તા. 14 સપ્ટેમ્બર 2024થી 20 સપ્ટેમ્બર 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 13th September 2024 05:20 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ મળતાં તેમજ નવીન કાર્યવાહી થકી પ્રગતિકારક તેમજ આશાસ્પદ પરિસ્થિતિ સર્જાતા ઉત્સાહ વધે તેમજ ચિંતાઓનો બોજો હળવો થાય. અહીં તમારે આર્થિક બાબતો પર વધુ ધ્યાન આપવું પડશે, જરૂરી ખર્ચા ઉપર અંકુશ રાખવો અનિવાર્ય. નોકરિયાતના અટવાયેલા કાર્યો પૂર્ણ થતાં પ્રશંસા થાય. વિદ્યાર્થી વર્ગ માટે સમયની સારી સાનુકૂળતા.

• વૃષભ (બ,વ,ઉ)ઃ મનોસ્થિતિમાંથી બહાર આવવા માટેના પ્રયત્નો સફળ થાય. પ્રાથમિકતાઓ અહીં નક્કી કરી આગળ વધશો તો સફળતા પ્રાપ્ત કરી શકશો. પરિવાર અને આર્થિક જવાબદારીઓ સતત ધ્યાન માંગી લેશે. નોકરિયાત વર્ગને નવી શરૂઆત અને કાર્યવૃદ્ધિ થકી લાભ મેળવશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ નવા સાહસ કરી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયના યોગ સારી ભૂમિકા અને પ્રગતિનો માર્ગ સર્જી આપશે. સફળતાઓ તમારા કદમ ચૂમશે. આર્થિક પરિસ્થિતિ પણ સુધરશે. ધંધાકીય ક્ષેત્રમાં ભાગીદારી કરતા પહેલાં ખૂબ વિચારશો. નોકરિયાત વર્ગને નવી તકો હાથ લાગશે. કોર્ટ–કચેરીના કાર્યોમાં પણ સફળતા પ્રાપ્ત થાય. ઈમિગ્રેશન-વિઝામાં અટવાયેલા કાર્યોમાં આશાનું કિરણ દેખાય.
• કર્ક (ડ,હ)ઃ આપના પ્રયત્નો સફળ થતાં વધુ મહેનત કરવા માટે પ્રેરાશો. ગમેતેવા સંજોગોમાં સૂઝબૂઝ થકી કાર્ય કરવાની ટેવ અહીં કામ લાગે. ધંધાકીય ક્ષેત્રમાં નવા મૂડીરોકાણ થઈ શકે. જવાબદારીનો બોજો વધે. કૌટુંબિક અને વ્યવસાયિક કાર્યોમાં બેલેન્સ જાળવવું મુશ્કેલ, છતાં આપ કોઈને કોઈ માર્ગ શોધી શકશો.
• સિંહ (મ,ટ): સાહસિક પ્રવૃત્તિઓ અને વિચારોના વમળમાં કળ અને ધીરજથી કામ લેશો તો ઈચ્છિત પ્રવૃત્તિ કરી શકશો. આવકની દ્રષ્ટિએ જાવક પણ એવી જ રહેશે જેથી સમજીવિચારીને આગળ વધવું. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે થોડી વધુ મહેનત કરવી. વિદ્યાર્થીઓને સારા સમાચાર પ્રાપ્ત થાય. આરોગ્ય બાબતે નજીવી તકલીફ સહન કરવી પડે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ વ્યવસાય અને સામાજિક કાર્યોમાં મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. પરિણામે પ્રસિદ્ધિ અને સફળતા પણ મેળવી શકશો. નવા ક્ષેત્રમાં ઝંપલાવવાની ઈચ્છા પૂર્ણ થાય. નોકરીના ક્ષેત્રમાં સ્થાનફેર થઈ શકે છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેના યોગો બળવાન બનશે. વયસ્ક સંતાનના લગ્ન બાબતે ચિંતા રહેશે. જોકે એ કામચલાઉ હશે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં કેટલીક સમસ્યાઓ એવી આવે કે જેના ઉકેલ માટે આપને ખૂબ મહેનત કરવી પડે. હાર માનશો નહીં. જોકે, આર્થિક દ્રષ્ટિએ સમય ખૂબ સારો છે, અટવાયેલાં નાણાં પરત મળશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિકારક તક ઝડપી લેશો તો સફળતા અચૂક મેળવશો. માતાપિતાના આરોગ્યના પ્રશ્નોના લીધે થોડીક માનસિક બેચેનીનો અનુભવ થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ ઈચ્છિત કાર્યોની પૂર્તતા માનસિક શાંતિ અને સંતોષ અપાવશે. આ સમયમાં કોઈ અંગત વ્યક્તિની મદદ દ્વારા ધંધાકીય ક્ષેત્રમાં ઝંપલાવશો તો સફળતા મેળવશો. નોકરિયાત વર્ગને ઉપર અધિકારી થકી લાભ થવાની શક્યતા રહેશે. પ્રવાસ–પર્યટન, ધાર્મિક સ્થળોની મુલાકાત શક્ય બનશે. વિદ્યાર્થીઓએ થોડી વધારે મહેનત અને પુરુષાર્થ કરવો જરૂરી.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં આપ જોમ–જુસ્સો અને આનંદનો અનુભવ કરી શકશો. વ્યવસાયિક કાર્યોમાં પ્રગતિ પણ સાધી શકશો. નવા મૂડીરોકાણ માટે હજી સમયની સાનુકૂળતા નથી. નોકરિયાત વર્ગને સહકર્મચારીઓ સાથેના સંબંધમાં લાભ થાય. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતો જણાય.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં ફક્ત આર્થિક લાભને ધ્યાનમાં ન લેતા આધ્યાત્મિક તેમજ ભૌતિક મૂલ્યોને લક્ષ્યમાં રાખી કામગીરી કરશો તો સફળતા મેળવી શકશો. માનસિક શાંતિનો અનુભવ કરી શકશો. કૌટુંબિક જવાબદારીનું ભારણ આપના શિરે રહેશે. કુટુંબમાં માંગલિક પ્રસંગો ઊજવાય. નોકરીના ક્ષેત્રમાં નહીંવત્ ફેરફારો થકી થોડી ઘણી જવાબદારીઓ આવી શકશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આપનો ઉદાર સ્વભાવ અનેક કાર્યોની પૂર્તતા માટે મદદરૂપ બની શકશે. તમે કરેલા કાર્યોની નોંધ લેવાય. નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં ધારેલી સફળતા પ્રાપ્ત થાય. વ્યવસાયના કારણે વિદેશ પ્રવાસ કરવાના યોગ છે. આરોગ્ય મામલે સવિશેષ કાળજી રાખશો. ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સ્ટ્રેસના લીધે અસ્વસ્થતા વધશે. ખોટી ચિંતાઓને કારણે મનની શાંતિ ખોરવાય. શંકા અને ચિંતાને છોડીને કાર્યોમાં મન પરોવાયેલું રાખશો તો નુકસાનીમાંથી બહાર આવી શકશો. નોકરિયાત વર્ગને સારી જગ્યાઓ પર બઢતીના યોગ છે. ધંધાકીય ક્ષેત્રમાં સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય. તમારા જીવનસાથીના સહકાર થકી એ પરિસ્થિતિનો લાભ ઊઠાવી શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter