તા. 11 જૂન 2022થી 17 જૂન 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 10th June 2022 08:44 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહે આપને વિનાકારણ થોડી ચિંતા રહેશે. ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલી ગતિવિધિમાં વ્યસ્ત રહેશો. માન-સન્માન પણ પ્રાપ્ત થશે. તમારા પ્રતિસ્પર્ધી હશે, પણ ફાવશે નહીં. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં બે વખત વિચાર કરવો જરૂરી રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વ્યાપારમાં નફો થશે. કોઈ નવા કાર્યો કરી શકશો. પ્રવાસ-યાત્રાના યોગ છે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન મનથી પ્રફુલ્લિત રહેશો. નાણાકીય સ્થિતિ મધ્યમ રહેશે. આવકના પ્રમાણમાં જાવક વધુ રહેશે. નોકરિયાત વર્ગને બઢતીના યોગો બળવાન છે. સાથી મિત્રોથી અવરોધ રહેશે. વડીલોની મદદ મળી રહેશે. કૌટુંબિક જીવન સારું રહેશે. અંગત સમસ્યાનું નિરાકરણ આવશે. વેપાર-ધંધામાં થોડી મુશ્કેલી રહેશે. મકાન-મિલકત સહિતની પ્રોપર્ટી વધારી શકશો. સંતાનોની ચિંતા રહેશે. વિદ્યાર્થીઓને સારું રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ મનોસ્થિતિ પર નિયંત્રણ જરૂરી. આ સપ્તાહે આપને આકસ્મિક લાભની શક્યતા છે. નાણાકીય સુખ સારું રહેશે. વેપારમાં સફળતા મળશે. જોકે, સામાન્ય નુકસાન થવાની શક્યતા છે. લગ્નજીવન સુખ સારું રહેશે. વિદ્યાર્થી વર્ગે વધુ મહેનત કરવી પડશે. વડીલોપાર્જિત પ્રોપર્ટી સુખ સારું રહેશે. ભાતૃવર્ગ સાથે સામાન્ય વિચાર મતભેદ રહેશે. સંતાનોની મદદ મળી રહેશે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહે ધીરજ રાખીને કામ કરશોતો નુકસાન ટાળી શકશો. થોડું માનસિક ટેન્શન રહેશે. હિંમત રાખશો તો મુશ્કેલીઓ દૂર થશે. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે. નોકરિયાત વર્ગને ઉતાર ચઢાવ રહેશે. વેપાર-ધંધામાં સારું લેણું રહેશે. તંદુરસ્તી સારી રહેશે. સંબંધીઓ અને મિત્રોને મળવાના યોગ બળવાન છે. સંતાનોથી સારું રહેશે. વિવાહના પ્રસંગોમાં સફળતા મળશે. ધાર્મિક કાર્યો થશે.
• સિંહ (મ,ટ)ઃ આ સમય દરમિયાન આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે. ભૌતિક સુખાકારી સારી રહેશે. વ્યાપાર-ધંધામાં વૃદ્ધિ થાય. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. સમાજમાં માન-સન્માન મળે. મનોરંજનના સાધનો વસાવવા ખર્ચ કરશો. પ્રોપર્ટી સુખ સારું રહેશે. વડીલોના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. સંતાનો દ્વારા મદદ મળી રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું રહેશે. મિત્રોની મદદ મળી રહેશે. શેર-સટ્ટાથી દૂર રહેવું.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહ દરમિયાન મક્કમ મનોબળ રાખજો. કોઈ પણ કાર્ય કરતા પહેલાં ધીરજ રાખજો. ઉતાવળે નિર્ણય લેવાથી નુકસાન જવાની શક્યતા રહેશે. વેપાર-ધંધામાં ભાગીદારીથી ઓછું લેણું રહેશે. જાત મહેનતે આગળ આવશો. નોકરિયાત વર્ગને આર્થિક સુખ સારું રહેશે. બેલેન્સરૂપે પણ નાણાકીય સુખ સારું રહેશે. કર્મચારી અને સહયોગીઓ સાથે સંબંધ સારા રહેશે. પ્રવાસના યોગો સારા રહેશે.
• તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન આપના કાર્યોમાં સામાન્ય અવરોધ આવશે. જોકે ધીરજથી કામ કરશો તો સફળતા પામશો. આર્થિક સ્થિતિ સારી રહેશે છતાં જોઈજાળવીને ખર્ચ કરવો. નોકરિયાત વર્ગને સામાન્ય અવરોધો રહેશે. સહકર્મચારીઓ સાથે વિચાર મતભેદ રહેશે. વડીલોની સારી મદદ મળી રહેશે. વાહનસુખ સારું રહેશે. પ્રોપર્ટી વસાવી શકશો. શુભ કાર્યોનું આયોજન થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં માનસિક શાંતિ સારી રહેશે. મહત્ત્વની વ્યક્તિઓ મદદરૂપ બની રહેશે. સામાન્ય નાણાંભીડ રહેશે. બાકી લેણાં પરત આવશે. નોકરી-ધંધામાં સારું રહેશે. નોકરીમાં આગળ વધવાના યોગો બળવાન બનશે. અતિ વિશ્વાસુ ન બની રહેશો. સંતાનો પ્રત્યે ધ્યાન આપવું. દામ્પત્યજીવન સારું રહેશે. કુટુંબની મદદ મળી રહેશે. પ્રોપર્ટીની ચિંતા રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન થોડી માનસિક ભાર રહેશે. છતાં ધીરજ અને મક્કમતાથી કામગીરી કરશો તો મુશ્કેલી દૂર થશે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. ધંધામાં સારી સફળતા મળી શકશે. વડીલોનો સહયોગ સારો મળી રહેશે. કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ આવતો જણાશે. સામાન્ય વિચારભેદ રહેશે. ગૃહજીવનમાં આનંદ અને ઉત્સાહ રહેશે. આરોગ્ય સારું રહેશે.
• મકર (ખ,જ)ઃ ચિંતાનો ભાર દૂર થાય. આર્થિક પ્રશ્નો હલ થશે. મકાન-મિલકતના મામલે પરિસ્થિતિ યથાવત્ રહેશે. આળસ કરવાથી નુકસાન થવાની શક્યતા રહેશે. સંપત્તિની વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. વેપારી વર્ગને સારી સફળતા મળશે. આરોગ્યની કાળજી રાખવી. કોર્ટ-કચેરીના નિર્ણયો મહત્ત્વના સાબિત થશે. કૌટુંબિક સાથ-સહકાર સારો મળી રહેશે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ સપ્તાહ ઉત્સાહજનક પસાર થશે. નાણાકીય સુખાકારી સારી રહેશે. નોકરિયાત વર્ગને બઢતીના યોગો બળવાન બનશે. મિત્રોથી સાવધાની રાખવી. ઉતાવળા સાહસથી દૂર રહેવું. જોકે, આવકના પ્રમાણમાં ખર્ચ રહેશે. મકાન-મિલકતના કાર્યો માટે સારી તકો મળશે. નાણાકીય લેવડદેવડ જોઈજાળવીને કરવી. વડીલોની ચિંતા રહેશે. સંતાનોની મદદ મળી રહેશે.

• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં તમારું ધાર્યું કામ પાર પડશે. મન પ્રફુલ્લિત રહેશે. માનસિક ચિંતાનો ભાર હળવો થશે. નાણાકીય સમસ્યા હલ થશે. ધંધા-વ્યાપાર ક્ષેત્રમાં સામાન્ય અવરોધ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સમય સારો રહેશે. કુટુંબના સભ્યોનો સહકાર સારો મળી રહેશે. આર્થિક સુખાકારી સારી રહેશે. નોકરિયાત વર્ગને કામકાજનો બોધ વધતો જણાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter