તા. 11 નવેમ્બર 2023થી 17 નવેમ્બર 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 10th November 2023 08:52 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. તમારો આત્મવિશ્વાસ અને મહત્ત્વકાંક્ષા જ તમારી ઇચ્છાપૂર્તિના દ્વાર ખોલશે. નાણાકીય દૃષ્ટિએ સમય તમારી તરફેણમાં રહેશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં લાભકારક સમય છે. તમારાથી નારાજ લોકો પણ આ સમય દરમિયાન તમારા નિર્ણયની પ્રસંશા કરશે. વિદ્યાર્થી વર્ગને શુભ સમાચાર મળશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં થોડો વિલંબ સર્જાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય આપનો વ્યસ્ત પસાર થાય. વ્યવસાયિક અથવા કૌટુંબિક બાબતોમાં વ્યસ્તતા વધશે. જીવનમાં પોતાના અનુભવ દ્વારા શીખ લેવાનો સમય છે. કોઈના પર આંધળો વિશ્વાસ મૂકવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. નોકરિયાત વ્યક્તિને કોન્ટ્રાક્ટ ઉપર વધુ કામ મળવાના યોગ છે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. પ્રવાસથી લાભ થાય. વિદ્યાર્થીઓને માટે સમય કસોટીપૂર્ણ સાબિત થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ વાદવિવાદ ટાળવા માટે વાણી-વર્તનને કાબૂમાં રાખવા જરૂરી છે. સમયને તમારા પક્ષમાં લેવા માટે તમારા શબ્દો પર ખાસ ધ્યાન આપશો. લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીથી છૂટકારો મળી શકશે. વ્યવસાયમાં પરિસ્થિતિને અનુકૂળ થઈ કાર્ય કરવું હિતાવહ રહેશે. નાણાકીય રીતે થોડોક રાહતજનક સમય છે. સંતાનનાં લગ્ન અંગેની ચિંતા હવે દૂર થાય. નોકરીમાં બઢતી પ્રાપ્ત થાય. સ્વાસ્થ્ય સંબંધી થોડી સમસ્યાઓ રહેશે.
• કર્ક (ડ,હ)ઃ આ સમય દરમિયાન આપના વ્યવહારમાં ચિડીયાપણું અને ગુસ્સો તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. આથી આ ખામીઓને સુધારી એકાગ્ર મનથી કાર્ય કરવું હિતાવહ રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં નવીન યોજનાઓ પર કામ શરૂ કરી શકશે. કોઈ નજીકની વ્યક્તિની સલાહ અને સહયોગ તમારા વ્યવસાયમાં ફાયદાકારક અને ઉન્નતિકારક સાબિત થશે. નાણાકીય ક્ષેત્રમાં પણ આપને ફાયદો થાય. અટવાયેલાં નાણાં પરત મળે. વિદ્યાર્થીઓએ કપરી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું. કોર્ટ-કચેરીના કાર્યમાં વિજય નજીક આવતો દેખાય.
• સિંહ (મ,ટ): આ સમય તમને કેટલાક ખાસ લોકોને મળવાની તક આપશે, જે ફાયદાકારક રહેશે. આ તકોનો યોગ્ય લાભ લેશો. ધંધાકીય કાર્યવ્યવસ્થામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માટે સમય યોગ્ય નથી. જે બાબતો અત્યારે હલ કરવી મુશ્કેલ લાગે છે તેના વિશે વિચારવાનું છોડી અન્ય કામમાં ધ્યાન આપો. બદલાતા હવામાનને કારણે પ્રતિકૂળ આહાર અને વ્યવહાર ટાળવો જરૂરી. તમારી પોતાની બેદરકારીને કારણે તમને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય દરમિયાન ખોટા વાદવિવાદ કે ચર્ચામાં ઉતરવાનું ટાળજો નહીં તો ગેરસમજના ભોગ બનશો અને નુકસાનીનો સામનો કરવો પડશે. આપના ગુસ્સાને પણ નિયંત્રણમાં રાખવાનું સૂચન છે. આર્થિક ક્ષેત્રમાં થોડી રાહત વર્તાશે. ના નફો - ના નુકસાનનો સમય છે. વ્યવસાયિક કામગીરીમાં પણ ખૂબ ધ્યાન રાખીને આગળ વધવું જરૂરી. ભાગીદારીમાં ન પડવું. નોકરીમાં આ સમય મિશ્ર ભાવવાળો રહેશે. વિદ્યાર્થીઓને માટે આવનાર સમય સારો રહેશે. જોકે ખૂબ મહેનત થકી જ સફળતા પ્રાપ્ત કરી શકશે.
• તુલા (ર,ત)ઃ આ સમય મધ્યમ રહેશે. થોડી વિનાકારણની ચિંતાઓને કારણે માનસિક અસ્વસ્થતા પણ અનુભવાય. આર્થિક ક્ષેત્રમાં થોડી રાહત રહે. ફસાયેલા નાણાં કે કોઈ આકસ્મિક લાભ મેળવી શકશો. નોકરીના ક્ષેત્રમાં આપને સરકારી કામગીરી બાબતે થોડું વધુ સાવચેત રહી કામ કરવાનું સૂચન છે. અહીં પ્રવાસ-પર્યટનથી થોડી રાહતનો અનુભવ કરાવશે. સંતાનોના કરિયર સંબંધી પ્રશ્નોનો ઉકેલ મળતો જણાશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આસપાસનું વાતાવરણ અને નજીકના વ્યક્તિઓની મદદને કારણે માનસિક શાંતિ અને સ્વસ્થતાનો અનુભવ કરી શકશો. આપના ઘરમાં પણ સુખ-શાંતિનો માહોલ ઊભો થાય. નાણાકીય દૃષ્ટિએ ખાસ મુશ્કેલી હોય તો એ દૂર થાય. સમય લાભકારક પુરવાર થાય. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી શકશો. બેકીંગ ક્ષેત્રમાં તેજીનું વાતાવરણ ઊભું થતાં આપના વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓ માટે આ સમય સારું પરિણામ આપનારો છે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આપનો આ સમય થોડી મુશ્કેલીવાળો રહેશે. જોકે આપના વિરોધીઓ પર વિજય મેળવી શકશો. આથી થોડી સ્વસ્થતા અને શાંતિ અનુભવશો. આર્થિક દૃષ્ટિએ થોડું વધુ ધ્યાન રાખીને આગળ વધવું જરૂરી છે. નહીં તો નુકસાની ભોગવવાનો સમય આવી શકે છે. નોકરી-વ્યવસાયમાં તકનો લાભ લેશો તો ફાવશો. શેરસટ્ટાથી દૂર રહેવું જરૂરી. કોર્ટ-કચેરીના બાબતે આપના માટે સમય નુકસાનીવાળો રહેશે. વિદ્યાર્થીઓને કારકિર્દી સંબંધિત પ્રશ્નો હોય તો તે દૂર થાય.
• મકર (ખ,જ)ઃ આ સમય આપનો મિશ્રભાવવાળો સાબિત થાય. એક તરફ આનંદ-ઉલ્લાસનું વાતાવરણ રહે. જ્યારે બીજી બાજુ થોડી ચિંતા-અકળામણ અનુભવાય. વાણી-વર્તનમાં ખૂબ સાચવવું જરૂરી છે. નહીં તો આપની પ્રતિષ્ઠામાં ડાઘ લાગવાના ચાન્સિસ છે. નોકરી-વ્યવસાયમાં પણ બઢતી-બદલીના પ્રસંગો ઊભા થઈ શકે છે. વ્યવસાયમાં આપના વડીલો તેમજ કોઈ જાણકાર વ્યક્તિની સલાહથી આગળ વધવું. અહીં કોર્ટ-કચેરીના કાર્યોમાં આપના તરફી ચુકાદો આવતા થોડીક રાહતનો અનુભવ થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ અટવાયેલા, ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ આ સમય દરમિયાન મેળવી શકશો. ચિંતા-અકળામણની સ્થિતિમાંથી બહાર આવી શકશો. અટવાયેલાં ઉઘરાણીના નાણાં પણ અહીં પરત મળતાં આપની આર્થિક સદ્ધરતામાં વધારો કરી શકશો. ધંધા-વેપારમાં નવા ક્ષેત્રમાં ઝંપલાવવાની ઇચ્છા ધરાવતા હો તો સમય ઉત્તમ રહેશે. વિદ્યાર્થી વર્ગ ખુશીના સમાચાર મેળવશે. આપના કૌટુંબિક પ્રસંગો કે માંગલિક પ્રસંગોનું આયોજન થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય લાભદાયક પુરવાર થાય. પ્રગતિ અને સફળતા આપના કદમ ચૂમશે, જેના કારણે સમાજમાં નામ રોશન કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં બઢતીના યોગ છે. વ્યવસાયમાં નવા રોકાણો લાંબા ગાળે ફાયદો અપાવશે. રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિઓ માટે સમય બળવાન છે. કોર્ટકચેરીના અટવાયેલા કાર્યો અહીં પૂર્ણ થાય. આપનો વિજય થાય. ધાર્મિક સ્થળોનો પ્રવાસ મનને શાંતિ અપાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter