વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહમાં અનેક શુભ સમાચારો મળતા મન આનંદિત અને ચિંતામુક્ત બનશે. નવી ઓળખાણો ફાયદો કરી આપશે. નોકરીમાં તમારા કામની પ્રશંસા સાથે સહયોગીઓની મદદ મેળવશો. વેપાર-ધંધામાં રહેલો અવરોધ તમારો જુસ્સો વધારશે. નાણાકીય સ્થિતિ સુધરશે. સંતાનપ્રાપ્તિની ઇચ્છાઓ સાકાર થતી જણાશે. લગ્ન ઇચ્છુકો માટે શુભ સમય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ મનોબળ વધુ મજબૂત બનશે. તમારી અટકેલી કામગીરીને તમે વધારે જોશભેર આગળ ધપાવી શકશો. વેપાર-ધંધામાં હવે વધુ સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. નાણાકીય મોરચે સ્થિતિ વધુ મજબૂત બનશે. આ સમય તમને ઇચ્છીત સફળતા અને પ્રગતિ કરાવશે. સંતાનો અને વડીલો તરફથી પ્રેમ-લાગણી વધશે. વેપાર-ધંધામાં નવી વ્યવસ્થા ગોઠવી શકશો. નોકરીમાં પણ તમારું કાર્ય યશ-માન અપાવશે. નાના અવરોધો ઓછા થશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ અત્યાર સુધી તમે કરેલા કામની હવે કદર થતી જણાશે. તમારી સહનશક્તિની પ્રશંસા થશે. સપ્તાહમાં તમારી ઇચ્છાઓ સાકાર થતી જણાશે. નાણાકીય મામલે આ સમયમાં તમને થોડી અગવડ પડશે. જોકે તમારા કામો ઉકેલી શકશો. વડીલો તરફથી પણ તમને સાથસહકાર મળી રહેશે. લગ્ન બાબતે ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકશો.
• કર્ક (ડ,હ)ઃ આર્થિક લાભની તમારી આશા હવે સાકાર થતી જણાશે. અત્યાર સુધી આડા ચલતા ગ્રહો તમારી શક્તિ-ક્ષમતા કરતાં વધુ સારી સફળતા અપાવશે. થોડા સમયમાં કૌટુંબિક મુશ્કેલીઓ પણ દૂર થતી જણાશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. તમારા મિત્રો સાથેના મતભેદો ઓછા થતાં જણાશે. પ્રવાસનું આયોજન સફળ થશે.
• સિંહ (મ,ટ): વાણીવર્તનથી થયેલું અકારણ મનદુઃખ આ સપ્તાહે સુખદ સમાધાનમાં પરિણમશે. ગૂંચવાયેલા કામનો ઉકેલ પણ તમે મેળવી શકશો. સંતાન સાથે સંકળાયેલી ઇચ્છાઓ પૂર્ણ થતી જણાશે. સંતાનની પ્રગતિના યોગ છે. આકસ્મિક પ્રવાસનું આયોજન સફળ થશે. નાણાકીય રીતે સમય સારો રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ મકાન તથા અન્ય મિલકતના પ્રશ્નો આ સમયગાળામાં હલ થાય. લાંબા સમય સુધી જોયેલી રાહ તમને કસોટીમાં પાર ઉતારશે. સ્વજનોનો સહકાર મળી રહેશે. ગુંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ મળી રહેશે. નવીન ચીજવસ્તુની ખરીદી થશે. પ્રિય પાત્રોની હૂંફ અને આત્મીયતા વધશે. વાણી-વર્તન ઉપર ધ્યાન આપવું જરૂરી.
• તુલા (ર,ત)ઃ આયોજન વગરના કામ કરતા પહેલા સો વાર વિચારજો. લાગણીઓની કદર થશે, પણ અતિશય લાગણી દુર્ભાવના પેદા કરશે તેનું ધ્યાન રાખશો. આર્થિક સ્થિતિ હવે સુધરશે. કામોમાં અવરોધ હવે ઓછા થશે. પ્રવાસના યોગો બળવાન છે. વિદ્યાર્થીઓ માટે સમય શ્રેષ્ઠછે. ધર્મલાભ મેળવશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં તમારે વિચારોમાં અણધાર્યું પરિવર્તન કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય. મક્કમતા દાખવશો તો પ્રશ્નો ગૂંચવાતા અટકાવી શકશો. અસ્થિર વિચારો અને માનસિક તણાવના લીધે ખોટા નિર્ણય ન લેવાય તેની કાળજી જરૂરી. સંતાન તરફથી અવરોધો સહન કરવા પડશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ ગ્રહો સારા હોવા છતાં પણ તમારે કડવા અનુભવો સહન કરવા પડે. તમારી ઉદારતાનો લાભ બીજા લઇ જશે. તમારે બદનામી સહન કરવી પડે તેવું બની શકે. નોકરીમાં સાવચેતી જરૂરી. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. પ્રવાસ-યાત્રા માટે સમય સારો છે.
• મકર (ખ,જ)ઃ સતત કામના ભારણને લીધે તણાવ વર્તાશે. આ સમયમાં બીજાની અન્યોની જવાબદારી લેવાનું ટાળશો. તમારી આર્થિક સ્થિતિ ધ્યાને રાખીને વહેવાર કરવો હિતાવહ રહેશે. દેવું થવાના ઘણા ચાન્સ છે. લગ્નવાંચ્છુએ પાત્રની પસંદગીમાં ધ્યાન રાખવું જરૂરી.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આત્મબળથી અનેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. સ્વશક્તિથી આગળ વધવાનો પ્રયત્ન ફળતા ઉમંગ-ઉલ્લાસ વધશે. બીજા ઉપરના વિશ્વાસે કામ બગડતું જણાશે. તમારે કૌટુંબિક વ્યવહાર સાચવવા પડશે. આરોગ્યની ચિંતાઓ તમને સતાવશે. વેપાર-ધંધા યથાવત્ રહેતા જણાશે. નોકરીમાં રાહત વર્તાશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સામાજિક તથા રાજકીય કામોને લીધે દોડધામ થતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે કાળજી લેવી જરૂરી. ક્યારેક વધુ પડતાં ઉજાગરા મનમાં બેચેની વધારશે. આયોજનબદ્ધ કામગીરી સફળતા અપાવશે. સંતાનોનો સાથસહયોગ મળશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. પ્રવાસના યોગો ઓછા છે. વિદ્યાર્થી માટે સમય શ્રેષ્ઠ.