તા. 12 એપ્રિલ 2025થી 18 એપ્રિલ 2025 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 11th April 2025 05:43 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સમયની કિંમતને ઓળખો. યોગ્ય સમયે કામ ન કરવાથી તમારું જ નુકસાન થશે. આર્થિક રીતે સમય થોડો મધ્યમ રહેશે. વ્યવસાયને વધારવા માટે નવી યોજનાઓ બનાવવી જરૂરી. નોકરિયાતને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાન પર ફોકસ કરવું ફાયદાકારક રહેશે. મકાન-મિલકતના રીપેરીંગ કામકાજમાં સફળતા મેળવી શકશો.

• વૃષભ (બ,વ,ઉ)ઃ કાર્ય કરતી વખતે ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ થઈને કામગીરી કરશો તો સફળતા મેળવી શકશો. આર્થિક રીતે હવે સમય સારો રહેશે. બાકી નીકળતાં નાણાં પરત મેળવી શકાય. વ્યવસાય-નોકરીમાં તમારા સહકર્મચારીઓ સાથે કામની રકઝકમાં પડશો નહીં. નહીં તો સંબંધોમાં દરાર આવી શકે છે. મકાન રિનોવેશન-રિપેરીંગના કામમાં કાળજી રાખવી જરૂરી.

• મિથુન (ક,છ,ઘ)ઃ જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ પછી હવે થોડો સ્થિર સમય જોવા મળશે. માનસિક અસ્વસ્થતા ઓછી થાય. તમારા કેટલાક મુખ્ય કાર્યોનો હવે સફળતાપૂર્વક ઊકેલ લાવી શકશો. આર્થિક સ્થિતિ ધીરે-ધીરે મજબૂત બનતી જોવા મળે. જોકે હજી થોડા ખર્ચાઓ ઉપર સંયમ રાખશો તો ફાવશો. વ્યવસાયમાં કાર્ય સાથે કોઈ છેડછાડ કરશો નહીં. કોર્ટ-કચેરીના કાર્યમાં હવે રાહત મળતી જણાશે.
• કર્ક (ડ,હ)ઃ કોઈ કારણથી તમારું મન મૂંઝાયેલું જોવા મળે. અસલામતી અનુભવાય. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કોઈ અંગત વ્યક્તિની મદદ લઈ શકો છો. તમારા મનની વાત કોઈના સાથે શેર કરો. નોકરીમાં કોઈ ખાસ પ્રોજેક્ટ્સ ઉપર તમારા મંતવ્યો અને કૌશલ્યો બતાવી શકો છો. આર્થિક સ્થિતિ હવે વધુ સદ્ધર બનતી જણાશે. ઇમિગ્રેશનની બાબતમાં કોઈના પર એકદમ વિશ્વાસ મૂકી કામગીરી કરશો નહીં.

• સિંહ (મ,ટ): કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તેનું નેગેટિવ અને પોઝિટિવ પાસું ચકાસી લેશો. અજાણ્યા લોકો ઉપર તરત વિશ્વાસ મૂકવો નહીં. નાણાંકીય જોગવાઈ કરવા માટે દોડધામ કરવી પડે. વ્યાપાર-વિસ્તારની યોજના વિચારતા હો તો હવે સમયની સાનુકૂળતા થાય. પારિવારિક વાતાવરણ ખુશમિજાજ રહેશે. માંગલિક પ્રસંગો યોજાય. નોકરિયાત વ્યક્તિઓને કામ બાબતોમાં ચિંતા વધતી જોવા મળે. મકાન રિપેરીંગની ઉજળી શક્યતા. પૂર્વ નિર્ધારિત યોજના અનુસાર આગળ વધી શકશો.

• કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક સુખ-શાંતિ જળવાયેલાં રહે. તમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધુ મજબૂત બનાવી શકશો. કોઈ ખાસ કાર્યમાં પણ સફળતા હાંસલ કરશો. ભાઈભાંડુ સાથે ખુશીની પળો માની શકાશે. આર્થિક બાબતોની ચિંતા હવે દૂર થતી જણાશે. આમ છતાં જોઈજાળવીને ખર્ચા કરશો. નોકિરયાત લોકો નવી જગ્યાઓ પર પોતાનું કૌશલ્ય બતાવવી શકશે.

• તુલા (ર,ત)ઃ આર્થિક ચિંતાઓને કારણે કેટલાકં નિર્ણયો લેવામાં મુશ્કેલી જણાશે. મિલકત સંબંધિત વ્યવહારો સાચવીને કરશો તો મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. નવી નોકરીની શોધખોળ હવે પૂરી થતી જણાય. કોઈ સારી ઓફર આવે. વ્યવસાયિક કામગીરી હવે પૂરા જોશ સાથે આગળ વધી શકશે. પરિવાર અને વ્યવસાયિક મામલાને એકબીજાથી અલગ રાખશો તો શાંતિ જળવાઈ રહેશે.

• વૃશ્ચિક (ન,ય)ઃ તમારા મનની ઇચ્છાઓને વ્યક્ત કરો. મનમાંને મનમાં મૂંઝાશો નહીં. નકારાત્મક વિચારસરણી હવે બદલવી જરૂરી. નાણાકીય રીતે હવે તમારી મશ્કેલીઓને દૂર કરવા માટેના યોગ્ય પગલાં લેવાં જરૂરી રહેશે. ભવિષ્યનું વિચારીને ખર્ચાઓ કરો. વ્યાપાર-નોકરીમાં વધુ ચોકસાઈ જરૂરી. કોઈ પણ જાતના નિર્ણય લેતાં પહેલાં એના પર પૂરતો અભ્યાસ કરીને આગળ વધો. સામાજિક અને રાજકીય ગતિવિધિ વધશે.

• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ જે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છો એમાંથી બહાર નીકળવા માટેના રસ્તાઓ શોધવામાં હવે સફળતા મળશે. જે વ્યક્તિઓ સાથે કામકાજ કરી રહ્યા છો એ કદાચ તમને સાથ ના આપે, પરંતુ તમારું કાર્ય પૂર્ણ કરી શકશો. સ્વાસ્થ્યની બાબતે જોઇએ તો આંખ સંબંધિત સામાન્ય તકલીફ જોવા મળે. નોકરી-વ્યવસાયમાં નાની નાની દરેક બાબતોમાં ધ્યાન રાખીને કામગીરી કરવી જરૂરી. જીવનસાથી સાથે સુખદ પળ વિતાવી શકશો. નાનો પ્રવાસ પણ કરી શકો છો.
• મકર (ખ,જ)ઃ જીવનમાં દરેક બાબતમાં અનુશાસન અને શિસ્ત જરૂરી છે. જો આ બાબતો પૂરતું ધ્યાન નહીં આપો તો પરિસ્થિતિ ડામાડોળ બની જશે. વ્યવસાયિક રીતે નવી કામગીરી ચાલું કરતાં પહેલાં દરેક બાબતની પૂરેપૂરી જાણકારી મેળવી લેજો. જીવનસાથી સાથે સંબંધોનો તાલમેલ મેળવવાની જવાબદારી તમારા પર રહેશે.

• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સ્વાસ્થયને કારણે હવે દિનચર્યામાં થોડોક ફેરફાર જરૂરી રહેશે. નિયમિત કસરત, યોગ્ય આહાર તેમજ ચિંતન થકી પરિસ્થિતિમાં સુધાર લાવી શકાય. વધુ પડતું કામનું ભારણ હવે છોડવું જરૂરી. નાણાકીય મામલે મુશ્કેલી જણાતી નથી. પરિવાર સાથે વધુમાં વધુ સમય પસાર કરો. વ્યાપારમાં કોઈ નવી યોજના હમણાં શરૂ કરશો નહીં. જે કામગીરી પેન્ડિંગ છે તે પહેલાં પૂરી કરીને આગળ વધવાનું વિચારજો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ નકારાત્મક વિચારને ખંખેરી સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી. થોડું આત્મચિંતન પણ જરૂરી રહેશે. નોકરીમાં મહત્ત્વપૂર્ણ સંપર્ક કેળવી શકશો, જે તમારા માટે ફાયદાકારક પુરવાર થશે. પરિવારના સભ્યો સાથે આનંદનો સમય પસાર થાય. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી તકલીફ રહેશે, પણ તે કામચલાઉ હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter