મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં ખોટા આવેશ ઉગ્રતા રોકજો. ખોટા વાદ-વિવાદથી દૂર રહેજો. ખોટી ચિંતા રાખશો નહીં. આર્થિક પરિસ્થિતિ તરફ વિશેષ ધ્યાન આપવું પડશે. બિનજરૂરી ખર્ચ કે મૂડીરોકાણ ન થાય તે જોવાનું રહેશે. કેટલીક ઉઘરાણી ફસાતી જણાશે. આવક મર્યાદિત રહેશે. તમારા માર્ગમાં આવતા વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો પંથ ખુલ્લો થશે. વેપાર-ધંધામાં નવીન તકો મળશે. મકાન-સંપત્તિની બાબતો અંગે સમય પ્રતિકૂળ અને ચિંતા રખાવનાર છે.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં અકારણ માનસિક વ્યથા કે વિષાદનો અનુભવ કરવો પડે. અંજપો અને અશાંતિથી છૂટવા સતત કાર્યરત રહો તે જ ઉપાય છે. હિંમત હારશો નહીં. આ સમયમાં આવક વધવાના યોગ છે. અગાઉની ઉઘરાણી પરત મળશે. ખાસ નવીન યોજના કાર્યવાહી કે કૌટુંબિક કાર્ય અંગે જરૂરી નાણાંકીય વ્યવસ્થા કરી શકશો. ખર્ચના પ્રસંગો ચિંતા કરાવશે. નોકરિયાતને પુરુષાર્થનું ફળ મળશે.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય અતિશય કામકાજનું દબાણ તથા વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જોવા મળે નહીં. પ્રતિકૂળતાના કારણે ધાર્યા સમયમાં કામ થાય નહીં. આ સમયના યોગ દર્શાવે છે કે મકાન યા ઘર અંગેની સમસ્યા જણાશે અને તેનો ધાર્યો ઉકેલ ન આવતા અસંતોષ વર્તાય. ભાડાના યા સરકારી મકાન બાબત મુશ્કેલી પેદા થાય. આ સમય નોકરિયાતો માટે કોઈ નવા ફેરફારો સર્જશે.
કર્કઃ (ડ,હ)ઃ ચિંતાઓના વાદળ દૂર હટતાં જ માનસિક અને શારીરિક ઉત્સાહ તથા આનંદ અનુભવશો. આ સમય મહત્ત્વના પ્રશ્નો હલ કરવા માટે સાનુકૂળ જણાય છે. અવરોધોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. આર્થિક રીતે જોતાં નાણાભીડના ઉકેલ માટે ઉઘરાણીની રકમો તથા અન્ય આવકોના આધારે સ્થિતિ સમતોલ જણાશે. નોકરિયાતો માટે આ સમયના ગ્રહયોગો સાનુકૂળ જણાશે. અટકેલા કામકાજો ઉકેલાશે.
સિંહઃ (મ,ટ)ઃ આ સમયમાં અગત્યની કામગીરીઓમાં સાનુકૂળ સંજોગો ઊભા થશે, જે તમને વિકાસ તરફ દોરી જાય. અણધારી તકો પ્રાપ્ત થાય, જે ભાવિ માટે લાભકારક જણાય છે. સ્નેહી-સ્વજનોથી મિલન-મુલાકાત થાય. અશાંતિના પ્રસંગો દૂર ઠેલાય. પ્રસન્નતા જણાય. આર્થિક જવાબદારીઓ અને અગત્યની લેવડદેવડના કામકાજો માટે સમય સાનુકૂળ જણાશે. આ અંગેની તકલીફો દૂર થાય. નવા સંબંધોથી લાભ થાય. ફસાયેલા અને અટવાયેલા નાણાં મેળવવાના પ્રયત્નો ચાલુ રાખજો.
કન્યાઃ (પ,ઠ,ણ)ઃ તમારી પરિસ્થિતિ અને આસપાસનું વાતાવરણ માનસિક તાણ અને ઉત્તેજનાનો અનુભવ કરાવશે. મહત્ત્વના કોઇ પણ નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. અહીં લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે ખરા. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ વધશે. નોકરિયાતો માટે આ સમય શુભ અને સાનુકૂળ બનશે.
તુલાઃ (ર,ત)ઃ આ સમય દરમિયાન મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાશે. માનસિક ભારણ હળવું થાય. સર્જનાત્મક કામ થઈ શકે. નિરાશાના વાદળો વિખેરાતાં લાગે. આર્થિક પરિસ્થિતિને તમે વધુ બગડતી અટકાવી શકશો. જરૂરી આવક ઊભી કરી શકશો. તમારા મહત્ત્વના પ્રશ્નો હલ થશે. નોકરિયાતોની અંગત સમસ્યાઓ હલ થશે. નોકરી બદલવાના પ્રયાસ ફળશે.
વૃશ્ચિકઃ (ન,ય)ઃ અંગત મૂંઝવણ અને સમસ્યાઓ સાનુકૂળ રીતે ઉકેલાશે. ખોટા વિચારોથી દુઃખી થશો નહીં. માનસિક સ્વસ્થતા જાળવી લેજો. આ સમયમાં તમે ધારો છો એટલા તમારી યોજના મુજબના લાભ થાય નહીં. આવક અંગેનો અસંતોષ અકળાવશે. શેર-સટ્ટાથી લાભ જણાતો નથી. કરજ-ચૂકવણી અંગે સહાયો મેળવી શકશો. તમારા નોકરી-ધંધાના ક્ષેત્રે કોઈ અગત્યની કામગીરી સફળ થાય. ઈચ્છિત તક મેળવશો.
ધનઃ (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયના ગ્રહયોગો સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડે આવતાં અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ સમયમાં તમારી આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. આવકમાં વૃદ્ધિની તકો ઊભી થઈ શકશે. નાણાંના અભાવે અટવાયેલા કાર્યો માટે જરૂરી આર્થિક આયોજન કરી શકશો.
મકરઃ (ખ,જ)ઃ સપ્તાહમાં ચિંતાઓનો બોજો વધે નહીં તે જોજો. અવિશ્વાસ, ભય અને શંકાઓને છોડશો તો જીવનનો સાચો આનંદ માણી શકશો. નવી યોજનાઓને યોગ્ય રૂપ આપી શકશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય સરભર જણાશે. એક બાજુ ખર્ચ-ખરીદી વધશે અને બીજી બાજુ આવકમાં નજીવો વધારો થશે, જેથી સ્થિતિ જેમની તેમ રહેતી જણાશે. અલબત્ત કોઈ કામ અટકે તેમ લાગતું નથી. નોકરિયાતો માટે આ સમય કોઈ મહત્વની તક આપનાર છે.
કુંભઃ (ગ,શ,સ,ષ)ઃ વિના કારણ માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવી શકશો. તમારા વિચારો અને હેતુને વળગી રહેજો. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો થઈ શકશે. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળ જણાય છે. અટવાયેલા લાભ મળશે.
મીનઃ (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં તમારી મનોદશા દ્વિધાભરી રહેતી જણાય. તમે નિર્ણયો લેવામાં ગૂંચવાશો. અહીં નિરાશા અને બેચેનીનો અનુભવ વધુ થશે. કારણ વિનાની ચિંતાઓથી વ્યથા જન્મશે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય રહેશે. જરૂર કરતાં પણ વધુ ખર્ચ અને હાનિના પ્રસંગોની સામે આવકનું પ્રમાણ ચિંતા જન્માવશે. કરજનો ભાર અકળાવશે. હવે તમે નવા મૂડીરોકાણ અટકાવજો. ખર્ચાઓ પર અંકુશ મૂકીને જ તમારી સ્થિતિ સુધારી શકશો. ધીરધાર યા લેવડદેવડ કરતી વેળા વધુ સાવચેત રહેજો.