તા. 10 જૂન 2023થી 16 જૂન 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 09th June 2023 07:41 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ અઠવાડિયામાં વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચે તાલમેલ બનાવી રાખવા માટે થોડા વધુ પ્રયાસ કરવા પડશે. નાણાકીય સંતુલન યથાવત્ રહેશે. નોકરિયાત વર્ગને હજી વધુ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડશે. નવી જોબ સ્વીકારતાં પહેલાં દરેક પાસાંઓને ચકાસી આગળ વધવું સલાહભર્યું રહેશે. ઉદ્યોગ–વ્યવસાયમાં નવા સંબંધો થકી લાભદાયી તકો પ્રાપ્ત થાય. કેટલાક બિનઆયોજિત ખર્ચાઓ પણ સહન કરવા પડશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય કારકિર્દીને અનુલક્ષીને નિર્ણય લેવાનો હોય તો મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વ્યવસાય–ધંધાના ક્ષેત્રમાં થોડું વાણી-વર્તન ઉપર ધ્યાન રાખવાની આપને સલાહ છે. નોકરિયાત વર્ગ માટે ઘણી સારી તકો હાથ લાગી શકે છે. જે આપના કાર્યસ્થળે શ્રેષ્ઠતા પૂરવાર કરવામાં કામ લાગશે. આર્થિક બોજો થોડો હળવો થતો જોવા મળશે. જીવનસાથી સાથે થોડા મતભેદના પ્રસંગો બને. પ્રવાસ માટે આ સપ્તાહ સારી અનુકૂળતાવાળું રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ કોઈ પણ કામમાં ઉતાવળા થશો નહીં. ઉતાવળમાં કામ ખરાબ થઈ શકે છે. મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં ઘરના વડીલ અથવા યોગ્ય સલાહકાર સાથે વાતચીત કરી આગળ વધશો તો સફળતા મેળવશો. હજી થોડી બેચેનવાળી પરિસ્થિતિ રહેશે. નોકરી-વ્યવસાયમાં પણ થોડી વધુ કાર્યકુશળતા થકી કામગીરી આગળ વધારવી પડશે. નાણાકીય રીતે જરૂરિયાત મુજબની જોગવાઈ પ્રાપ્ત કરી શકશો. પરિવારમાં સુખ–શાંતિનો માહોલ રહેશે.
• કર્ક (ડ,હ)ઃ તમારી રચનાત્મક પ્રવૃત્તિઓ અને યોજનાનું અમલીકરણ કરવા માટે થોડી વધુ ઊર્જાશક્તિ કામે લગાડવી પડશે. પડકારોનો સામનો કરવા તૈયાર રહેશો. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતા રહેશે. આવકના પ્રમાણમાં જાવક વધુ રહેશે જેથી ખર્ચાઓ ઉપર થોડો કંટ્રોલ રાખવો હિતાવહ જણાય. નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરતાં પહેલાં દરેક પાસાં ચકાસીને આગળ વધશો. વાહનથી કાળજી રાખશો. પ્રાસંગિક–માંગલિક કાર્યોમાં દોડધામ વધી શકે છે.
• સિંહ (મ,ટ)ઃ સમયની કિંમતને ઓળખવી જરૂરી રહેશે. જો હાથમાં આવેલો સમય વહી જશે તો પસ્તાવાનો વારો પણ આવી શકે છે. અનેક ઉતાર– ચઢાવ બાદ સારી એવી તકો હાથ લાગી છે જેને વ્યર્થ ન જવા દેવાની સલાહ રહેશે. નાણાકીય તકલીફો દૂર થાય. વ્યવસાય માટે વધુ માર્કેટિંગ અથવા તો હરીફાઈમાં ટકી રહેવા બદલાવ લાવવા જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથે વાદ–વિવાદમાં ન ઉતરવું. નાની સફર થોડી આનંદની પળો આપી જાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સર્જનાત્મક પ્રતિભા અને ક્ષમતાઓને બહાર લાવવી જરૂરી રહેશે. જે તમને બધા કરતાં અલગ પાડશે તેમજ તમારા વ્યવસાયિક જીવનમાં પણ સકારાત્મક વિકાસ લાવી શકશે. ઉદ્યોગજગતમાં આ સપ્તાહના મધ્યમાં કેટલાક મોટા સોદા કરવા માટે સારી એવી તકો હાથ લાગી શકે છે. જોકે, અંગત જીવનમાં થોડા ઘણાં અવરોધની સંભાવના રહેશે. નોકરીમાં પ્રગતિ સાધી શકશો. નવી નોકરી કે જગ્યા પણ બદલી શકશો.
