તા. 16 નવેમ્બર 2024થી 22 નવેમ્બર 2024 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 15th November 2024 11:49 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન કાર્યક્ષેત્ર ઉપર હરીફાઇ અને સ્પર્ધકો તરફથી સમસ્યા ઊભી થઈ શકે છે. મજબૂત મનોબળ બનતું રાખીને મુશ્કેલીનો સામનો કરવો જરૂરી રહેશે. નાણાંકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. કરિયર સંબંધિત કોઈ અનુભવીની સલાહ લઈને આગળ વધવાથી સફળતા મેળવશો. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધાર આવે. જમીન-મકાનના પ્રશ્ન થોડીઘણી અડચણ બાદ હલ થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ નવા કાર્યોની શરૂઆત માટે સમય યોગ્ય છે. કોઈક તક હોય તો ચૂકશો નહીં. વ્યાપાર-ધંધામાં નાણાકીય સહાયતા મેળવવામાં સફળ થશો. વિદેશમાં ઉચ્ચ શિક્ષા માટેની વિદ્યાર્થી વર્ગની ઇચ્છા હવે પૂર્ણ થતી જોવા મળે. નોકરિયાત વર્ગને કામમાં થોડી રાહત મળશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય. નાના પ્રવાસનું આયોજન સફળ થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસનો અનુભવ કરશો. કોઈક સુખદ સમાચાર પ્રાપ્ત થાય. સમયનો ભરપૂર ઉપયોગ સફળતા અપાવશે. નોકરી- વ્યવસાયમાં અણધાર્યા કાર્યો પૂર્ણ કરી શકશો. નાણાકીય રીતે ઘણો સારો સમય રહેશે. ઘરનું વાતાવરણ પણ સુખમય બનતું જોવા મળે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતાઓ રહેશે. પારિવારિક સંપત્તિની સમસ્યાઓ હલ થતી જણાય.
• કર્ક (ડ,હ)ઃ તમારી મહેનત અને ભાગ્ય આ સમયમાં ભરપૂર સાથ આપશે. વડીલોના અનુભવ અને માર્ગદર્શનથી આગળ વધશો તો જરૂર ફાવશો. વ્યવસાયિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે થોડી કાળજી રાખશો. શેરબજારમાં સંબંધિત કાર્યોમાં થોડી સાવચેતી જરૂરી. જમીન-મકાનના સોદાથી ફાયદો થાય. પ્રવાસ-પર્યટનથી લાભના યોગ છે.
• સિંહ (મ,ટ): આપનું આ સપ્તાહ પ્રગતિજનક રહેશે. તમારી જવાબદારી સારી રીતે અદા કરી શકશો. સંતાનોના પ્રશ્નો કે પરેશાનીને હલ કરવામાં તમારું માર્ગદર્શન મહત્ત્વપૂર્ણ સાબિત થાય. નાણાકીય રીતે જોતાં આ સમયમાં બેલેન્સ જાળવવું જરૂરી રહેશે. અન્યથા ખોટા ખર્ચાના ખાડામાં ઊતરી શકો છો. નોકરિયાત વર્ગને પોતાના કાર્યક્ષેત્ર ઉપર વધુ પરિશ્રમ કરવો પડશે. ધંધાકીય રીતે આ સમય દરમિયાન સારી એવી તકો હાથ લાગશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન સામાજિક ગતિવિધિઓમાં વધુ પડતાં વ્યસ્ત રહેશો. જમીન-મકાનને લગતી સમસ્યાને ઉકેલ શોધવા માટે વધુ દોડધામ કરવી પડશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. વ્યવસાયિક રીતે તમારે કામની ગુણવત્તાને વધારવાની જરૂરત રહેશે. નોકરીને લગતી સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
• તુલા (ર,ત)ઃ આ સપ્તાહે નકારાત્મક એનર્જીવાળા લોકોથી દૂર રહેવું સલાહભર્યું છે. કોઈની સાથે ખોટી જીભાજોડીમાં ન ઉતરવાની સલાહ છે. નોકરિયાત વ્યક્તિોને પોતાન કામ પ્રત્યે વધુ કૃતજ્ઞતાની ભાવના જાળવી રાખવી હિતાવહ રહેશે. વ્યવસાયિક રીતે કોઈ મહત્ત્વપૂર્ણ સોદાઓ થાય તેવી સંભાવના રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આળસ ખંખેરીને હવે કામ પર લાગી જવાનો સમય છે. કાર્યોમાં દૃઢ મનોબળથી આગળ વધશો તો અવશ્ય સફળતા પ્રાપ્ત કરી શકશો. આર્થિક રીતે આ સમય નહીં નફો કે નહીં નુકસાનવાળો રહેશે. નોકરી-ધંધામાં નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક પ્રાપ્ત કરી શકશો. પારિવારિક શુભ પ્રસંગોને કારણે મનોસ્થિતિ હળવી થતી જણાય. સંબંધોમાં નવીનતા આવે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં માનસિક રીતે થોડી હળવાશ વર્તાય. સ્વસ્થતા અને સક્રિયતામાં પોઝિટિવ ફેરફાર જોઈ શકશો. નોકરિયાત વ્યક્તિએ થોડું સાવચેતી રાખીને કામગીરી કરવી જરૂરી છે. નહીં તો થોડીઘણી નુકસાની વેઠવી પડે. વ્યવસાયમાં ભાગીદારીથી લાભ રહેશે.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહે ભાવનાઓમાં વહી જઈને કોઈની વાતોમાં આવશો નહીં. તમે જાતે પણ થોડું વિચારીને આગળ વધશો તો લાભમાં રહેશો. નાણાકીય ખર્ચાઓ વધતા જોવા મળશે. વ્યવસાયિક કાર્યોમાં તમારા નિર્ણયો થકી લાભ થાય. નોકરી-કરિયરની બાબતોમાં તમે ધારો એટલું સરળતાથી કામ પાર પડશે નહીં.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય થોડો સુસ્ત જણાય. તમારા ધ્યેયને પહોંચી વળવા થોડી હતાશા અનુભવાય. જોકે નકરાત્મકતાથી દૂર રહેશો તો થોડીઘણી સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો. નાણાકીય મામલે થોડી શાંતિ રહેશે. અટવાયેલા નાણાં પરત મેળવી શકશો. વાહન-મિલકત અંગેની સમસ્યાનો ઉકેલ મળતાં હજી થોડી વાર લાગશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાનો અંત આવતો જણાય. મન થોડી હળવાશ અનુભવશે. તમારી યોજનાઓ સફળ થતી જોઈ શકશો. આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં તમારા ધારેલા કાર્યોને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. વ્યાપાર-ધંધામાં નવા યુનિટની શરૂઆત કરવા માટે આર્થિક સહાયતા મેળવશો. પ્રવાસ-પર્યટનના આયોજન સફળ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter