વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં આશાસ્પદ સંજોગો પેદા થતાં માનસિક અને શારીરિક રીતે શાંતિ અનુભવી શકાશે. કાલ્પનિક ચિંતાઓને મનમાં પ્રવેશવા ન દેશો. તમારી રચનાત્મક વૃત્તિને વેગ મળશે. લાંબા સમયથી અટવાયેલાં નાણાંની સમસ્યાનો ઉકેલ આવશે. આવકવૃદ્ધિના પ્રયત્નો સફળ થશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં કોઈને કોઈ પ્રકારની અશાંતિ કે વિવાદોના પ્રસંગો આવશે, જેથી શાંતિ અને માનસિક સંયમ કેળવી લેજો. લાગણીઓ પર કોઈ પણ બાબતની અસર થવા દેશો નહીં. શક્ય તેટલાં વ્યવહારિક બનવા પ્રયાસ કરજો. નાણાકીય દૃષ્ટિએ આ સમય મુશ્કેલીમાંથી બહાર લાવનાર નીવડશે. અચાનક લાભ અથવા મદદ મળવાની શક્યતા છે. યાત્રા-પ્રવાસની યોજના પણ કરી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પાડતા આનંદની લાગણી અનુભવશો. મનની સ્વસ્થતામાં વધારો થશે. મિત્રો-સ્નેહીજનોનો સહકાર મળતાં સાનુકૂળતા જણાશે. વેપાર–ધંધાના ક્ષેત્રે જણાતી નાણાકીય સમસ્યાઓ સુખદ રીતે ઉકેલાશે.
• કર્ક (ડ,હ)ઃ આ સમય આપના માટે પડકારોનો સામનો કરવો પડે તેવો રહેશે. તમારા પ્રયત્નો મુજબ લાભ ન મળવાથી મનમાં ઉદ્વેગ રહેશે. વ્યથાના કડવા ઘૂંટ પણ પીવા પડે. સમય નાણાકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતા રખાવે. તમારી ધારેલી આવક કે લાભ ન મળે. નોકરિયાતોને હવે સમય સારો આવતો જણાશે. વિકાસ આડેના અવરોધો દૂર થતાં જણાશે.
• સિંહ (મ,ટ): અંગત બાબતોના કારણે અજંપો - વ્યથાનો અનુભવ થાય. બેચેની જણાશે. મનને સક્રિય રાખજો. હાલ આવકમાં વૃદ્ધિને અવકાશ જણાતો નથી. નોકરિયાતોને વિરોધીઓથી સાવધ રહેવું જરૂરી છે. ઉતાવળા નિર્ણયો ન લેવાની સલાહ છે. સંપત્તિ અંગેના પ્રશ્નો મૂંઝવણ સર્જશે. ભાડે આપેલી મિલકત અંગેની સમસ્યા યથાવત્ જણાશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આપના માટેનો આ સમય માનસિક ચિંતા અને થોડી તકલીફોનો અનુભવ કરાવશે. બહુ સાવધાનીથી વર્તવું પડશે. વિરોધીઓ આપને હેરાન કરવા પ્રયત્નો કરશે, પરંતુ આપનું કંઈ બગાડી શકશે નહીં. વાહનથી કાળજી રાખવી હિતાવહ છે. નવું સાહસ કરતાં પહેલાં ધ્યાન રાખશો. વેપાર-ધંધામાં મંદીની અસર વર્તાશે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં મહત્ત્વના કામોમાં ખર્ચ થાય. વેપાર-ધંધાના વિકાસમાં બુદ્ધિપૂર્વકનું આયોજન સફળ થશે. બીજાઓની સલાહ જરૂર જણાય તો જ લેશો બાકી નાહક ચિંતાથી ઘેરાયેલા રહેશો. ભાગીદારીના ધંધામાં મૂંઝવણ વધશે. સંતાનના પ્રશ્નોથી ચિંતા ઘેરી બનશે. પ્રવાસમાં કોઈની સાથે જીભાજોડીથી ટાળવી સલાહભર્યું છે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં થોડી માનસિક ચિંતા વધારે રહે. અશાંતિમાં પણ વધારો થાય. જોકે ઈશ્વર પર શ્રદ્ધા રાખીને કામ કર્યે રાખશો તો કોઈ નુકસાન વેઠવું નહીં પડે. આર્થિક બાબતો પણ સુધરતી જશે. નોકરિયાત વર્ગને થોડું કામનું ભારણ વધશે. ધંધા-વેપારના કામકાજ અંગે મુસાફરીના યોગ છે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ થોડું માનસિક ટેન્શન ઓછું લેવું. કામકાજના બોજને કારણે થોડું ભારણ રહેશે. અંગત મૂંઝવણ હશે તો તેનો અંત આવશે. આવકવૃદ્ધિના તમારા પ્રયત્નો લાંબા ગાળે પરિપૂર્ણ થતા જણાશે. નોકરિયાતોને નવીન સાનુકૂળ પરિવર્તનની તક મળશે. વેપાર-ધંધામાં પણ નવી ક્ષિતિજો ખુલશે. વારસાઈ મિલકત અંગેના વિવાદો પૂરા થાય.
• મકર (ખ,જ)ઃ તમારી ચિંતાના વાદળો વિખેરાતાં મનોબળ – સ્વસ્થતામાં વધારો થશે. વિપરિત સંજોગોમાંથી માર્ગ મળી આવતા આનંદ થશે. સમય સાનુકૂળ બનશે. આવકમાં વૃદ્ધિ થવાનો અવકાશ નથી, પરંતુ જાવક વધશે. વિરોધીઓથી ચેતતા રહેવું જરૂરી. વેપારમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થીઓએ મહેનત વધારવી પડશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયગાળામાં રચનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય. વેપાર-ધંધામાં ભાગીદારી માટેની તકો સર્જાય, પરંતુ તે કામચલાઉ નીવડે. નાણાકીય કટોકટીમાં ઘટાડો થાય. આત્મશક્તિ વધશે. જુદાં-જુદાં કાર્યોમાં આપને યશ-માન પ્રાપ્ત થશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ તાત્કાલિક લાભની આશા છોડશો તો મહેનતના મીઠાં ફળ ખાવા મળશે. કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ મળશે. બાળકોના પ્રશ્નોનો ઉકેલ આવશે. જીવનસાથી સાથે આંતરિક લાગણી વધશે. બગડેલાં કાર્યો સુધરશે. નાણાકીય ભીડ ઓછી થશે. વિદ્યાર્થીઓને આ સમય સારો રહેશે. જોકે વડીલોની સલાહ સફળતા મેળવશો. અણધાર્યો સારો નફો મળી શકે છે.