• તુલા (ર,ત)ઃ સપ્તાહ લાભદાયી રહેશે. તમારા સપનાંઓને સાકાર કરી શકશો. આર્થિક રીતે પણ સમય તરફેણમાં રહેશે. વ્યવસાયિક નિર્ણયો લેતી વખતે તમારી ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધશો તો દરેક પરેશાનીનો ઉકેલ મેળવી શકશો. પ્રોપર્ટીને લગતા વ્યાપારમાં ફાયદો થાય. વિવાહ ઈચ્છતા યુવક–યુવતીને મનગમતું પાત્ર મળવાના ઉજળા સંજોગ છે. ઘરમાં માંગલિક પ્રસંગો ઊજવાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ જવાબદારીના ભારણને કારણે મન થોડું બેચેન રહેશે. જોકે દરેક પળને મન ભરીને જીવતા શીખી જશો તો જીવનનો ભરપૂર આનંદ માણી શકશો. ઘરના વડીલો સાથે પણ થોડો સમય વિતાવો. આ સમય નાણાકીય રીતે નહીં નફો નહીં નુકસાનવાળો રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં પરિસ્થિતિનું સંપૂર્ણ વિશ્લેષણ કરી આગળ વધશો તો કોઈ તકલીફ સહન કરવી પડશે નહીં. સામાન્ય આંખ–પેટ દર્દ કે માથાના દુઃખાવાની તકલીફ આ સપ્તાહ દરમિયાન વધતી જોવા મળે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારા આવેશ કે ઉશ્કેરાટ વધે તેવા પ્રસંગોથી દૂર રહેવું સલાહનીય રહેશે, નહીં તો તમને જ નુકસાની વેઠવી પડે. તમારા અગત્યના કામોમાં હજી થોડો વધુ વિલંબ જોવા મળે. નોકરી-ધંધા માટે સમયની અનુકૂળતા થતાં હજી વાર લાગે, જેના કારણે થોડાં વધુ ભારણનો અનુભવ થાય. મકાન–સંપત્તિના પ્રશ્નો ઉકેલાતા દેખાય. આરોગ્ય બાબતની ચિંતા પણ દૂર થતી જોવા મળશે. સરકારી કામગીરીમાં હજી ગૂંચવાડા સર્જાય.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ થોડો વધુ પુરુષાર્થ અને પરિશ્રમવાળો રહેશે. જોકે, તેના ફાયદા પણ જોઈ શકશો. આર્થિક રીતે સાનુકૂળતા વધે. આવક વૃદ્ધિના નવા રસ્તા મળે, જેના કારણે આર્થિક ચિંતા ઓછી થાય. નોકરી-વ્યવસાય કારણે મુસાફરી કે દોડધામમાં વધારો જોવા મળે. સંતાનોની લગ્નવિષયક ચિંતા દૂર થાય. કૌટુંબિક મિલકતના પ્રશ્નો અહીં ઉકેલાતા જોવા મળે. જોકે, સ્વાસ્થ્ય સંબંધિત થોડીઘણી તકલીફોનો સામનો કરવો પડે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં હજી તમારા માર્ગ આડેના અંતરાયો જૈસે થે જોવા મળે. તમારા વિચારોના ઘોડાને હજી કાબૂમાં નહીં રાખો તો અશાંતિમાં પણ વધારો જોવા મળે. નોકરિયાત વ્યક્તિઓને કામનું ભારણ વધતું જોવા મળે. ઉપરી અધિકારીઓનું પ્રેશર પણ વધતું જોવા મળે. જોકે, આર્થિક સંકટમાંથી બહાર આવી શકશો. વૈવાહિક બાબતો માટે પણ સમયની સાનુકૂળતા જોવા મળે. કોઈ અંગત કે પ્રિય વ્યક્તિ સાથેની મુલાકાતથી દિલ હળવું થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ ખૂબ વ્યસ્ત પસાર થશે. સાથે જ નવા કાર્યની જવાબદારી પણ આવશે. આર્થિક રીતે આપની જે પણ ઈચ્છાઓ હશે એ પૂરી થતી જોવા મળશે. વ્યવસાય સંબંધિત કાર્યોમાં કોઈ સરકારી મંજૂરી લેવાની હોય તો આ સમય આપની તરફેણમાં રહેશે. કાર્યને જરૂરી નાણાકીય જોગવાઈ ઊભી કરવા માટેના રસ્તાઓ પણ સરળતાથી પ્રાપ્ત કરી શકશો. જોકે, કામની વ્યસ્તતાને કારણે કૌટુંબિક વ્યક્તિઓ સાથે નાનાં-મોટાં વિવાદો સર્જાય એવી પણ શક્યતાઓ રહેશે. એકંદરે સમય સારો પસાર થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter