તા. 13 જુલાઇ 2024થી 19 જુલાઇ 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 12th July 2024 06:13 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન આપના અટવાયેલા કાર્યો આગળ વધશે. આપના નિર્ણયો સફળ થાય. આર્થિક રીતે તમારી જે મૂંઝવણો હતી એમાંથી બહાર નીકળવાના રસ્તા પ્રાપ્ત કરી શકાય. વ્યવસાયના ક્ષેત્રમાં જે કોઈ પરેશાનીઓ હોય એને દૂર કરવા માટે યોગ્ય વ્યક્તિઓની સલાહ લઈ આગળ વધવું, નહીં તો મુશ્કેલીમાં વધારો થાય. નોકરી-કરિયર રિલેટેડ બાબતોમાં માતાપિતાના સહયોગ થકી સફળ થઈ શકશો. નાના પ્રવાસની યોજનાઓ સફળ થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં થોડી વધુ સાવચેતી રાખીને નિર્ણયો લેવાની સલાહ રહેશે. અંગત વ્યક્તિઓ સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે. આથી વાણીવ્યવહાર પર કાબૂ રાખવો જરૂરી છે. આર્થિક રીતે કોઈ ખાસ મુશ્કેલી જણાતી નથી. નવીન રોકાણો માટેની યોજના બનાવી શકાય. વ્યવસાય-ઉદ્યોગમાં ઘણી સારી પ્રગતિકારક તકો મેળવી શકાય. સરકારી કામગીરીમાં થોડી ઘણી રુકાવટ બાદ પૂર્વનિર્ધારિત કાર્યો પાર પાડી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ મિશ્ર પરિણામો આપનારું જોવા મળે. રાજનીતિ સાથે જોડાયેલી વ્યક્તિઓ કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા હાંસલ કરી શકશે. માન-સન્માન પણ મેળવી શકશો. નાણાકીય રીતે થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. લેવડદેવડમાં ખૂબ ચોકસાઈ રાખવી જરૂરી. આ સપ્તાહ દરમિયાન કોઈ ધાર્મિક સંસ્થા પ્રત્યે જોડાવ એવા પણ ચાન્સિસ રહેશે. વ્યવસાય- નોકરીમાં તમારા કામ થકી પ્રશંસા મેળવી શકશો.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહ ગ્રહ-નક્ષત્રોની રીતે સારો એવી પોઝિટીવ કામગીરી તેમજ જીવનશૈલીમાં બદલાવ જોઈ શકશો. આપના વ્યવસાયિક ક્ષેત્રે કામગીરીની નીતિમાં થોડાક ફેરફાર જરૂરી રહેશે. આવકની દૃષ્ટિએ નહીં નફો કે નહીં નુકસાનની પરિસ્થિતિ રહેશે. જોકે વયવસાય ઉદ્યોગ માટે નાણાકીય જોગવાઈ ઊભી કરવામાં સફળ થવાય. નોકરિયાત વ્યક્તિને નાની બાબતો મોટું સ્વરૂપ ધારણ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવાનું સલાહભર્યું છે. આ સમયમાં કોર્ટકચેરીના કામકાજમાં થોડી ધીરજ રાખી કામગીરી કરશો.
• સિંહ (મ,ટ): તમારા વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં નિખાર લાવવા માટે દરેક પાસાંનો યોગ્ય રીતે ઉપયોગ કરીને આગળ વધશો તો સફળ થશો. પરિવર્તન એ સફળતા માટેની ચાવી છે, જેનો ઉપયોગ યોગ્ય સમયે કરીને ઇચ્છિત સફળતા મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં દોડધામ વધવાથી સ્વાસ્થ્ય પર પણ થોડી ઘણી અસર જોઈ શકશો. મીડિયા અને મનોરંજન સાથે જોડાયલી વ્યક્તિઓ માટે ખૂબ સારો સમય રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ અતિવિશ્વાસુ બનીને કોઈની પણ સાથે કામગીરી કરશો તો તમારે જ નુકસાની ભોગવી પડી શકે છે, જેથી કરીને કાળજી રાખવી. છેલ્લા ઘણાં સમયથી જે કાર્ય માટે તમે ખૂબ મહેનત કરી રહ્યાં છો એ હવે સફળતા તરફ તમને આગળ દોરી જાય. નાણાકીય મુશ્કેલી થોડા અંશે ઓછી થતી જોવા મળે. બાકી નીકળતાં લેણાં પાછા મળતાં થોડી રાહત રહેશે. સંતાનોની અભ્યાસ વિષયક બાબતોમાં થોડી વધુ કાળજી રાખવી જરૂરી છે. મકાન-મિલકતના પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય.
• તુલા (ર,ત)ઃ લાગણીમાં તણાઇને તમારી અંગત વાતો કોઈની પાસે જાહેર કરતાં પહેલાં વિચારી લેજો કે સામેની વ્યક્તિ કેટલી વિશ્વાસપાત્ર છે, નહીં તો તમારે જ નુકસાની ભોગવી પડશે. વ્યાયામને તમારી દિનચર્યાનો ભાગ બનાવશો તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાંથી છૂટકારો મેળવશો. આર્થિક પાસાંઓ આ સપ્તાહ દરમિયાન તમારા ફેવરમાં જોવા મળે. કોઈ અણધાર્યા ખર્ચાઓને પહોંચી વળવા માટેની જોગવાઈ ઊભી કરી શકશો. વ્યવસાય-નોકરીમાં કોઈ ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત અને સલાહ તમારા માટે લાભદાયક રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ છેલ્લા ઘણા સમયથી તમારી શક્તિ અને બુદ્ધિને નકામી બાબતોમાં લગાવી સમયની બરબાદી કરી રહ્યા હો તો હવે ચેતી જજો. દરેક બાબતોમાં થોડી સુગમતા દાખવીને યોગ્ય કામ માટે તમારી એનર્જીનો ઉપયોગ કરશો તો ફાવશો. જીવનસાથી સાથે જો કોઈ અણબનાવ હોય તો આ સમય દરમિયાન દૂર કરી શકશો. પહેલ તમારે જ કરવી પડશે. વ્યવસાય-ધંધામાં ખાસ કરીને દેશવિદેશ સાથે જોડાયેલાં કાર્યોમાં થોડી કાળજી રાખશો. લીગલ ડોક્યુમેન્ટ્સ બાબતોમાં થોડી પણ કચાશ રાખશો નહિ. નોકરિયાત વ્યક્તિ પોતાના ઉપરી અધિકારી તરફથી પ્રશંસા મેળવી શકશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ કોઈ પણ કાર્યમાં અતિ ભાવુક થઈ જવાને બદલે થોડું સમજીવિચારીને આગળ વધશો તો નુકસાની ઓછી ભોગવશો. વ્યવસાયમાં પાર્ટનર સાથે નાની બાબતોમાં મતભેદ સર્જાવાની શક્યતા છે તેથી સંભાળીને આગળ વધશો. નોકરીમાં તમારી કાર્યપદ્ધતિ હવે બદલવી પડે. નવી ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધવાથી ફાયદો થાય. સંતાનો સાથે આનંદનો સમય વિતાવી શકશો.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન ખાસ કરીને સરકારી કામકાજમાં કોઈ પણ જાતની માથાકૂટમાં ઉતર્યા વગર તમારા કામ પૂરા કરવા માટેના પ્રયત્નો કરજો. આર્થિક રીતે થોડો કટોકટીનો સમય રહેશે. તમારા ગુસ્સાને કંટ્રોલમાં રાખજો. નોકરી-વ્યવસાયમાં સહકર્મચારી સાથે તમારો વ્યવહાર સુધારશો તો લાભમાં રહેશો. ભાગીદારીથી ફાયદો થાય. મકાન-મિલકતના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં તમારી મનોસ્થિતિમાં બદલાવ જોવા મળે. જોકે થોડાઘણા અંશે એના સકારાત્મક તેમજ નકારાત્મક બંને પ્રકારે અસર જોવા મળશે. તમારા કાર્યમાં મન પરોવાયેલું રાખજો. આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો. બાકી નીકળતા નાણાં પરત મળતાં રાહત થાય. નોકરીમાં લાંબા સમયથી જે સમયની પ્રતીક્ષા કરી રહ્યાં છો એ હવે નજીક આવતો જોવા મળે. વ્યવસાયમાં જગ્યાની ફેરબદલી કરવા માગતા હો તો એમાં સફળતા મેળવી શકશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ આપના માટે ઘણી બધી ખુશી અને આનંદવાળા સમાચાર લઈને આવશે. ઘરનું વાતાવરણ ચેન્જ થતું જોવા શકશો. વડીલોના મર્ગદર્શન તેમજ તમારી મહેનત તમારા ભાગ્યોદયનું કારણ બનશે. જોકે કોઈ કામમાં ઉતાવળા નિર્ણય લેશો નહીં. જીવનસાથીની મદદથી કોઈ અટવાયેલા કામગીરી પાર પાડી શકશો. પ્રવાસ-પર્યટનનું આયોજન શક્ય બનાવી શકશો. જેનાં કારણે નવીન ઊર્જા મહેસૂસ કરી શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter