વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સમય તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ મોકળો કરશે. તકને ઝડપી લેશો તો ફાવશો. સપ્તાહ દરમિયાન થોડી વધુ પારિવારિક જવાબદારી તમારા શીરે રહેશે. નાણાકીય મામલે થોડી ચિંતા રહેશે. ખર્ચાઓની પૂરતી માટેના નાણાંની જોગવાઈ કરવા માટે ખૂબ મહેનત કરવી પડે. વ્યવસાય- ઉદ્યોગમાં કોઈપણ જાતના આર્થિક કે કાયદાકીય નિર્ણય લેવામાં ઉતાવળ કરશો નહીં. વિદ્યાર્થીઓ માટે સમય સફળ પુરવાર થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન ભવિષ્યના કેટલાક કાર્યો માટે જે શરૂઆત ઇચ્છતા હશો એ શક્ય બની શકે છે. તમારા ફસાયેલા નાણાં પરત મળતા આર્થિક રીતે થોડી રાહત અનુભવશો. વ્યવસાયિક ક્ષેત્રે નવી ભાગીદારીથી લાભ મેળવી શકશો. નોકરીમાં કામની થોડી વધુ જવાબદારી રહેશે. પરિવાર સાથે થોડો સારો સમય પસાર કરી શકશો. મહત્ત્વના કામકાજો પૂર્ણ થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય થોડો કસોટી કરે તેવો જણાય. જે સમસ્યાના ઉપાય શોધવા માંગો છો એ હજી વણઉકેલ જ રહેતી જણાશે. જોકે કોઈ યોગ્ય વ્યક્તિની સલાહથી આગળ વધશો તો થોડી ઘણી રાહત અનુભવશો. કાર્યક્ષેત્રે તમારા પ્રયત્નો ચાલુ રાખશો. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. આર્થિક સ્થિતિમાં સુધારો થતો જોવા મળે. જીવનસાથી સાથેના મતભેદ દૂર થાય.
• કર્ક (ડ,હ)ઃ સરકારી કામકાજ સાથે જોડાયેલા કે રાજકારણમાં હોય એવા વ્યક્તિઓ માટે થોડો વિપરિત સમય પસાર થાય. થોડું ટેન્શન વધતું જોવા મળે. જેની આડઅસર સ્વાસ્થ્ય ઉપર પણ જોઈ શકાય. નાણાકીય બાબતોમાં આવક-જાવકનું પ્રમાણ યથાવત્ રહેશે. મકાન-વાહનની ખરીદી બાબતમાં હજી થોડો સમય રાહ જોવી પડશે. કોર્ટકચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં રહેશે, પરંતુ નુકસાની પણ ભોગવવી પડશે.
• સિંહ (મ,ટ): સપ્તાહ દરમિયાન આપના ગ્રહોની પરિસ્થિતિ સાનુકૂળ બનતી જોઈ શકશો. અજાણી વ્યક્તિ સાથેની મુલાકાત જીવનભરનું સંભારણું બની શકે છે. આર્થિક બાબતોમાં થોડી વધુ ચોકસાઈ રાખીને કામગીરી કરવી જરૂરી છે. વ્યવસાયમાં કોઈના ઉપર અતિવિશ્વાસુ બનીને કામ સોંપી દેવું નહીં. નુકસાન તમારે જ સહન કરવું પડે. નોકરીમાં જગ્યાની ફેરબદલી અથવા તો ઇન્ટરવ્યુની તૈયારી કરતા હો તો સફળતાના યોગ છે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ પારિવારિક ઝઘડા મોટું સ્વરૂપ ધારણ ના કરે તેની ખાસ કાળજી તમારે જ રાખવી પડેશે. નહીં તો વિવાદ ઓર વધી શકે છે. કાર્ય સંબંધિત લક્ષ્ય સમયસર પુરા કરવા માટે ભાગદોડ વધી જાય. કામનું પ્રેશર પણ વધતું જણાય. વ્યવસાયિક રીતે કોઈ નવા રોકાણો તેમજ નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થઈ શકવાની સંભાવના છે. જોકે કાયદાકીય દાવપેચમાંથી પણ પસાર થવું પડે. નાણાકીય મામલે સમય મધ્યમ રહેશે.
