અઠવાડિક ભવિષ્ય

તા. ૪ ઓક્ટોબરથી ૧૦ ઓક્ટોબર, ૨૦૧૪

ભરત વ્યાસ Friday 12th December 2014 07:54 EST
 

મેષ રાશિ (અ, લ, ઇ)ઃ આ સમયમાં માનસિક જુસ્સો જાળવવો પડશે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવશો તો ધારી સફળતા નહિ મળે. ઉલટાની નિષ્ફળતા જોવી પડશે. આવક-જાવકની બાજુઓ પર વિશેષ ધ્યાન આપજો.

વૃષભ રાશિ (બ, વ, ઉ)ઃ આ સમય ધીમે ધીમે, પણ પ્રગતિ કરાવનાર અને સફળતા અપાવનાર છે. નોકરી-ધંધાના ક્ષેત્રે સફળતા મળશે. આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે સમય મિશ્ર છે. વધુ પ્રયત્નોથી લાભ મળે. જીવનસાથી સાથે વિવાદ જાગે.

મિથુન રાશિ (ક, છ, ઘ)ઃ આ સમય કેટલીક પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડે આવતાં અંતરાયો દૂર થતાં જણાશે. અગત્યની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આર્થિક પ્રશ્ને  મુશ્કેલીમાંથી માર્ગ મેળવી શકશો.

કર્ક રાશિ (ડ, હ)ઃ સપ્તાહના ગ્રહયોગોની ચાલ જોતાં માનસિક સહાય અને ઉત્સાહનો અનુભવ કરશો. તમારો પુરુષાર્થ સફળ થાય. માન-સન્માનની તક મળે. ઉદ્વેગ દૂર થાય. નાણાંકીય રીતે સંજોગો સુધરશે. આવકમાં વૃદ્ધિ થાય.

સિંહ રાશિ (મ, ટ)ઃ આ સમયના યોગ ચિંતા-ઉદ્વેગના અનુભવોની સાથોસાથ કેટલાક શુભ પ્રસંગો, મહત્ત્વની તકોથી આનંદ પણ સૂચવે છે. આ સમય મિશ્ર બનાવો છતાંય એકંદરે સમય સુખ આપનાર છે. અંગત મૂંઝવણો દૂર થતી જણાશે.

કન્યા રાશિ (પ, ઠ, ણ)ઃ આ સમયમાં માનસિક પરિસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સુખદ અને સાનુકૂળ બનાવી શકશો. ઉતાવળિયા બનશો નહિ.

 તુલા રાશિ (ર, ત)ઃ આ સમયમાં વિના કારણ ચિંતાઓના કારણે માનસિક તાણ સર્જાશે. જોકે કાલ્પનિક ભય, ચિંતા દૂર કરજો. તમારા પ્રયત્નો સફળતા આપશે. ઝડપી પરિણામોની આશા રાખવી નહિ.

વૃશ્ચિક રાશિ (ન, ય)ઃ સપ્તાહમાં માનસિક બળ જાળવી રાખવું પડશે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવશો તો ધારી સફળતા નહિ મળે. ભલે ગમે તેવા વિપરીત સંજોગો સર્જાય. ચિંતા કરશો નહિ.  ન ધારેલા ખર્ચ પણ થશે.

ધન રાશિ (ભ, ફ, ધ, ઢ)ઃ અંગત મૂંઝવણ ધીમી ગતિએ, પણ અનુકૂળ રીતે ઉકેલાશે. આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું પડશે. તમારી અગાઉની કામગીરીના કારણે ખર્ચ-વ્યય વધશે. નાણાંકીય દૃષ્ટિએ મૂંઝવણો સર્જાશે.

મકર રાશિ (ખ, જ)ઃ તમામ દ્વિધાઓ, પરેશાનીઓનો અંત આવતા તમે સાનુકૂળ માર્ગ તરફ જઈ શકશો. મહત્ત્વની તકો મળતા વિકાસ જણાશે. ઉત્સાહપ્રેરક પ્રસંગો બનશે. આ સમયમાં નાણાંકીય મૂંઝવણોનો ઉપાય મળશે.

કુંભ રાશિ (ગ, શ, સ, ષ) ઃ આ સમયમાં અવરોધો વચ્ચેથી માર્ગ કાઢીને પ્રગતિ સાધી શકશો. મહત્ત્વના નિર્ણયો લાભદાયી પુરવાર થશે. મૂંઝવણોનો ઉકેલ મળશે. રચનાત્મક કાર્યો સફળ થશે. સ્નેહી-સ્વજનોથી સહકાર અને મદદ મળશે.

મીન રાશિ (દ, ચ, ઝ, થ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. નાણાંકીય જવાબદારીઓ વધતી જણાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો વધતા જણાય.


    comments powered by Disqus



    to the free, weekly Gujarat Samachar email newsletter