજ વધારનાર છે. હરીફ અને કર્મચારીઓ સાથે મતભેદ વધી શકે છે.

તુલાઃ સપ્તાહમાં ઉગ્રતા-આવેશોને રોકજો. ખોટા વાદ-વિવાદથી દૂર રહેજો. ખોટી ચિંતાઓ કરશો નહિ. આર્થિક બાબત તરફ તમારે વિશેષ ધ્યાન આપવું પડશે. ખર્ચ વધે નહિ તે જોજો. ઉઘરાણીઓ ફસાતી જોવા મળશે. નોકરિયાતોના માર્ગમાં આવતા વિઘ્નો દૂર થશે. સાનુકૂળ વલણ થશે. વેપાર-ધંધામાં નવીન તકો મળશે. મકાન-સંપત્તિની બાબતો અંગે સમય પ્રતિકૂળ અને ચિંતા રખાવનાર છે.

વૃશ્ચિકઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા તમારે ધીરજ રાખવી પડશે. ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતાં તમારી પ્રગતિ થયા વિના રહેશે નહીં. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણો સૂચવે છે. ખર્ચને પહોંચી વળવા તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. એકાદ-બે મોટા ખર્ચ કરવા પડશે. ધીરેલા યા ફસાયેલા નાણાં મળતાં રાહત જણાય. નોકરિયાતોને આ સમય એકંદરે સાનુકૂળ નીવડતો જણાશે.

ધનઃ તમારા મનના ઓરતાઓ પૂર્ણ થતાં હવે તમે વિકાસની નવી કેડી કંડારી શકશો અને તેના માટે જોઈતી સગવડો પણ ઊભી કરી શકશો. નાણાકીય ક્ષેત્રે હવે ધીમે ધીમે પ્રગતિ થશે. પરિસ્થિતિ સુધરશે. આવકવૃદ્ધિની તકો આવી મળશે. નોકરિયાત વર્ગે હિતશત્રુઓથી સાવધ રહેવું જરૂરી છે. પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. માનસિક તણાવ વર્તાશે.

મકરઃ આ સપ્તાહમાં તમારા ગૂંચવાયેલા પ્રશ્નો હજી યથાવત્ રહેતાં જણાશે. માનસિક અજંપો વિષાદ અથવા કારણ વિનાની અશાંતિનો અનુભવ થાય. તેથી મન પ્રસન્ન રાખવા પ્રયત્ન કરજો. ખોટા વિચાર હાંકી કાઢજો. નાણાકીય પરિસ્થિતિ ઠીક ઠીક રીતે જાળવી શકશો. આર્થિક પરિસ્થિતિ સુધરવાના પ્રયત્નો ફળશે ખરા. નોકરિયાતો માટે આ સમય કોઈ મહત્ત્વની તક આપનાર છે. લાભ અટક્યો હશે તો મળવાની આશા છે.

કુંભઃ માનસિક સ્વસ્થતા હણાય તેવા પ્રસંગો બનશે. જોકે પ્રતિકૂળતાથી ડગશો નહિ, બલ્કે તમારો પુરુષાર્થ જારી રાખજો. વ્યવસ્થિત ચાલશો તો પ્રતિકૂળ સંજોગો જ સાનુકૂળ બની જશે. નાણાકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો હશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચ માટે જરૂરી મદદ મળે. મિત્રો અને સ્વજન ઉપયોગી નીવડે. આ સમયમાં નોકરિયાતોને કોઈ સમસ્યા હશે તો ઉકેલાશે.

મીનઃ અગત્યના પ્રશ્નોના નિકાલ માટે સાનુકૂળ સંજોગો પેદા થતાં તમારી સક્રિયતા અને ઉત્સાહ વધશે. પ્રગતિકારક નવરચના થાય. વિકાસની તકો મળશે તે ઝડપી લેજો. નાણાકીય કટોકટીની સમસ્યાઓમાંથી બહાર નીકળવાના પ્રયત્નો સફળ થાય. જરૂરિયાતોને પહોંચી વળવા જરૂરી નાણાની જોગવાઈ કરી શકશો. વિશ્વાસઘાતના પ્રસંગનો યોગ હોવાથી જરાક સાવધ રહેજો. અણધાર્યા નુકસાનથી બચજો. નોકરિયાતને વિરોધીઓ કે સહકર્મચારીઓ સાથે વાદવિવાદ થાય.


    comments powered by Disqus



    to the free, weekly Gujarat Samachar email newsletter