તા. 1 જૂન 2024થી 7 જૂન 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 31st May 2024 05:45 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ માનસિક તણાવની સાથે વિચારોમાં થોડી મૂંઝવણ વધતી જોવા મળે. આસાપાસનું વાતાવરણ થોડું ભારણ મહેસુસ કરાવે. સમય સાથે સમસ્યાનો ઉકેલ મળતો જોવા મળે. આર્થિક સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય. નોકરી-વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થાય, પમ ઉતાવળા નિર્ણય ન લેવા. જીવનસાથી સાથેના મતભેદ હવે ઓછા થતાં જોઈ શકશો. સંતાનો બાબતે થોડી ચિંતા રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સામાજિક વ્યસ્તતા વધતી જોવા મળે. પરિવારમાં કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થાય. નાણાકીય પરિસ્થિતિમાં હવે સુધારો જોઈ શકશો. આમ છતાં ખર્ચા ઉપર હજી કંટ્રોલ રાખવો જરૂરી રહેશે. તમારા કામના ક્ષેત્રમાં સફળતાં માટેના દેખાડા કરનારી વ્યક્તિઓથી દૂર રહેજો. વ્યવસાયિક કામગીરીમાં કાનૂની દાવપેચમાંથી બહાર આવી શકશો. મકાન રિપેરીંગના કાર્યમાં જોઈજાળવીને આગળ વધજો. માતાપિતાનો સહયોગ મેળવી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારી અધૂરી ઇચ્છાઓ હવે સાકાર થતી જોઈ શકશો. આનંદ-ઉલ્લાસનો વાતાવરણ અનુભવશો. જીવનમાં દરેક નવા કાર્યોમાં ઉત્સાહથી કામગીરી કરવાથી સફળતા પ્રાપ્ત થાય. જીવનસાથી સાથેના સંબંધોમાં અહંકાર લાવશો તો વિવાદ ઊભા થઈ શકે છે. વ્યવસાય-ઉદ્યોગમાં તમારી ગતિવિધી એકદમ જાહેર કરશો નહીં. થોડી કામગીરી આગળ વધે પછી જ એને બીજા સમક્ષ જાહેર કરો. પ્રવાસના આયોજન સફળ થાય.
• કર્ક (ડ,હ)ઃ આર્થિક સમસ્યાઓ સંદર્ભે જો સકારાત્મક વલણ રાખીને કામગીરી કરશો તો ધીમે ધીમે એમાંથી બહાર નીકળી શકશો. કોઈ વડીલની સલાહ અહીં તમને કામ લાગશે. વ્યવસાયિક ભાગીદારીમાં કોઈ પણ કામ હાથ પર લેતાં પહેલાં નિયમોની ચકાસણી અચૂક કરશો. નોકરિયાત વ્યક્તિઓને આ સપ્તાહ દરમિયાન કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થાય. સ્વાસ્થ્યને લઈને બેદરકારી રાખશો નહીં.
• સિંહ (મ,ટ): સપ્તાહ દરમિયાન આપના દરેક કાર્યોમાં પરિવારના સભ્યોનો સહકાર તેમજ એકબીજા પ્રત્યેની લાગણીને કારણે તમારી કોઈ પણ પ્રકારની સમસ્યાનું આસાનીથી સમાધાન મેળવી શકશો. વ્યવસાયમાં આવશ્યક નાણાકીય જોગવાઈ પણ થઇ શકશે. તમારી કામગીરી થકી સમાજમાં એક અલગ છાપ ઊભી કરી શકશો. સંતાનોની કરિયર સંબંધિત કોઈ શુભ સમાચાર મેળવી શકશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ ક્યારેક થોડા નકારાત્મક વિચારો તમારા ઉપર હાવી થતાં જોઈ શકશો. જોકે સંયમ અને ધીરજ રાખીને આગળ વધશો તો એ પરિસ્થિતિને પણ સરળતાપૂર્વક પાર કરી શકશો. કોઈ મોટા રોકાણો કરવાનું વિચારતા હો તો હાલ થોડી રાહ જોવી સલાહનીય રહેશે. વ્યવસાય-નોકરીમાં કોઈ પણ નિર્ણય ઉતાવળે લેશો નહીં. નવી નોકરીની તલાશ હવે પૂરી થતી જોઈ શકશો.
