તા. 15 ફેબ્રુઆરી 2025થી 21 ફેબ્રુઆરી 2025 સુધી

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 14th February 2025 06:42 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહમાં શુભ સમાચારો મળતાં મન આનંદ-ઉલ્લાસનો અનુભવ કરશે. નવી ઓળખાણો ફાયદો કરી આપશે. નોકરીમાં તમારા કામની પ્રશંસા સાથે અન્ય મદદ મેળવશો. તમારા ધંધા-વેપારમાં રહેલી રૂકાવટ દૂર થશે અને આર્થિક સ્થિતિ સુધરશે. સંતાન અંગેના પ્રશ્નોનો ઉકેલ મળશે. લગ્નવાંચ્છુઓ માટે શુભ સમય છે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ તમારું મનોબળ મજબૂત બનશે. તમારી અટકેલી કામગીરીને તમે વધારે જુસ્સાભેર આગળ ધપાવી શકશો. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. નાણાકીય રીતે આ સમય ઈચ્છીત સફળતા અને પ્રગતિ કરાવશે. સંતાનો તરફથી સફળતા અને પ્રગતિના યોગ છે. સંતાનો તથા વડીલો તરફથી લાગણી માનપાન મેળવશો. ધંધામાં નવી વ્યવસ્થા ગોઠવી શકશો. નોકરીમાં પણ તમારું કાર્ય યશમાન અપાવશે. નાના અવરોધો ઓછા થશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ અત્યાર સુધી કરેલા કામની કદર હવે થતી જોવા મળશે. તમારી સહનશક્તિની પ્રશંસા થશે. સપ્તાહમાં તમારી ઈચ્છાઓ સાકાર થતી જણાશે. નાણાકીય રીતે આ સમયે તમને થોડી અગવડ પડશે છતાં તમારા કામો ઉકેલી શકશો. વડીલો તરફથી પણ તમને સંતોષ મળશે. લગ્ન બાબતે ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ તમે મેળવી શકશો.
• કર્ક (ડ,હ)ઃ નાણાકીય લાભની તમારી આશા ફળીભૂત થશે. અત્યાર સુધી આડા ચાલતા ગ્રહો તમારી શક્તિ કરતાં વધુ સારી સફળતા અપાવશે. થોડા સમયમાં કૌટુંબિક મુશ્કેલીઓ પણ દૂર થતી જણાશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. તમારા અંગત મિત્રો સાથેના મતભેદો ઓછા થતાં જણાશે. પ્રવાસની ગોઠવણી સફળ થશે.
• સિંહ (મ,ટ): વાણી-વર્તનથી થયેલા અકારણ મનદુઃખનો આ સપ્તાહમાં ઉકેલ આવશે. બીજાના કરેલા કામનો ઉકેલ પણ તમે મેળવી શકશો. સંતાન અંગેની ઈચ્છાઓ પૂર્ણ થતી જણાશે. તમારા સંતાનની પ્રગતિના યોગ છે. આકસ્મિક પ્રવાસના આયોજનો સફળ થતા જણાય. નાણાકીય રીતે આ સમય સારો રહેશે.

• કન્યા (પ,ઠ,ણ)ઃ મકાન-મિલકતના પ્રશ્નો આ સમયગાળામાં હલ થતા જણાય. લાંબા સમયથી થઇ રહેલી કસોટીમાંથી પાર ઉતરશો. સ્વજનોનો સહકાર મળી રહેશે. ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવી કરશો. નવી ખરીદીના યોગ છે. પ્રિયપાત્રોની હૂંફ મળશે, આત્મીયતા વધશે. વાણી-વર્તન ઉપર ધ્યાન રાખવું જરૂરી.
• તુલા (ર,ત)ઃ આયોજન વગરના કામ હાથ ધરતાં પહેલાં સો વાર વિચાર કરજો. તમારી લાગણીઓની કદર થશે, પરંતુ વધુ પડતી લાગણી દુર્ભાવના પેદા કરશે તે ધ્યાનમાં રાખજો. નાણાકીય સ્થિતિ સુધરતી જણાશે. કામમાં અવરોધ હવે ઓછા થતા જણાશે. પ્રવાસના યોગો બળવાન બનશે. વિદ્યાર્થીઓ માટે સમય શ્રેષ્ઠ રહેશે. ધર્મલાભ મેળવશો.

• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં અણધારી રીતે વિચારોની અદલાબદલી કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય. જોકે તમે મક્કમ રહીને પ્રશ્નો ગૂંચવાય નહીં તેની કાળજી રાખશો. અસ્થિર વિચારો અને મનનું ટેન્શન ખોટા નિર્ણયો તરફ દોરી ના જાય તે જોવું રહ્યું. સંતાન તરફથી અવરોધો સહન કરવા પડશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ ગ્રહયોગ સારા હોવા છતાં પણ તમારે કડવા અનુભવો સહન કરવા પડે. તમારી ઉદારતાનો લાભ બીજા લોકો લઈ જતા હોય તેવું લાગશે. નોકરીમાં સાવચેતી રાખવી જરૂરી. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. પ્રવાસ માટે સમય સારો છે.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહે સતત કામના ભારણને લીધે બોજો અનુભવાય. તમારી નાણાકીય સ્થિતિ મુજબ વ્યવહાર કરવો હિતાવહ રહેશે. આમાં બેફિકર રહ્યા તો દેવું થવાના ઘણા ચાન્સ છે. અપરીણિતોને મનગમતું પાત્ર મળવાના યોગ છે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આત્મબળથી અનેક કાર્યોમાં સફળ થાય. સ્વશક્તિથી આગળ વધવાનો પ્રયત્ન સફળ થશે. બીજા ઉપરના વિશ્વાસે કામ બગડતું જણાશે. તમારે કૌટુંબિક વ્યવહાર સાચવવો પડશે. આરોગ્યની ચિંતાઓ તમને સતાવશે. વ્યવહાર યથાવત્ જણાશે. નોકરીમાં પણ રાહત રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સામાજિક તથા રાજકીય કામોને લીધે દોડધામ વધતી જણાશે. તમારી તંદુરસ્તી બાબતે કાળજી લેવી પડશે. ક્યારેક વધુ પડતા ઉજાગરાથી મનમાં બેચેની વર્તાશે. જોઈજાળવીને કરેલી કામગીરી સફળતા અપાવશે. સંતાનોનો સહયોગ મળી રહેશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. પ્રવાસના યોગ ઓછા છે. વિદ્યાર્થી માટે સમય શ્રેષ્ઠ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter