તા. 13 ઓગસ્ટ 2022થી 19 ઓગસ્ટ 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 12th August 2022 06:36 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં નવીન તકો મળતા આપના વિકાસ અને પ્રગતિ માટેના માર્ગ ખુલે. અગત્યના કામ પાર પાડી શકાય. નાણાકીય રીતે પરિસ્થિતિ અનુકૂળ થતી જોવા મળશે. તમારા ખર્ચાઓને પહોંચી વળવા માટેની યોગ્ય વ્યવસ્થા થઈ શકશે. ધંધાકીય ક્ષેત્રમાં ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. વિરોધીઓ હવે થોડા શાંત થાય. કૌટુંબિક રીતે થોડી જવાબદારી વધે. સ્નેહી-સ્વજન તરફથી માનપાન મેળવશો. નોકરિયાતો પ્રગતિના પંથે આગળ ધપશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આપની હાથ ધરેલી પ્રવૃત્તિ માટે જરૂરી મદદ ઊભી કરવામાં સફળ થશો. માનસિક ચિંતાઓ ઓછી થાય. આર્થિક રીતે બાકી નાણાં પરત મળતા થોડી રાહત થાય. જોકે, બિનજરૂરી ખર્ચ ઉપર કંટ્રોલ રાખવો જરૂરી રહેશે. નોકરિયાત વર્ગ માટે સમય થોડોક મિશ્ર છે. વ્યવસાયમાં લાભ થાય પરંતુ સામે એવી દોડધામ પણ કરવી પડશે. જીવનસાથી સાથે મતભેદો હશે તો દૂર થશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારી આસપાસની પરિસ્થિતિ હવે સુધરતી જોવા મળે. મનની મૂંઝવણો દૂર થાય. સમય હવે તમારા પક્ષમાં થતો જોઈ શકશો. કામગીરીમાં પણ સફળ થઈ શકશો. આર્થિક મુદ્દે હવે તમારી ચિંતા દૂર થાય. નવી આવક ઊભી કરવા માટેનો માર્ગ મોકળો થાય. નોકરી-વ્યવસાયમાં સાનુકૂળ તક પ્રાપ્ત કરશો, જે તમને લાભદાયક રહેશે. નવી કોઈ જવાબદારી આવશે પરંતુ તમે એને સારી રીતે નિભાવી શકશો.
• કર્ક (ડ,હ)ઃ સમય હજી થોડી અકળામણ અને બેચેનીનો અનુભવ કરાવશે. વિના કારણ કાર્યપૂર્તિમાં વિલંબ થતો જોવા મળે. નાણાંકીય ભીડ સહન કરવી પડે. બધી બાજુથી પરિસ્થિતિ વિપરિત જોવા મળે, પરંતુ હિંમત હાર્યા વગર ધીરજથી કામ લેશો તો આ બધામાંથી સફળતાપૂર્વક બહાર આવી શકશો. વ્યાપાર-નોકરીના સ્થળે બિનજરૂરી જીભાજોડીમાં ન ઉતરવા સલાહ છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં હમણાં કોઈ પણ જાતની ઉતાવળ કરશો નહીં.
• સિંહ (મ,ટ)ઃ મુશ્કેલીમાંથી બહાર નીકળવાના રસ્તા મેળવશો. મનની મુરાદો પુરી થતી જણાય. આર્થિક પ્રગતિ થતી જોવા મળે. લાંબા સમયથી અટકેલા લાભ હવે મેળવી શકશો. જમીન-મકાનને લગતા વિવાદો હવે દૂર થાય. નોકરિયાત વર્ગને બઢતીના ચાન્સિસ રહેશે. વિદ્યાર્થીઓ જે પરિણામોની રાહ જોઈ રહ્યા હતા હવે તેમાં ખુશીના સમાચાર પ્રાપ્ત થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ કામ કરવામાં થોડી આળસ અનુભવશો, પરંતુ ભાવુક બનીને નિર્ણય લેશો તો તમારે જ સહન કરવું પડશે. વ્યવસાયિક રીતે પણ દરેક કાર્યોમાં જોઈજાળવીને આગળ વધવાનું સલાહભર્યું રહેશે. નોકરિયાત વર્ગને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂરી તૈયારી રાખવી. અસમંજસની સ્થિતિમાં કોઈ યોગ્ય સલાહકારની મદદ લઈ આગળ વધવું. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ સતાવશે.
• તુલા (ર,ત)ઃ નકારાત્મક વિચારોને ખંખેરી, થોડું મનન-ચિંતન કરીને યોગ્ય દિશામાં આગળ વધો. ખોટી ચિંતા કર્યા વગર તમારા વર્તમાનને ઉજ્જવળ બનાવશો તો ભવિષ્ય આપોઆપ ઉજ્જવળ થશે. આર્થિક રીતે યોગ્ય બજેટ બનાવીને કામગીરી કરવી. કરિયરને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ યોગ્ય વ્યક્તિની સાથે ચર્ચા-વિચારણા કરવાથી ફાયદો થાય. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી વધુ કાળજી રાખવી.
• વૃશ્ચિક (ન,ય)ઃ ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં બિરાજમાન છે. જે તમને ભરપૂર ઊર્જા અને આત્મવિશ્વાસ આપી રહી છે, જેનો પૂરેપૂરો ઉપયોગ કરશો તો સફળતા તમારા કદમ ચૂમશે. જોકે, સાથે તમારો આત્મવિશ્વાસ અભિમાનમાં ન બદલાય જાય એનું પણ ધ્યાન ખાસ રાખશો. આર્થિક ક્ષેત્રે અણધારી સફળતા હાંસલ થાય. નોકરી-વ્યવસાયમાં તમારી કાર્યપદ્ધતિના વખાણ થતાં જોઈ શકશે. ભાગીદારીથી ફાયદો મેળવી શકશો. નવા રોકાણો પણ થાય. મકાન ખરીદવાની ઈચ્છા પૂર્ણ થતી જોઈ શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારી આસપાસની વ્યક્તિઓ ઉપર એકદમ વિશ્વાસુ બની કામગીરી સોંપશો નહીં. ખોટી વ્યક્તિ સાથેની મિત્રતા તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે તાલમેલ જાળવી રાખવાના તમારા પ્રયત્નો સફળ થાય. આર્થિક રીતે રાહતના સમાચાર મળે. નોકરી-વ્યવસાયમાં પરિસ્થિતિને સાનુકૂળ બનાવવા માટે થોડી વધારે મહેનત કરવી પડશે. પ્રવાસનું આયોજન કરવામાં સફળ થશો.
• મકર (ખ,જ)ઃ દરેક કામ ચોક્સાઈ અને પારદર્શિતા સાથે કરશો તો વધુ સફળતા પ્રાપ્ત કરી શકશો. નાણાકીય લેવડદેવડમાં ખાસ કરીને વધુ ચોક્સાઈ રાખજો. શેરબજારમાં જોઈ-જાળવીને કામગીરી કરવી. નોકરિયાત વ્યક્તિઓને પાછલા અનુભવથી શીખ લઈને નવેસરથી શરૂઆત કરવી. વ્યવસાયિક કામગીરીઓમાં સકારાત્મક ફેરફારો જોઈ શકશો. નવી યોજનાઓ સફળ થાય.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ નક્કામા વિચારોને મનમાંથી કાઢી નાંખો. ક્યારેક ખોટા વિચારો કરવામાં મહત્ત્વપૂર્ણ તકો હાથમાંથી જતી રહી શકે છે. તણાવ તેમજ અંગત સમસ્યાઓને કાર્યક્ષેત્રથી દૂર રાખો. આર્થિક મામલે નિર્ણયો લેતા વખતે ખૂબ ચોક્સાઈ રાખો. બાકી નાણાં પરત મેળવવા માટે હજી વધુ મહેનત કરવી પડશે. વ્યવસાયિક કામગીરીમાં કાર્યની શરૂઆત કરતાં પહેલાં યોજનાબદ્ધ રીતે વિચારીને આગળ વધવું. સ્વાસ્થ્ય માટે પણ થોડું સજાગ રહેવું.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય દરમિયાન થોડો ઉચાટ-અકળામણ અનુભવાય. એમાંથી બહાર આવવા માટે થોડાં બીજા કાર્યોમાં મન લગાવશો તો હળવાશ અનુભવશો. આર્થિક સ્થિતિ થોડી વધારે મજબૂત બનતી જોઈ શકશો. જે તમારી ચિંતાઓને થોડાઅંશે દૂર કરવામાં મદદરૂપ બનશે. વ્યવસાયમાં કોઈ નવી કામગીરી શરૂ કરી શકવામાં સફળ થશો. પાર્ટનરશીપથી ફાયદો થાય. પરિવાર માટે થોડો સમય કાઢી આનંદની ક્ષણો વિતાવશો તો પરિવારના સભ્યો પણ ખુશ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter