વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ સમયની સાથે આપના વિચારો બદલવા પડશે. આપનો જિદ્દી સ્વભાવ અને ગુસ્સો નુકસાન કરાવી શકે છે. આર્થિક બોજ વધારે તેવા બિનજરૂરી ખર્ચા ન કરવા સલાહભર્યું છે. વેપારમાં થોડી મંદી રહે. નવીન કાર્યોના અમલ અંગે થોડીક મૂંઝવણ રહેશે. નોકરીમાં જોઈજાળવીને જવાબદારી સ્વીકારશો. સંતાનોની બાબતમાં યોગ્ય કાળજી લેવી જરૂરી. નાણાંકીય મુદ્દે ચિંતા રહે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ દાંપત્યજીવનમાં બીજી વ્યક્તિઓની અદેખાઈનો ભોગ ન બનાય તે જોશો. તમારી અંગત બાબતો બીજાને કહી દેતા ખાસ વિચારજો. મિત્રો તથા સ્વજનો સાથે મતભેદો સર્જાય. પૈસાની બાબતે વ્યવહાર સાચવવો સલાહભર્યું છે. લેણાં નાણાં મળવામાં વિલંબ થાય. લગ્નવાંચ્છુઓ સારા યોગ છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન ચિંતાઓ અને મૂંઝવણો યથાવત્ રહેશે. વગર કારણે લીધેલી જવાબદારી બોજ વધારી શકે છે. નવી ઓળખાણમાં ક્રમશઃ આગળ વધશો તો હિતાવહ રહેશે. પ્રવાસમાં થોડી વધારે કાળજી લેવી જરૂરી. જમીન-મિલકતના પ્રશ્નોમાં અવરોધો આવશે. જોકે સમય જોઈને ચાલશો તો મુશ્કેલી ટાળી શકશો.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહે વિરોધીઓ આપને નીચાજોણું કરાવવા પ્રયત્ન કરશે પરંતુ તેઓ ફાવશે નહીં. સગાં-સંબંધીઓને મદદે પહોંચવું પડશે. તમારી બચતનાં નાણાં ખર્ચવા પડે તેવા યોગ છે. મકાનમાં રિનોવેશન પાછળ ખર્ચા થશે. નવી સ્થાવર મિલકત ખરીદવા માટે સમય હવે પાકી ગયો છે. જમીન-ફેકટરી વગેરે માટેની ઈચ્છાઓ હશે તો તેને વેગ મળશે. ધર્મ-અધ્યાત્મ માનસિક શાંતિ આપશે.
• સિંહ (મ,ટ): તંદુરસ્તી બાબતે આ સમય પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. વાહન ચલાવતી વખતે વિશેષ કાળજી જરૂરી. નવી પ્રોપર્ટી ખરીદતાં પહેલાં પૂરતી તપાસ કરશો. દસ્તાવેજ, લોન અને ઈચ્છીત નાણાં મેળવવામાં વિલંબ થાય. લગ્નઈચ્છુકો માટે આ સમય અવરોધભર્યો છે. ધર્મલાભથી શાંતિ મળશે. સંતો-મહાપુરુષોની મુલાકાત આત્મબળ વધારશે. પ્રવાસના યોગો થાય છે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આયોજન વગરનું કામ કરતાં હાથમાં લેતાં પહેલાં કાળજી જરૂરી. આ સમયમાં સુસ્તી છોડીને કામગીરી કરશો તો વધુ સફળતા મળશે. પારિવારિક કામોના લીધે આપને વધુ દોડધામ રહેશે. મિલકત - ખર્ચની બાબતે નવું આયોજન વિચારી શકશો. અન્ય કાર્યોની જવાબદારી પણ આવશે. મિત્રો-સ્વજનોનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે.
• તુલા (ર,ત)ઃ સમયની સાથે વિકાસ અને પ્રગતિ નિશ્ચિત છે. તમારા માર્ગ આડેના અવરોધો દૂર થશે. અટકેલાં કામો કામો હવે આગળ વધતાં જોઈ શકશો. સમાજમાં માન-પ્રતિષ્ઠા મેળવશો. વાંચન અને મનન થકી માનસિક બોજ હળવો કરી શકશો. પ્રવાસના યોગો બનશે. દાંપત્યજીવન સુખદ રહેશે. તંદુરસ્તી બાબતે થોડી ચિંતા રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક અશાંતિનું મૂળ નિરર્થક ચિંતાઓ છે તે સમજવું જરૂરી છે. મન વ્યથિત રહેશે. આ સપ્તાહે નાણાકીય ભીડ વર્તાશે. લગ્નઇચ્છુકોએ મનગમતા પાત્ર માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે. પ્રિયપાત્રો સાથે મુલાકાતના યોગ છે. વ્યવહારમાં ઉતાર-ચઢાવવાળો સમય રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ જીવનમાં અતિ મહત્ત્વપૂર્ણ ખરીદી કરવાનો મોકો કદાચ મળશે. છતાં જોઈજાળવીને કામગીરી કરવી જરૂરી છે. નોકરી-ધંધામાં પરિવર્તનના યોગ છે. શેરસટ્ટા કે લોટરીના ચક્કરમાં પડવાનું ટાળશો. અધૂરાં કાર્યો પૂર્ણ થતાં જણાશે. વિદ્યાર્થીઓ માટે આનંદમય સમય છે. દાંપત્યજીવનમાં મતભેદ સર્જાવા શક્યતા રહેશે. સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે.
• મકર (ખ,જ)ઃ પ્રવાસે જવાની ઈચ્છા પરિપૂર્ણ થાય. તંદુરસ્તી બાબતે ચિંતા રહેશે. જોકે માનસિક બોજ હળવો થતો જણાશે. હવે બીજાના દબાણમાં આવીને કામગીરી કરવાના વિચારો ઓછા થશે. સંતાનોના મામલે ચિંતા દૂર થતી જણાય. વાહન ખરીદવા માટે સમય સારો છે. મિત્રો-સ્વજનો તરફથી સહકાર પ્રાપ્ત થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સામાજિક કાર્યોના મામલે થોડી ચિંતા વધે. સંતો-મહાપુરુષો સાથેના સત્સંગનો આનંદ પણ મળશે. વિદ્યાર્થીઓએ મહેનત વધુ કરવી પડશે. પ્રવાસના યોગ છે. દાંપત્યજીવન સુખદ રહેશે. નોકરીમાં પરિવર્તનના યોગ છે. નવા સ્થળે નોકરીની તકો વધશે. વેપાર-ધંધામાં વિસ્તરણના યોગ છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સ્વજનો તથા મિત્રોની મદદથી ઈચ્છિત કાર્યોને વેગ મળતો જણાય. જુદી જુદી પ્રવૃત્તિઓમાં મન વ્યસ્ત રહેશે. તંદુરસ્તી માટે કાળજી રાખજો. સંતાનના પ્રશ્ન મામલે ચિંતા ઘટે. કૌટુંબિક જીવન શાંતિપૂર્ણ રહેશે. ધંધા-વેપારમાં પ્રગતિના ઉજળા સંકેત દેખાય છે.