તા. 17 ફેબ્રુઆરી 2024થી 23 ફેબ્રુઆરી 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 16th February 2024 09:14 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સપ્તાહ આપના માટે સરેરાશ રહેશે. અંગત પરિજન અથવા મિત્રો પાસેથી ભેટ–સોગાદ મેળવી શકો છો કે નાણાકીય સહાય પણ પ્રાપ્ત કરશો. વ્યવસાયિક વ્યક્તિઓએ તર્ક–વિતર્ક કે દલીલબાજીમાં ન ઉતરવા સલાહ છે. નોકરિયાત માટે કોઈ સારા સમાચાર મેળવશે. પ્રોપર્ટી સંબંધિત સોદાઓથી લાભ મેળવી શકાય. ખાણીપીણી બાબતે થોડી વધુ કાળજી આ સમય દરમિયાન આવશ્યક છે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ દરમિયાન દુવિધા દૂર થતી જોવા મળશે. નકારાત્મક વિચારોથી દૂર રહેશો તો આત્મવિશ્વાસ બુલંદ બનશે. સંતાન દ્વારા કોઈ સારા સમાચાર મળશે. નાણાકીય કટોકટી ઓછી થતી જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં આપના સંબંધોને કારણે કામ આગળ વધતું જોવા મળે. લગ્નજીવનના કંકાસ દૂર થાય. આરોગ્ય બાબતે થોડી વધુ સાવચેતી જરૂરી છે. નાના પ્રવાસનું આયોજન થઈ શકે છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ ગુસ્સા પર થોડો અંકુશ રાખશો તો તમારા અડધોઅડધ કામ આપોઆપ ઉકેલાઇ જશે. તમારી શક્તિઓનો ઉપયોગ કોઈ સારા કામ માટે કરશો તો સફળ થઈ શકો છો. જરૂરી નાણાકીય મદદ મેળવી શકશો. વ્યવસાયમાં કોઈ નવી શરૂઆત થઈ શકે છે. નોકરીમાં થોડું ઉપર–નીચે થાય તો સંયમથી કામ લેશો. પરિવાર સાથે થોડો વધુ સમય વિતાવવાની જરૂર છે. કૌટુંબિક વ્યક્તિ સાથે ચાલી રહેલાં કોઈ વિવાદ દૂર થઈ શકવાની શક્યતા છે.

• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન મહેનત અને પરિશ્રમ રંગ લાવશે. કાર્યક્ષેત્રની મુશ્કેલ સમસ્યાઓનો ઉકેલ લાવી શકવા માટે તમારા જ્ઞાનનો ઉપયોગ સફળ સાબિત થાય. અવરોધોમાંથી બહાર આવી શકશો. આર્થિક સ્થિતિની સમસ્યા પણ હવે દૂર થતી જોઈ શકશો. કોઈ અજાણ શક્તિઓ આપને ફાયદો કરાવે. વ્યવસાયિક સંબંધોમાં પણ સુધારો જોવા મળે. નોકરીમાં આપની પ્રતિબદ્ધતાની નોંધ લેવાય. ઉપરી અધિકારી સાથે આત્મીયતાનું સ્તર વધારે ઊંચું લાવી શકશો.
• સિંહ (મ,ટ): આ સમય મિશ્ર પરિણામ આપનારો છે. કોઈ ક્ષણે અત્યંત આનંદ અનુભવશો તો ઘડીકમાં એકદમ જ મન પર ભારણ મહેસૂસ કરશો. આર્થિક રીતે થોડું વધુ સાવચેતી રાખીને આગળ વધવું હિતાવહ રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ મોટાં રોકાણો કરતાં પહેલાં દરેક પાસાં ચેક કરી આગળ વધશો. પ્રોપર્ટીની લે-વેચના કાર્યોમાં વધુ સંભાળીને આગળ વધવું જરૂરી. માંગલિક પ્રસંગોને કારણે થોડું આનંદમય વાતાવરણ મળી શકશે. કોર્ટ–કચેરીના કાર્યમાં વિજય પ્રાપ્ત કરી શકશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ પારિવારિક સમસ્યાઓને કારણે થોડી માનસિક ખેંચતાણ અનુભવાય. કોઈ નજીકના જ સંબંધી સાથે અણબનાવનો પ્રસંગ ઘરના વાતાવરણને અસર કરશે. આર્થિક મામલે નવી યોજનાઓ ઉપર કામકાજ આગળ વધારી શકશો. વાહન–મિલકતની ખરીદી શક્ય બને. વ્યવસાયની આર્થિક જરૂરતને પહોંચી વળવા માટે ભાગીદારીનો રસ્તો અપનાવી શકો છો. નોકરિયાત વર્ગમાં સહકર્મચારી સાથેના સંબંધને લઈને થોડી સમસ્યાઓ રહેશે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિઓના માન–સન્માનમાં વધારો થાય. આર્થિક રીતે પણ ઉત્તમ સમય કહી શકાય. કોઈ આકસ્મિક ધનલાભ મેળવશો. વ્યવસાય કે નોકરીના સ્થળે આપના કાર્યોની પ્રસંશા થાય. બઢતી પ્રાપ્ત કરો એવા યોગ રહેશે. સંતાનોની સમસ્યાઓનું અહીં સમાધાન મેળવી શકશો. કોર્ટમાં અટવાયેલાં કાર્યોનો નિવેડો આવે. પ્રવાસના આયોજનથી મનમાં આનંદ અનુભવાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં કામનું ભારણ વધતાં મનોસ્થિતિ થોડી ઊગ્ર રહેશે. નિરકાર્યોમાં પણ બોલા-ચાલી વાતાવરણને વધુ ઉગ્ર બનાવે જેથી સંભાળીને આગળ વધવું હિતાવહ રહેશે. નાણાંકીય રીતે આ અઠવાડિયું શરૂઆતના દિવસોમાં થોડી વધુ ચિંતા રખાવશે. જોકે અંત ભાગમાં જરૂરી નાણાકીય સહાય પ્રાપ્ત કરી શકશો. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતાઓ રહેશે. વ્યવસાયિક કામગીરીને લઈને દોડધામ વધશે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ કામકાજનું વધુ પડતું ભારણ આપની માનસિક ચિંતાઓનું કારણ બને. જોકે, આપની સૂઝબૂઝ થકી દરેક સમસ્યાનું સમાધાન પણ મેળવી શકશો. આવકવૃદ્ધિના લાંબા સમયથી ચાલતા પ્રયત્નોનું અહીં સફળ પરિણામ જોવા મળે. નવી નોકરીની શોધખોળ અહીં પૂર્ણ થાય. વ્યવસાયિક ક્ષેત્રે નવા દ્વાર ખૂલતાં જોવા મળે. શેરસટ્ટાથી બચીને રહેવું. વારસાગત મિલકતના વિવાદોનો અહીં સુખદ અંત આવે.
• મકર (ખ,જ)ઃ તમારી ચિંતાના વાદળો દૂર થતાં મનોબળ સ્વસ્થ થાય. માનસિક શાંતિનો અનુભવ થાય. વિપરિત પરિસ્થિતિમાંથી બહાર આવવાના માર્ગ મળતાં આનંદ અનુભવાય. આવકની દૃષ્ટિએ સમયની સાનુકૂળતા સર્જાય. વેપારવૃદ્ધિના નવા આયોજન સફળતા અપાવે. નોકરિયાત વર્ગને થોડું સાચવીને આગળ વધવું. મકાન–મિલકતની ખરીદી માટેના તમામ પ્રયત્નો પ્રતિકૂળતામાં પરિણામતાં જોવા મળશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ રચનાત્મક પ્રવૃત્તિને સફળ બનાવવા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાશે. દરેક કાર્યમાં આપની સૂઝબૂઝ અને અથાગ મહેનત થકી યશસ્વિતા પ્રાપ્ત કરી શકાય. વ્યવસાયના ક્ષેત્રમાં નવી ભાગીદારીની ઈચ્છા પૂર્ણ થાય. નોકરીમાં આપના કાર્યોની પ્રશંસા થાય, જેના કારણે આત્મવિશ્વાસ વધશે. આવકની દૃષ્ટિએ કોઈ મુશ્કેલી ખાસ જણાતી નથી. જરૂરત મુજબની આવકના સાધનો ઊભા કરી શકશો. માંગલિક પ્રસંગોને કારણે મન પ્રફુલ્લિત થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ કામચલાઉ લાભની આશા છોડીને લાંબા ગાળાની સફળતા માટેના પ્રયત્નો કરશો તો તમારી મહેનત જરૂર રંગ લાવશે. કૌટુંબિક સમસ્યાઓનું યોગ્ય સમાધાન જરૂરી છે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરવા માટે આવકના નવા સાધનો ઊભા કરી શકશો. વડીલોની સલાહ–સૂચનથી આગળ વધશો તો અચૂક સફળતા પ્રાપ્ત કરી શકશો. જીવનસાથી સાથેના બગડેલા સંબંધો સુધરતા જોવા મળે. પ્રવાસ થકી આનંદ મેળવી શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter