વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયગાળો તમારા જીવનમાં આગળ વધવાનો માર્ગ મોકળો કરશે. આવેલી તકને ઝડપી લેશો તો ફાવશો. સપ્તાહ દરમિયાન થોડી વધુ પારિવારિક જવાબદારી તમારા શીરે રહેશે. નાણાકીય મામલે થોડી ચિંતા રહેશે. ખર્ચાઓની પૂરતી માટેના નાણાંની જોગવાઈ કરવા માટે ખૂબ મહેનત કરવી પડે. વ્યવસાય-ઉદ્યોગમાં કોઈ પણ જાતના આર્થિક અથવા કાયદાકીય નિર્ણય લેવામાં ઉતાવળ કરશો નહીં. વિદ્યાર્થીઓ માટે સફળ સમય પુરવાર થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન ભવિષ્યના કેટલાક કાર્યો માટે જે શરૂઆત ઇચ્છા હશો તે શક્ય બની શકે છે તમારા ફસાયેલા નાણાં પરત મળતાં આર્થિક રીતે થોડી રાહત અનુભવશો. વ્યવસાયિક રીતે નવી ભાગીદારીથી લાભ મેળવી શકશો. નોકરીમાં કામની જવાબદારી થોડી વધુ રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. મહત્ત્વના કામકાજો પૂર્ણ થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય થોડો કસોટી કરનારો જણાય. જે સમસ્યાના ઉપાય શોધવા માંગો છો એ હજી વણઉકેલ રહેશે. જોકે કોઈ યોગ્ય વ્યક્તિની સલાહથી આગળ વધશો તો થોડી ઘણી રાહત અનુભવશો. કાર્યક્ષેત્રે આપના પ્રયત્નો ચાલુ રાખશો તો લાભમાં રહેશો. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. આર્થિક સ્થિતિ સુધરતી જોવા મળે. જીવનસાથી સાથે મતભેદ હોય તો દૂર થાય.
• કર્ક (ડ,હ)ઃ સરકારી કામકાજ સાથે જોડાયેલા અથવા તો રાજકારણમાં સક્રિય વ્યક્તિઓ માટે થોડો વિપરીત સમય પસાર થાય. થોડું ટેન્શન વધતું જોવા મળે, જેની અસર સ્વાસ્થ્ય ઉપર પણ જોઈ શકાય. નાણાકીય બાબતોમાં આવકજાવકનું પ્રમાણ યથાવત્ રહેશે. મકાન-વાહનની ખરીદીની બાબતમાં હજી થોડો સમય રાહ જોવી પડશે. કોર્ટકચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં રહેશે. જોકે નુકશાની પણ ભોગવવી પડશે.
• સિંહ (મ,ટ): સપ્તાહ દરમિયાન ગ્રહોની પરિસ્થિતિ સાનુકૂળ બનતી જોઈ શકશો. અજાણ્યા વ્યક્તિ સાથેની મુલાકાત જીવનભરનું સંભારણું બની શકે છે. નાણાકીય બાબતોમાં થોડીક વધુ ચોકસાઈ રાખીને કામગીરી કરવી હિતાવહ રહેશે. વ્યવસાયમાં કોઈની ઉપર અતિવિશ્વાસુ બનીને કામગીરી સોંપી દેવી નહીં. નુકસાન તમારે જ સહન કરવું પડશે. નોકરીમાં જગ્યાની ફેરબદલી અથવા તો ઇન્ટરરવ્યૂની તૈયારી કરતા હશો તો સફળતા મળશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ પારિવારિક ઝઘડા મોટું સ્વરૂપ ધારણ ના કરે તેની ખાસ કાળજી તમારે જ રાખવી પડશે. નહીં તો વિવાદ વકરી શકે છે. કાર્ય સંબંધિત લક્ષ્ય સમયસર પુરા કરવા માટે ભાગદોડ વધી જાય. કામનું પ્રેશર પણ જણાય. વ્યવસાયિક રીતે કોઈ નવા રોકાણો તેમજ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ શકવાની સંભાવના છે. જોકે કાયદાકીય દાવપેચમાંથી પણ પસાર થવું પડે. નાણાકીય રીતે સમય મધ્યમ રહેશે.
• તુલા (ર,ત)ઃ કોઈ પણ નિર્ણય ઉતાવળથી લેવાને બદલે થોડું શાંત ચિત્ત રાખીને લેશો તો પરિણામ પણ લાભદાયી મેળવશો. જમીન-મકાનને લગતા કામકાજમાં દસ્તાવેજ સંબંધિત કાર્યવાહી ધ્યાનથી કરશો. નાણાકીય રીતે આ સમય તમને સાથ આપશે. લાંબા સમયથી ફસાયેલા નાણાં પાછા મેળવી શકશો. પરિવાર તેમજ જીવનસાથી તરફથી પૂરેપૂરો સહયોગ પ્રાપ્ત કરી શકશો. નોકરી-વ્યવસાયમાં કામને કારણે એકથી બીજી જગ્યાએ ભાગદોડમાં વધારો જોવા મળે.
• વૃશ્ચિક (ન,ય)ઃ તમે તમારી ક્ષમતા કરતાં પણ વધુ કામગીરી કરી રહ્યા છો જેના કારણે શરીર અને મનથી પણ થાકનો અનુભવ થાય. થોડો રાહત શ્વાસ લો અને જરૂર પૂરતી કામગીરી કરો. નોકરિયાત વ્યક્તિોને ઉપરી અધિકારી સાથેના સંબંધોમાં હવે વધુ સુમેળ જોવા મળે. વ્યવસાય-ઉદ્યોગમાં રોજબરોજના કાર્યો પર પણ ધ્યાન આપવું જરૂરી રહેશે. કાયદાકીય દાવપેચમાંથી બહાર નીકળવા માટેના રસ્તાઓ ખુલ્લા થતાં જણાશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ જીવનમાં ઘણા ઉતારચડાવ પછી હવે થોડો સ્થિર સમય જોઈ શકશો. પરિણામે માનસિક અસ્વસ્થતા ઓછી થાય. તમારા કેટલાક મુખ્ય કાર્યોનો હવે સફળતાપૂર્વક ઉકેલ લાવી શકશો. આર્થિક સ્થિતિ ધીરે ધીરે મજબૂત બનતી જોવા મળે. જોકે ખર્ચાઓ ઉપર હજુ થોડો અંકુશ રાખશો તો ફાવશો. નોકરી-વ્યવસાયમાં તમારા કાર્ય સાથે કોઈ છેડછાડ કરશો નહીં. કોર્ટકચેરીના કાર્યોમાંથી હવે રાહત મળતી જણાય.
• મકર (ખ,જ)ઃ સ્વાસ્થ્યને કારણે હવે દિનચર્યામાં થોડોક ફેરફાર જરૂરી રહેશે. નિયમિત કસરત, યોગ્ય આહાર તેમજ મનન-ચિંતન થકી પરિસ્થિતિમાં સુધાર લાવી શકાય. વધુ પડતું કામનું ભારણ હવે છોડી દો. નાણાકીય મામલે કોઈ મુશ્કેલી અહીં દેખાતી નથી. પરિવાર સાથે વધુમાં વધુ સમય પસાર કરો. વ્યાપારમાં કોઈ નવી યોજના હમણાં શરૂ કરશો નહીં. જે કામગીરી પેન્ડિંગ છે તે પહેલાં પૂરી કરીને આગળનું વિચારજો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારી મનની ઇચ્છાઓને વ્યક્ત કરો. મનમાંને મનમાં મુંઝાશો નહીં. નકારાત્ક વિચારસરણી હવે બદલો. નાણાકીય મામલે હવે તમારી મુશ્કેલીઓને દૂર કરવા યોગ્ય પગલાં લેવા જરૂરી રહેશે. આગળનું વિચારીને ખર્ચાઓ કરો. વ્યાપાર-નોકરીમાં તમારી કામગીરીમાં વધુ ચોકસાઈ જરૂરી. કોઈ પણ જાતના નિર્ણયો લેતાં પહેલાં એના પૂરતો અભ્યાસ કરી આગળ વધો. સામાજિક અને રાજકીય ગતિવિધિમાં વધારો થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ નાણાકીય ચિંતાને કારણે કેટલાક નિર્ણયો લેવામાં મુશ્કેલી જણાય. મિલકત સંબંધિત વ્યવહારોને સાચવી લેશો તો મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. નવી નોકરીની શોધખોળ હવે પૂરી થતી જણાય. કોઈ સારી ઓફર આવે. વ્યવસાયિક કામગીરી હવે પૂરજોશથી આગળ વધી શકશે. પારિવારિક અને વ્યવસાયિક બાબતોને એકમેકથી અલગ રાખશો તો શાંતિ જળવાઈ રહેશે.