વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં તમારા ગ્રહ-નક્ષત્રોના આધારે પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવશે. આર્થિક મામલે કોઈના કહેવા મુજબ આગળ વધશો તો નુકસાની ભોગવવી પડશે. જોકે, વ્યવસાયની દૃષ્ટિએ તમારી રાશિ મુજબના સંકેતો ઉત્તમ પરિણામ આપે એવી શક્યતા છે. નોકરીમાં પણ તમારી મહેનત રંગ લાવે. સ્વાસ્થ્યની રીતે આ સમયમાં હકારાત્મક ફેરફારો જોઈ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદમય સમય પસાર કરી શકશો.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન કોઈ નવા કામ શરૂ કરવાની ઈચ્છા હશે તો એ પાર પાડી શકશો. ભાવિ યોજનાઓ તેમજ તેના માટેના યોગ્ય રસ્તાઓ ઉપર કામ કરવાનું શરૂ કરી શકો છો. તમારી મહેનતનું પરિણામ સારું એવું મેળવી શકશો. આર્થિક રીતે વધુ સદ્ધરતા પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયિક દૃષ્ટિએ આ સમયમાં કોઈ પણ જાતના વિઘ્નો વિના કામકાજ પૂર્ણ કરી શકાય. નોકરિયાત વ્યક્તિઓને વધુ પડતી જવાબદારીનો બોજો રહેશે. વ્યક્તિગત જીવનમાં તમારા પાર્ટનર સાથેના સંબંધો સુધરતા જોવા મળશે. વાહનની ખરીદી માટે સમય સારો છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહમાં વ્યક્તિગત તેમજ વ્યવસાયિક કાર્યોની વચ્ચે તાલમેલ જાળવી રાખવા માટે વધુ મહેનત કરવી પડે. માર્ગ આડેની અડચણોને દૂર કરવા માટે તનતોડ મહેનત કરશો તો ફાવશો. આર્થિક સ્થિતિ સુધરતી જોવા મળે. નવી નોકરીની શોધ અહીં પૂરી થાય. તમારી આત્મશક્તિમાં સકારાત્મક પરિવર્તન જોઈ શકશો. સ્વાસ્થ્ય સંબંધિત થોડીક સમસ્યાઓ રહેશે. સામાન્ય તાવ અને શરીરના દુઃખાવાની ફરિયાદ રહેશે.
• કર્ક (ડ,હ)ઃ આ સમયે તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો જોઈ શકશો. જોકે, એ પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારે રહેશે. વ્યક્તિગત જીવન સુધારાવાળું જણાય જ્યારે વ્યવસાયિક જીવનમાં થોડીઘણી ઉથલપાથલ જોવા મળે. આર્થિક રીતે સમય જેમનો તેમ રહેશે. નોકરિયાત વ્યક્તિએ પોતાની કામગીરીમાં સફળ થવા માટે અત્યારથી ભવિષ્ય માટેની વ્યૂહરચના બનાવી રાખવી જરૂરી રહેશે. સંતાનોના લગ્નવિષયક બાબતમાં આગળ ચર્ચા-વિચારણા કરી શકાય.
• સિંહ (મ,ટ): સપ્તાહ દરમિયાન આપના ગ્રહોની પરિસ્થિતિ સાનુકૂળ બનતી જોઈ શકશો. અજાણ્યા વ્યક્તિ સાથેની મુલાકાત જીવનભરનું સંભારણું બની શકે છે. નાણાકીય બાબતોમાં થોડી વધુ ચોક્સાઈ રાખીને કામગીરી કરવી હિતાવહ રહેશે. વ્યવસાયમાં કોઈની ઉપર અતિ વિશ્વાસુ બનીને કામગીરી સોંપી દેશો નહીં. અન્યથા નુકસાન તમારે જ સહન કરવું પડે. નોકરીમાં જગ્યાની ફેરબદલી અથવા તો ઈન્ટરવ્યુની તૈયારી કરતા હો તો સફળતા મળશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ પારિવારિક વિખવાદ મોટું સ્વરૂપ ધારણ ના કરે તેની ખાસ કાળજી તમારે જ રાખવી પડશે, નહીં તો વિવાદ વધુ વકરી શકે છે. કાર્યસંબંધિત લક્ષ્ય સમયસર પૂરા કરવા માટે ભાગદોડ વધતી જણાય. કામનું પ્રેશર પણ જણાય. વ્યવસાયિક રીતે કોઈ નવા રોકાણો તેમજ નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થઈ શકવાની સંભવાના રહેશે. જોકે, કાયદાકીય દાવપેચમાંથી પણ પસાર થવું પડે. નાણાકીય રીતે સમય મધ્યમ રહેશે.
• તુલા (ર,ત)ઃ કોઈ પણ નિર્ણય ઉતાવળે લેવાને બદલે શાંત ચિત્તે લેશો તો પરિણામ પણ લાભદાયી મેળવી શકશો. જમીન–મકાનને લગતા કામકાજમાં દસ્તાવેજ સંબંધિત કાર્યવાહી પણ ધ્યાનથી કરશો. નાણાકીય રીતે સમય તમને સાથ આપશે. ફસાયેલાં નાણાં પાછાં મેળવી શકશો. પરિવાર તેમજ જીવનસાથી તરફથી પૂરેપૂરો સહયોગ પ્રાપ્ત કરી શકશો. નોકરી-વ્યવસાયમાં કામને કારણે એકથી બીજી જગ્યાએ ભાગદોડમાં વધારો જોવા મળે.
• વૃશ્ચિક (ન,ય)ઃ તમે તમારી ક્ષમતા કરતા પણ વધુ કામગીરી કરી રહ્યા છો જેને કારણે શરીર તેમજ મનથી પણ થાકનો અનુભવ થાય. થોડો રાહતનો શ્વાસ લો અને જરૂર પૂરતી કામગીરી કરો. નોકરિયાત વ્યક્તિઓને ઉપરી અધિકારી સાથેના સંબંધોમાં હવે વધુ સુમેળ જોવા મળે. વ્યવસાય-ઉદ્યોગમાં રોજબરોજના કાર્યો પર પણ ધ્યાન આપવું જરૂરી રહેશે. કાયદાકીય દાવપેચમાંથી બહાર નીકળવા માટેના રસ્તાઓ ખુલ્લા થતાં જોઈ શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન ઘરનું વાતાવરણ અનુશાસિત તથા વ્યવસ્થિત બની રહે તેના માટે તમારે તનતોડ મહેનત કરવી પડશે. બાળકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે શાંત ચિત્ત રાખીને નિર્ણય લેશો. વ્યવસાયિક કામગીરીમાં યોગ્ય કોમ્યુનિકેશન જાળવી રાખશો તો દરેક મુશ્કેલીઓનો ખ્યાલ આવશે. સાથે સાથે જ એનું નિરાકરણ પણ મેળવી શકશો. નોકરિયાત વર્ગને બઢતીના સંજોગો ઊભા થાય. સ્વાસ્થ્ય સંબંધિત થોડી ચિંતા રહેશે.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ થોડું બેચેની તેમજ માનસિક તણાવવાળું પસાર થાય. નાણાકીય લેવડ–દેવડમાં ખૂબ ધ્યાન રાખીને આગળ વધજો નહીં તો મોટું નુકસાન થઈ શકે છે. વ્યવસાય–ઉદ્યોગમાં હમણાં કોઈ નવા કાર્યની શરૂઆત ન કરવાનું સલાહભર્યું રહેશે. નોકરિયાત વર્ગને પોતાના અધિકાર પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. નવી નોકરીની શોધખોળમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહની શરૂઆતમાં થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જોકે અંત સુધીમાં તમારી દરેક સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ થશો. નોકરી-વ્યવસાયમાં થોડું કાયદાકીય દાવપેચમાંથી પસાર થવું પડે. ભાગીદારીમાં સંભાળવું જરૂરી. તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળશે. કોર્ટ–કચેરીના કાર્યમાં વિજય પ્રાપ્ત કરી શકશો. નાની પિકનિકનું આયોજન સફળ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી અંદર રહેલી પ્રતિભા તેમજ ક્ષમતાને હવે બહાર લાવો, જે તમને સફળતાના માર્ગે આગળ લઈ જશે. તમારી વિશેષ ઉપલબ્ધિની ચર્ચા ચારેબાજુ થતી જોવા મળશે. નોકરિયાત વર્ગને કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂરો કરવા માટે દોડધામ વધી જાય. વ્યવસાય જગતમાં ભાગીદારીથી ફાયદો થાય. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે. રોજિંદા ડાયેટ ઉપર ખાસ ધ્યાન આપવું જરૂરી.