તા. 16 ડિસેમ્બર 2023થી 22 ડિસેમ્બર 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 15th December 2023 05:42 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન નાણાકીય ક્ષેત્રમાં સમૃદ્ધિ મળી શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ હવે થોડી રાહત વર્તાશે. વ્યાપારિક દૃષ્ટિકોણથી થોડીઘણી વિપરિત પરિસ્થિતિ ચિંતા રખાવશે. થોડી મુશ્કેલીઓ પણ વધતી જોવા મળે. પરિવાર અને કુટુંબીજનો સાથે ઘણો સારો સમય વિતાવી શકશો. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ થોડું વ્યસ્ત પસાર થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહે કોઈ પણ જાતના નિર્ણયો આવેશમાં કે ગુસ્સામાં લેશો નહીં. તમારા કાર્યને યોગ્ય દિશા આપવા માટે કોઈ સલાહકારની મદદ લેશો તો થોડાઘણા અંશે સફળતા મેળવી શકશો. જીવનસાથી અથવા ભાગીદારોની મદદ દ્વારા આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશો. નોકરી-વ્યવસાયના કામકાજથી બહારગામની મુસાફરી કરવી પડે. કરિયરને લઈને થોડીઘણી ચિંતાઓ રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહની શરૂઆત થોડી ધીમી જણાય, પરંતુ અંત સુધીમાં તમારા રોકાયેલા કામકાજને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. આર્થિક મજબૂતી વધતી જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં નાણાંકીય ખેંચને પહોંચી વળવા માટેના રસ્તા ખૂલતાં જોવા મળશે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી મુશ્કેલીઓ વધે. કોઈ જૂના મિત્ર સાથેની મુલાકાત મનને પ્રફુલ્લિત કરી શકે છે. લગ્નપ્રસંગને કારણે થોડી દોડધામ રહેશે.
• કર્ક (ડ,હ)ઃ સ્વાસ્થ્યને લઈને થોડીઘણી મુશ્કેલી વધતી જોવા મળશે. જોકે, એની અસર તમારા કામકાજ પર પડવા દેશો નહીં. તમારો કામ પ્રત્યેનો ઉત્સાહ અને સક્રિયતા સારી એવી સફળતા અપાવશે. આર્થિક રીતે આવક–જાવકનું પ્રમાણ સરખું રહેશે, જેથી ખર્ચા પર નિયંત્રણ જરૂરી. વ્યવસાયમાં ભાગીદારો સાથે થોડી રકઝક થઈ શકે છે. નોકરીમાં ઉન્નતિ - પ્રગતિના યોગ છે. કોર્ટકચેરીના મામલે હજી થોડી નિરાશા જોવા મળશે.
• સિંહ (મ,ટ): ભૂતકાળની ભૂલોમાંથી શિખામણ લઈ હવે આગળ વધવાની જરૂરિયાત રહેશે. સુખ–દુઃખની પરિસ્થિતિમાં જો બેલેન્સ બનાવી રાખશો તો દરેક પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકશો. વ્યવસાય–નોકરીમાં આ સપ્તાહના ગ્રહયોગો શુભ પરિણામ આપનારા રહેશે. નોકરિયાત વર્ગને પ્રમોશન પ્રાપ્ત થઈ શકે છે. નાણાંકીય મામલે ચિંતાઓ હવે થોડી ઓછી થાય. જો શક્ય હોય તો એકાદ–બે દિવસનો બ્રેક લઈને થોડો કુટુંબીજનો સાથે સમય વિતાવો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન વડીલોને સ્વાસ્થ્યના મામલે થોડી વધુ કાળજી રાખવાની સલાહ રહેશે. આર્થિક રીતે આ સપ્તાહમાં કોઈ જૂના રોકાણો દ્વારા ફાયદો મેળવી શકશો. વ્યવસાય–ધંધામાં કોઈ મહત્ત્વના નિર્ણયો થકી લાભકારક ફેરફાર લાવી શકાય. વિદ્યાર્થીઓને ડેડલાઈનને લઈને થોડું પ્રેશર વધતું જોવા મળશે. ઘરમાં આવનારા પ્રસંગોને લઈને કામકાજમાં પણ હવે થોડી સ્ફૂર્તિ લાવવી જરૂરી રહેશે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં નવી કોઈ કાર્યરચનાની શરૂઆત થઈ શકે છે. જે લાંબાગાળે લાભદાયક પૂરવાર થશે. નાણાંકીય પ્રશ્નો માટે યોગ્ય માર્ગ મળતો જોઈ શકશો. જોકે, અહીં શેરસટ્ટા કે ખોટા લોભલાલચથી દૂર રહેવું જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને થોડો કાર્યભાર વધતો જોવા મળે. ધંધા-વ્યાપારમાં પરિસ્થિતિને અનુકૂળ રહીને કામગીરી કરવી સલાહનીય રહેશે. દાંપત્યજીવનમાં મતભેદ હોય તો દૂર થાય. આનંદ અને સહકારનું વાતાવરણ જોઈ શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ મનોકામનાઓને પૂર્ણ કરવા માટે પુરુષાર્થ પણ એટલો જ કરવો પડશે. માનસિક બેચેની - ચિંતાઓને કારણે થોડી અસ્વસ્થતા લાગશે. નાણાકીય રીતે પણ અહીં થોડી કાળજી રાખવી જરૂરી. નોકરી-ધંધા માટે સમય એકંદરે સાનુકૂળ રહેશે. વિરોધીઓની સામે જીત મેળવી શકશો. મકાન–મિલકત અંગેના પ્રશ્નો યથાવત્ રહેશે. કુટુંબીજનોનો સાથ–સહકાર મેળવી શકશો.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સપ્તાહ થોડું ઉતાર–ચઢાવવાળું રહેશે. જો કોઈ ખરાબ વ્યસન હોય તો હવે સમય આવી ગયો છે કે એમાંથી બહાર આવી જાવ, નહીં તો તમારી ખરાબ ટેવ તમારા સાથે પરિવાર માટે પણ નુકશાનદાયક સાબિત થાય. આર્થિક સ્થિતિ જેવી છે તેવી જ રહેશે. કામકાજના ક્ષેત્રમાં જરૂરી ફેરફાર પર તરત જ અમલ કરીને કાર્યવાહી કરવી સલાહભર્યું છે. વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ શુભદાયી સાબિત થાય.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહે તમારો ભાગ્યોદય થાય. ઘણાંખરાં અટવાયેલાં કામકાજો પૂર્ણ થતાં જોઈ શકશો. સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ પણ દૂર થાય. નોકરિયાત વર્ગને પ્રમોશન મળવાના યોગો બળવાન બને છે. આવકના સાધન વધારવાના તમારા પ્રયત્નો હવે સફળ થાય. પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. નજીકના સમયમાં ઘર–પરિવારમાં કોઈ શુભ પ્રસંગો આવી શકે છે. સંતાનના લગ્નવિષયક બાબતે પરિણામ શુભ જોવા મળે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ લાંબા સમયથી ચાલી રહેલી કોઈ બીમારીમાંથી હવે છૂટકારો મેળવી શકાય. અહીં તમારે નિયમિત વ્યાયામ–કસરત તેમજ ખોરાક ઉપર થોડું વધુ ધ્યાન આપવું પડશે. આ સપ્તાહમાં બિનજરૂરી ખર્ચા પર કંટ્રોલ લાવવો જરૂરી રહેશે. ધંધા-ઉદ્યોગમાં નવા લક્ષ્ય નક્કી કરીને આગળ વધો. સમય તમારી સાથે જ રહેશે. વિદ્યાર્થીઓને શિક્ષા સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ યોગ્ય વ્યક્તિ સાથે ચર્ચા કરવી જરૂરી રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ થોડું ધીમું, પરંતુ પ્રગતિકારક સાબિત થશે. કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ ન ગુમાવવી. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં ભવિષ્યની પરિસ્થિતિને વિચારીને આગળ વધવું. આર્થિક રીતે આ સપ્તાહ આપનું ઘણું સારું છે. સોનું-ઝરઝવેરાત, મકાન કે કોઈ બીજી જગ્યાએ રોકાણ કરી શકશો. નોકરીમાં તમારી પ્રગતિ કદાચ બીજા જોઈ શકે નહીં, તમને નીચા પાડવા માટે તમારા વિરોધીઓ કોઈ પણ હદે જોઈ શકે છે જેથી કાળજી રાખવી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter