વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન સંત-મહાપુરુષના આશીર્વાદ માનસિક શાંતિ આપશે. તમારા પેરન્ટ્સની સલાહથી આગળ વધી શકો છો. આર્થિક રીતે જે પણ કોઈ સમસ્યાઓ છે તેનો ઉકેલ લાવવામાં સફળ થશો. વ્યવસાયમાં તમારા ભાગીદારો તરફથી પૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય. નવા રોકાણો અથવા તો નવી ડીલ પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. નોકરીમાં નવા વિકલ્પની શોધખોળનો હવે અંત આવશે. અનુકૂળ સ્થાન મેળવવામાં સફળ થઈ શકશો. જીવનસાથી સાથે ખૂબ સારો સમય પસાર થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ લાંબા સમયથી ચાલતી ચિંતામાંથી રાહત મેળવશો. સમયની સાનકૂળતાને કારણે બાકીના કામ આસાન બનાવી શકશો. રોકાણ સંબંધિત કાર્યોમાં થોડી દોડધામ કરવી પડશે. નોકરિયાતને પોતાનું ટાર્ગેટ પૂરું કરવા માટે સહકર્મચારીની મદદ લેવી પડશે. વ્યવસાયમાં તાલમેલ બનાવી રાખવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસમાં થોડીઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે તમારું લક્ષ્ય નક્કી હશે તો સફળતા દૂર નથી. ઘરમાં નજીકના સંબંધીનું આગમન થશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ મનોસ્થિતિને અંકુશમાં રાખવા માટે કોઈ એક સમય ઉપર એક જ વિચાર કરો અને આગળ વધો. નહીં તો ચિંતાના વાદળો તમારી આજુબાજુ ઘેરાયેલા જોવા મળશે. પોતાના અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચે બેલેન્સ જાળવવું જરૂરી રહેશે. કરીયરની બાબતમાં પોતાની ક્ષમતા અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાથી ફાયદો થાય. વ્યવસાયજગતમાં તમારું ધ્યાન હાલ પૂરતું બધી જ બાજુ દોડાવવાના બદલે કોઈ એક દિશા પકડીને આગળ વધવું લાભકારક છે. તબિયતનું ધ્યાન રાખવું જરૂરી.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ થોડું મિશ્ર પ્રતિભાવ આપનારું રહેશે. શરૂઆત થોડી તણાવપૂર્ણ રહેશે. બાદમાં સૂઝબૂઝથી કામ સરળ બનાવી શકશો. કોઈ ગૂંચવાયેલા કાર્યોના ઉકેલ માટે આપ વડીલો સાથે ચર્ચાવિચારણા કરી શકો છો. વ્યવસાય-ઉદ્યોગમાં ઉદારતા રાખવાથી નુકસાન ભોગવાનો વારો આવી શકે છે. થોડા સ્વાર્થી બનવાનો અહીં ફાયદો થાય. મકાન-મિલકત સંબંધિત કાર્યો હવે પૂરા વેગથી આગળ વધારી શકશો.
• સિંહ (મ,ટ)ઃ સપ્તાહના ગ્રહયોગો થોડી વિચલીત પરિસ્થિતિ ઉત્પન્ન કરશે. આથી મનોસ્થિતિ ડામાડોળ થાય, પરંતુ મન મક્કમ રાખીને, ધીરજ રાખીને કામગીરી કરશો તો સમયને સાનુકૂળ બનાવી શકશો. ખર્ચના કારણે આર્થિક રીતે થોડી ખેંચતાણ જોવા મળે. નોકરિયાત માટે સમય થોડો સાનુકૂળ રહેશે. પરિસ્થિતિનો લાભ લઈ શકશો. વ્યાપારિક રીતે નવા સંબંધો - ઓળખાણો થકી એકંદરે લાભ થાય. પૈતૃક સંપત્તિના પ્રશ્નો હલ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય માન-પ્રતિષ્ઠા આપનારો પુરવાર થશે. મુશ્કેલીઓ અને વિઘ્નોને દૂર કરી હવે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો. મહત્ત્વપૂર્ણ કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરશો. નાણાકીય સમસ્યાઓ પણ દૂર થાય. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત કરવામાં સફળ થશો. જોકે સામે બજેટ પર પણ પૂરતું ધ્યાન રાખશો. વ્યવસાયિક ખર્ચને પહોંચી વળવા માટે સંતુલન બનાવી રાખવું જરૂરી રહેશે. જીવનસાથી સાથેની ગેરસમજ દૂર થાય. પારિવારિક રીતે કોઈ શુભ સમાચાર મેળવી શકશો.
• તુલા (ર,ત)ઃ મનની નિરાશાને ખંખેરી નાંખો. જે કામ કરવાથી તમારો ઉત્સાહ વધે તેને ચાલુ રાખો. લોકો સાથે હળવામળવાનું વધારો. યોગ્ય કસરત વ્યાયામ તેમજ મેડિટેશનથી પણ અકારણની ચિંતાથી દૂર રહી શકશો. આથી સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં જ્યાં જરૂર ના હોય ત્યાં વાદવિવાદમાં ઉતરશો નહીં. મકાન-સંપત્તિના પ્રશ્નો હલ થાય. વિદ્યાર્થી વર્ગને પોતાની મહેનતના સારા પરિણામ જોવા મળશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં દિમાગને બાજુ પર મૂકીને દિલથી કામગીરી કરશો તો ફાવશો. તમારો અંતરાત્મા તમને યોગ્ય દિશામાં આગળ લઈ જશે. આર્થિક રીતે હવે ખાસ કોઈ મુશ્કેલી દેખાતી નથી પરંતુ પાછલા નુકસાનીના પ્રસંગોને ધ્યાનમાં રાખીને આગળના નિર્ણયો લેવાથી ફાયદો રહેશે. કારકિર્દી વિષયક બાબતોમાં જરૂરી જાણકારી મેળવીને આગળના પગલાં લેવાથી સફળતા મેળવી શકશો. પારિવારિક શુભ પ્રસંગોને કારણે મન હળવાશ અનુભવશે. વાહનની ખરીદીની ઈચ્છા હવે પૂરી થતી જોઈ શકશો.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સપ્તાહ થોડું બેચેની અને ચિંતાવાળું પસાર થાય. કોઈ પણ કાર્ય ઉતાવળથી કે ઝડપથી પુરું કરવામાં નુકસાની ભોગવવી પડી શકે છે. આથી શાંતિચિત્તે કાર્યની પૂર્તતા કરવા પ્રયાસ કરો. નોકરી-વ્યવસાયમાં તમારા ઉપરીની સલાહ-સૂચનને ધ્યાનમાં રાખીને આગળ વધો. આરોગ્યને લઈને થોડી કાળજી રાખવી જરૂરી. પતિ-પત્ની વચ્ચેની ગેરસમજને વાતચીતથી દૂર કરવાનો પ્રયત્ન કરો. વ્યવસાયિક કારણોથી દોડધામ થઈ શકે છે.
• મકર (ખ,જ)ઃ તમારા લક્ષ્યને લઈને પૂરેપૂરા એકાગ્ર મનથી કામગીરી કરશો તો સફળતા અચૂક મેળવી શકશો. ધાર્મિક સંસ્થાઓ સાથે સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લઈને માનસિક શાંતિ મેળવી શકશો. આર્થિક બોજો હળવો થાય. કરજમાંથી મુક્તિ મેળવી શકશો. વ્યાપારમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. આ માટે તૈયાર રહેશો તો આસાની રહેશે. નોકરીમાં સ્થાળ બદલવાથી થોડી આસાની રહેશે. મકાન-મિલકતના પ્રશ્નો હવે ઉકેલાશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારું આ સપ્તાહ વ્યસ્ત પસાર થાય. કામકાજને લઈને જવાબદારી તેમજ દોડધામ વધતાં જણાશે. પરિવારમાં પણ તમારી જવાબદારીમાં વધારો થાય. નાણાકીય રીતે પરિસ્થિતિ યથાવત્ રહેશે. વ્યાપાર-ધંધામાં નવું કામ કે નવા પ્રોજેક્ટ્સ હાથ પર શકશો. નોકરિયાત વર્ગને પોતાની મહેનતનું યોગ્ય પરિણામ મળશે. કામના સ્થળ પર માન-સન્માન પ્રાપ્ત કરી શકશો. શક્ય છે કે તમારા બોસ તરફથી તમને કોઈ ઉપહાર પણ મળશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહમાં થોડાં મિશ્ર પરિણામો જોવા મળશે. આર્થિક સ્થિતિ સુધરતી જોઈ શકશો. સામે કામનું ભારણ વધે. તમારી ઉદારતા અને સરળ સ્વભાવને કારણે તમારા વ્યવસાયમાં લોકો તમારી તરફ આકર્ષિત થતાં જોઈ શકશો. આરોગ્યની બાબતમાં થોડી મુશ્કેલી ઊભી થઈ શકે છે. સંપત્તિ બાબતે જો કોઈ કાર્યવાહી ચાલતી હોય તો તેમાં હજી વધુ ગૂંચ ઊભી થઈ શકે છે. પરિવાર સાથે આનંદમય સમય વ્યતિત કરશો.