વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સમય તમારા જીવનમાં આગળ વધવાનો માર્ગ મોકળો કરશે. તકને ઝડપી લેશો તો ફાવશો. સપ્તાહ દરમિયાન થોડી વધુ પારિવારિક જવાબદારી તમારા શીરે રહેશે. નાણાકીય મામલે થોડી ચિંતા રહેશે. ખર્ચાઓ પૂરા કરવા માટે નાણાંની જોગવાઈ માટે ખૂબ મહેનત કરવી પડે. વ્યવસાય-ઉદ્યોગમાં કોઈપણ જાતના આર્થિક અથવા કાયદાકીય નિર્ણય લેવામાં ઉતાવળ કરશો નહીં. વિદ્યાર્થીઓ માટે સમય સફળ પૂરવાર થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન ભવિષ્યના કેટલાક કાર્યો માટેની જે શરૂઆત ઈચ્છતા હશો એ શક્ય બની શકે છે. તમારા ફસાયેલાં નાણાં પરત મળતાં આર્થિક મુદ્દે રાહત અનુભવશો. વ્યવસાયિક રીતે નવી ભાગીદારીથી લાભ મેળવી શકશો. નોકરીમાં થોડી કામની વધુ જવાબદારી રહેશે. પરિવાર સાથે થોડો સારો સમય વ્યતીત કરી શકશો. મહત્ત્વના કામકાજ પૂર્ણ થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય થોડો કસોટી કરે તેવો જણાય. જે સમસ્યાના ઉપાય શોધવા માંગો છો એ હજી વણઉકેલ્યા જોઈ શકશો. જોકે, કોઈ યોગ્ય વ્યક્તિની સલાહથી આગળ વધશો તો થોડી ઘણી રાહત અનુભવશો. કાર્યક્ષેત્ર ઉપર આપના પ્રયત્નો ચાલુ રાખશો. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. આર્થિક સ્થિતિ સુધરતી જણાય. જીવનસાથી સાથેના મતભેદો દૂર થાય.
• કર્ક (ડ,હ)ઃ સરકારી કામકાજ સાથે જોડાયેલા અથવા તો રાજકારણમાં હોય એવા વ્યક્તિઓ માટે થોડો વિપરિત સમય પસાર થાય. થોડું ટેન્શન વધતું જોવા મળે, જેની અસર સ્વાસ્થ્ય ઉપર પણ જોઈ શકાય. નાણાંકીય બાબતોમાં આવક-જાવકનું પ્રમાણ યથાવત્ રહેશે. મકાન-વાહનની ખરીદીની બાબતમાં હજી થોડો સમય રાહ જોવી પડશે. કોર્ટ-કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં રહેશે, પણ નુકશાની ભોગવવી પડશે.
• સિંહ (મ,ટ): સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સપ્તાહ દરમિયાન સામાન્ય કરતાં વધુ સારું રહેશે. શરૂઆતમાં બે-ત્રણ દિવસ થોડી કાળજી રાખવી. આર્થિક રીતે તમારા બાકી નીકળતાં નાણાં પરત મેળવી શકશો. તમારી અંગત બાબતો અને વ્યવસાયિક બાબતોને અલગ રાખશો તો ફાવશો. નોકરિયાતને પોતાના ઉપરી અધિકારી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે. વિદ્યાર્થીને કોઈ પરીક્ષાલક્ષી મુશ્કેલી હોય તો એ દૂર થાય. સંતાનોની લગ્નવિષયક બાબતોમાં ચર્ચા આગળ વધે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ ભાઈ-બહેન સાથેના રિલેશનમાં મતભેદ હવે દૂર થતાં જોવા મળે. તમારા વડીલોના સહયોગને કારણે સંબંધો સુધરતા જોઈ શકશો. જોકે, ખાસ કરીને તમારો સ્વભાવ અને વિચારો ઉપર થોડું નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. જીવનસાથી તરફથી પૂરેપૂરો સહયોગ દરેક કાર્યમાં મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં તમારા કામની પ્રશંસા થાય. બઢતીના યોગો બળવાન બનશે. સપ્તાહ દરમિયાન નાના પ્રવાસનું આયોજન કરી શકશો.
• તુલા (ર,ત)ઃ મહત્ત્વપૂર્ણ કામ શરૂ કરતાં પહેલાં એના વિશે ચોક્કસ માહિતી અને યોજનાની રૂપરેખા બનાવી આગળ વધશો. ત્યાર બાદ જ કાર્યની શરૂઆત કરજો. આ સપ્તાહે મહત્ત્વની વ્યક્તિ સાથે આ સપ્તાહ દરમિયાન મુલાકાત તમારા ફાયદારૂપ સાબિત થઈ શકે છે. નાણાકીય રીતે આ સમય તમારા પક્ષમાં રહેશે. સરકારી નોકરી કરતાં લોકો માટે કાર્ય સંબંધિત કોઈ શુભ સમાચાર મેળવી શકશો. શારીરિક સમસ્યા થોડીક પરેશાની આપશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહે માનસિક અને શારીરિક બંને રીતે વધુ સ્વસ્થતતા મેળવશો. જીવનશૈલીમાં બદલાવ પણ લાવી શકશો. હવે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બનશો. આગામી સમય તમારા માટે સારા સંકેતો લઈને આવી રહ્યું છે. રોકાણની દૃષ્ટિએ ખૂબ સારો સમય છે. નોકરીમાં તમે તમારી એક અલગ છાપ ઊભી કરી શકો એવા યોગ બનશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં તમારો વિજય થાય. મકાનની ખરીદીની યોજના ઉપર કામ આગળ વધશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ બહારનું વાતાવરણ થોડી શારીરિક મુશ્કેલી તેમજ આળસ ઊભી કરી શકે છે, જેથી કરીને કાળજી રાખશો. તમારા નિર્ણયો થકી મહત્ત્વપૂર્ણ કામગીરીમાં સફળતા મેળવી શકશો. વ્યવસાયિક કામગીરીમાં બીજાના મંતવ્ય પણ કામ લાગે. નોકરિયાત વ્યક્તિઓને ગુસ્સા પર થોડો કંટ્રોલ રાખવો જરૂરી રહેશે. જીવનસાથી સાથે થોડો વિવાદ વધી શકે, જેથી કાળજી રાખવી.
• મકર (ખ,જ)ઃ આ સમય થોડો મિશ્ર જોવા મળશે. કોઈ કામગીરીમાં સફળ થવાય તો કોઈ કામ અટકતાં જોવા મળે. જે વ્યક્તિઓ તમારા સપોર્ટમાં હોય તેઓ પણ તમારાથી નારાજ જોવા મળે. પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. આવકના સાધનો હવે આસાન થાય. વિઝાને લગતી કામગીરીમાં રાહત જોઈ શકશો. કરિયર સંબંધિત મહત્વપૂર્ણ કામગીરી હાથ લાગશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આર્થિક મામલે આ સપ્તાહ શ્રેષ્ઠ રહેશે. તમારા માટે કોઈ મહત્ત્વપૂર્ણ વસ્તુની ખરીદી પણ કરી શકશો. વ્યાપારિક કામગીરી હવે તેજીથી આગળ વધતી જોઈ શકશો. નવા ઘણાં પ્રોજેક્ટ્સ પણ કામ શરૂ કરી શકો છો. નોકરીના સ્થળ ઉપર તમારી કામગીરીને કારણે સફળતા મેળવી શકાય. તમારી પ્રશંસા થાય. સંતાનોની મહત્ત્વપૂર્ણ બાબતો ઉપર કોઈ ચોક્કસ નિર્ણય પર હવે આવી શકશો. પ્રવાસ-પર્યટનથી મન પ્રફુલ્લિત જોવા મળે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ અનેક વિઘ્નો પાર કરી હવે તમે તમારી જાતને બીજા સમક્ષ સફળ પૂરવાર કરશો. માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકશો. નાણાકીય રીતે હવે પોઝિટિવ સમય રહેશે. જરૂરી નાણાંની જોગવાઈ કરી શકશો. વ્યવસાયમાં થોડું બજેટથી બહાર કામ કરવું પડશે, પરંતુ આગળ જતાં એ તમને ફાયદાકારક સાબિત થાય. નોકરીના સ્થળ ઉપર હજી નાનાં નાનાં વિઘ્નો જોવા મળે. જોકેતેને તમે આસાનીથી પાર કરી શકશો. જીવનસાથી સાથે સુખદ સમય વ્યતીત કરી શકશો.