• તુલા (ર,ત)ઃ કોઈપણ નિર્ણય ઉતાવળે લેવાના બદલે થોડું શાંત ચિત્ત રાખીને લેશો તો તમે પરિણામ પણ લાભદાયી મેળવી શકશો. જમીન-મકાનને લગતા કામકાજમાં દસ્તાવેજ સંબંધિત કાર્યવાહી પણ ધ્યાનથી કરશો. નાણાકીય મામલે સમય તમને સાથ આપશે. ફસાયેલા નાણાં પાછા મેળવી શકશો. નોકરી- વ્યવસાયમાં કામને કારણે એકથી બીજી જગ્યાએ ભાગદોડમાં વધારો જોવા મળે.
• વૃશ્ચિક (ન,ય)ઃ તમે ક્ષમતા કરતાં પણ વધુ કામગીરી કરી રહ્યા છો જેના કારણે શરીર તેમજ મનથી પણ થાકનો અનુભવ થાય. થોડો રાહતનો શ્વાસ લો અને જરૂર પૂરતી કામગીરી કરો. નોકરિયાત વ્યક્તિઓને ઉપરી અધિકારી સાથેના સંબંધોમાં હવે વધુ સુમેળ જોવા મળે. વ્યવસાય-ઉદ્યોગમાં રોજબરોજના કાર્યો પર પણ ધ્યાન આપવું જરૂરી રહેશે. કાયદાકીય દાવપેચમાંથી બહાર નીકળવા માટેના રસ્તાઓ ખુલ્લા થતાં જોઈ શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ જીવનમાં ઘણા ઉતારચઢાવ પછી હવે થોડો સ્થિર સમય જોઈ શકશો. જેથી માનસિક અવસ્વસ્થતા ઓછી થાય. તમારા કેટલાક મુખ્ય કાર્યોનો હવે સફળતાપૂર્વક ઉકેલ લાવી શકશો. આર્થિક સ્થિતિ ધીરે ધીરે મજબૂત બનતી જોવા મળે. જોકે ખર્ચાઓ ઉપર હજી થોડો વધુ સંયમ રાખશો તો ફાવશો. નોકરી-વ્યવસાયમાં તમારા કાર્ય સાથે કોઈ છેડછાડ કરશો નહીં. કોર્ટ-કચેરીના કાર્યોમાંથી હવે રાહત મળશે.
• મકર (ખ,જ)ઃ સ્વાસ્થ્યને કારણે હવે દિનચર્યામાં થોડોક ફેરફાર જરૂરી બનશે. નિયમિત કસરત, પૌષ્ટિક આહાર તેમજ મનન-ચિંતન થકી પરિસ્થિતિમાં સુધારો લાવી શકાય. વધુ પડતું કામનું ભારણ હવે છોડી દો. નાણાકીય રીતે કોઈ મુશ્કેલી અહીં જણાતી નથી. પરિવાર સાથે વધુમાં વધુ સમય પસાર કરો. વ્યાપારમાં કોઈ નવી યોજના હમણાં શરૂ કરશો નહીં. જે કામગીરી પેન્ડિંગ છે તે પહેલાં પૂરી કરીને આગળનું વિચારજો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારી મનની ઇચ્છાઓને વ્યક્ત કરો. મનમાંને મનમાં મુંઝાશો નહીં. નકારાત્મક વિચારસરણી હવે બદલવી જરૂરી. નાણાકીય બાબતે હવે તમારી મુશ્કેલીઓને દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી રહેશે. આગળનું વિચારીને ખર્ચાઓ કરો. વ્યાપાર-નોકરીમાં તમારી કામગીરીમાં વધુ ચોકસાઈ જરૂરી છે. કોઈ પણ જાતના નિર્ણયો લેતાં પહેલાં એના પર પૂરતો અભ્યાસ કરીને આગળ વધો. સામાજિક અને રાજકીય સક્રિયતામાં વધારો થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ નાણાકીય ચિંતાઓને કારણે કેટલાક નિર્ણયો લેવાનું મશ્કેલ બનશે. મિલકત સંબંધિત વ્યવહારોને સાચવીને કરશો તો મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. નવી નોકરીની શોધખોળ હવે પૂરી થતી જણાય. કોઈ સારી ઓફર આવે. વ્યવસાયિક કામગીરી હવે પૂરા જોરમાં આગળ વધી શકશે. પરિવાર અને વ્યવસાયિક મામલાને એકબીજાથી અલગ રાખશો તો શાંતિ જળવાઈ રહેશે.