• તુલા (ર,ત)ઃ આ સમય ખૂબ જ વ્યસ્તતાવાળો પસાર થાય. ચાહે અંગત કારણોસર હોય અથવા તો તમારા કામને કારણે, કોઈ બીજા વિચારો મગજમાં લાવવા માટેનો પણ સમય પ્રાપ્ત નહીં થાય. આર્થિક રીતે તમારી સદ્ધરતા વધુ મજબૂત બનતી જોવા મળે. કોઈ મહત્ત્વપૂર્ણ કરારો વ્યવસાયિક ક્ષેત્રમાં કરી શકશો. નોકરિયાત વ્યક્તિઓને કોઈ બદલાવની ઇચ્છા હોય તો હવે સમય દૂર નથી. જોકે સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી કાળજી લેવી હિતાવહ રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ થોડું આત્મમંથન અને ચિંતન થકી તમારી મુશ્કેલીઓમાંથી છૂટકારો પ્રાપ્ત કરી શકશો. પરિવારની જવાબદારીઓને પણ સરળતાપૂર્વક નિભાવવાનો પ્રયાસ કરો. આર્થિક રીતે તમારા ફસાયેલા નાણાં હવે પાછા મેળવી શકશો. પરિણામે થોડી રાહત અનુભવશો. વ્યાપાર-નોકરીમાં પરિસ્થિતિ સામાન્ય રહેશે. કોર્ટ- કચેરીના અટકેલા કાર્યો હવે પૂરજોશમાં પૂર્ણ કરી શકશો. તમારા પક્ષમાં નિર્ણય આવશે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ મહેસૂસ કરી શકશો.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ કામના ભારણ વચ્ચે પણ થોડોક સમય પરિવાર સાથે વિતાવશો. આવકની સામે ખર્ચાઓ પણ વધતા જોવા મળે. બજેટ પ્રમાણે પ્લાનિંગથી આગળ વધશો તો નાણાકીય મુશ્કેલી ઓછી કરી શકશો. વ્યવસાયિક કામગીરીમાં જે કોઈ ફેરફાર જરૂરી લાગે તેના ઉપર તુરત અમલ શરૂ કરી કાર્ય કરશો તો અવશ્ય સફળ થશો. નોકરીમાં નાની નાની અડચણોને બાદ કરતાં સમય સાનુકૂળ રહેશે.
• મકર (ખ,જ)ઃ રચનાત્મક તેમજ ધાર્મિક કાર્યો પ્રત્યે તમારી રૂચિ વધતી જોવા મળે. પરિણામે મનમાં શાંતિનો અનિુભવ કરી શકશો. આર્થિક રીતે હવે વધુ સ્ટેબિલિટી જોઈ શકશો. નોકરી-વ્યવસાયમાં જો કોર્ટકચેરીને લગતી કોઇ કાર્યવાહી ચાલી રહી હોય તો તેનું પોઝિટિવ રિઝલ્ટ ખૂબ નજીકના સમયમાં મેળવી શકશો. નાના યાત્રા- પ્રવાસ પણ શક્ય બને, જેનાં કારણે તમે પરિવાર સાથે હર્ષોલ્લાસથી સમય વિતાવી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ થોડા સમયથી મનમાં ચાલતી શંકા હવે દૂર થતી જોવા મળશે. કોઈ અંગત વ્યક્તિ સાથેની મુલાકાતથી મન હળવું થાય. આર્થિક રીતે આ સપ્તાહ આપના માટે લાભદાયી પુરવાર થશે. વ્યવસાય-નોકરીના ક્ષેત્રમાં મોટા ભાગના કામકાજો આપ સમય પહેલા પૂર્ણ કરી શકશો. મકાન-મિલકતની બાબતોમાં ઘરના કોઈ સભ્ય સાથે મતભેદ હોય હવે આપ ધીરે ધીરે ગેરસમજ દૂર કરી શકશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારા મનની કડવાશ અને ગેરસમજોને હવે દૂર નહીં કરો તો તે તમારા માટે જ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. દરેક કાર્યોમાં બીજાના મંતવ્ય પણ સાંભળો અને તેમને મહત્ત્વ પણ આપતા શીખો. નાણાકીય બાબતોમાં થોડી ઘણી અડચણ હજી પણ જોવા મળે. વ્યવસાયમાં કેટલીક બાબતોમાં પાર્ટનર સાથે મુશ્કેલી ઊભી થઈ શકે છે, જેથી કરીને કાળજી રાખશો. નોકરિયાત વ્યક્તિઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે સમય ઉત્તમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter