તા. 17 સપ્ટેમ્બર 2022થી 23 સપ્ટેમ્બર 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 16th September 2022 07:43 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન શારીરિક સુસ્તી વર્તાય. કામ કરવા માટે આળસ આવે. તમારી સંપૂર્ણ શક્તિને પાછી મેળવવા થોડો આરામ પણ જરૂરી છે. આર્થિક રીતે કોઈ ખાસ મુશ્કેલી રહેશે નહીં. માતા-પિતા સાથે પણ થોડો સમય વિતાવો. વ્યવસાયિક મામલામાં હજી ઘણા બધાં પાસાંઓને ચકાસીને આગળના નિર્ણય લેશો તો કોઈ મુશ્કેલી નહીં આવે. નોકરીમાં તમારે કોઈની સાથે રકઝક ન થાય એનું ખાસ ધ્યાન રાખજો.
• વૃષભ (બ,વ,ઉ)ઃ શારીરિક તેમજ માનસિક બંને રીતે તમને આશ્ચર્યજનક પોઝિટીવિટી મહેસૂસ થાય. અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો આસાનીથી લઈ શકશો. વ્યવસાયિક ગતિવિધિ થોડી ધીમી પડે. નવા કામકાજોની શરૂઆત વિલંબમાં પડે. કાર્યસ્થળે કોઈ ભૂલ થાય તો એને સુધારી કામ આગળ વધારો. આર્થિક રીતે ખોટા વ્યય ન થાય તેનું ધ્યાન રાખજો. જીવનસાથી સાથે થોડી શાંતિની પળો વિતાવી શકશો. મકાન-મિલકતના પ્રશ્નોમાં હજી કોઈ ઉતાવળા નિર્ણય ન લેશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન ખાસ કરીને કુટુંબના વ્યક્તિઓ સાથે હળીમળીને રહેવા પ્રયત્ન કરશો. કોઈની સાથે ખોટા વાદ-વિવાદમાં પડશો નહીં. તમારું ભાગ્ય મહેનતથી જ ખૂલશે એનો ખાસ ખ્યાલ રાખજો. સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા રહેશે. તણાવ-ગુસ્સાવાળી પરિસ્થિતિ હાવી ન થાય તેનું ધ્યાન રાખજો. ધંધા-ઉદ્યોગમાં ખાસ કોઈ ડિલ અથવા કામગીરી હાથ ધરવાની હોય તો એ સફળતાપૂર્વક પૂર્ણ થાય. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને. આકસ્મિક લાભ થાય.
• કર્ક (ડ,હ)ઃ તમને જે વાતનો ડર હોય એ દૂર કરીને કામ પર લાગી જાવ તો થોડો ડર ઓછો પણ થશે અને કામમાં મન લાગશે. નવા વિકલ્પો શોધીને મન એમાં પરોવો. નાણાંકીય રીતે આ સમય થોડો ઉપર-નીચે થાય. સમય પર આર્થિક જોગવાઈ કરવા માટે થોડા વધુ પ્રયત્નો કરવા પડે. ધંધા-વ્યવસાયમાં લોન વગેરેની વ્યવસ્થા કરવાની હોય તો થોડો સમય હજી રાહ જુઓ. નોકરિયાત વર્ગને થોડું કામનું ભારણ વધતું જોવા મળશે. સંબંધોમાં જૂની વાતોને વાગોળવાથી નુકશાન વધશે તેનો ખ્યાલ રાખજો.
• સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન આરોગ્ય પ્રત્યે થોડી વધુ સજાગતા બતાવવી પડશે. થોડો વધુ સમય બાહ્ય પ્રવૃતિમાં પણ લગાડવો. વ્યવસાયમાં તમારી અપેક્ષા મુજબનું કામકાજ કદાચ પૂર્ણ થાય નહીં. જોકે પ્રયત્ન ચાલુ રાખજો. નોકરિયાત વ્યક્તિને બોસ તરફથી વાહ-વાહ મળે. તમારા કામની પ્રશંસા થાય. કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત શક્ય બને. નાણાંકીય રીતે આ સપ્તાહ લાભકારક રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં સામાજિક ક્ષેત્રથી લાભ મેળવી શકશો. નવા સંબંધો વિકસાવી શકો જેના દ્વારા ભવિષ્યમાં ફાયદો પણ થાય. આર્થિક રીતે તમારી ઘણી બધી ઈચ્છાઓ હવે પૂરી થતી જણાશે. ઘરમાં માંગલિક પ્રસંગો આવે. નોકરી-વ્યવસાયમાં ભાગીદારી થકી લાભ થાય. સહકર્મચારી સાથેના સંબંધો સુધરે. વિદ્યાર્થીઓ માટે થોડો કઠીન સમય છે. વાહનની ખરીદીની ઈચ્છા પૂર્ણ થાય. મહત્ત્વાકાંક્ષાને અનુરૂપ કાર્યો પૂરા કરી શકશો.
• તુલા (ર,ત)ઃ તમારા આત્મવિશ્વાસ અને સમજ દ્વારા પરિસ્થિતિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરજો. આ સપ્તાહ આપે વધારે સમય પરિવાર સાથે વિતાવવો પડશે - ચાહે એ સુખદ હોય કે દુઃખદ. બહારની વ્યક્તિઓ ઉપર આર્થિક બાબતોમાં વિશ્વાસ કરવો નહીં. વ્યવસાયમાં હવે આપને સેલ્સ અને માર્કેટિંગની બાબતોમાં વધુ ધ્યાન રાખવું પડશે. નોકરિયાત વ્યક્તિએ કાર્યસ્થળે થોડું વધુ ધ્યાન આપવું જરૂરી. વિદ્યાર્થીઓને આ સમય લાભકર્તા સાબિત થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન બધી બાબતોમાં થોડું બેલેન્સ જાળવીને કામગીરી કરવી. પૈસાની આવક અને જાવક માટે સંતુલન જાળવવું મહત્ત્વપૂર્ણ રહેશે, નહીં તો બીજી સમસ્યા ઊભી થતા વાર નહીં લાગે. જીવનસાથી સાથે મતભેદો ઊભા થાય. વાણી-વર્તન સાચવવા. સ્વાસ્થ્યને લઈને થોડી રાહત અનુભવશો. નવા કામની શરૂઆત વ્યવસાયિક ક્ષેત્રમાં લાભદાયી રહેશે. મિલકત સંબંધિત પ્રશ્નો હલ થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ ઉતાવળા નિર્ણયો લેશો તો પાછળથી પસ્તાવું પડે. સ્વાસ્થ્ય થોડું નબળું લાગે, દિનચર્યામાં સંતુલન જાળવવું જરૂરી. સંતાનોના અભ્યાસના કારણે થોડી દોડધામ વધે. પરિવારમાં સુખ-શાંતિ જાળવી રાખવા માટેના યોગ્ય નિર્ણયો તમારે જ લેવા પડે. વ્યવસાય-નોકરીમાં મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામગીરી શરૂ કરી શકાય. નવા રોકાણો માટે પણ સમય સાનુકૂળ છે. નવી જોબની શોધખોળમાં પડવા કરતાં જૂની જગ્યાએ થોડું વધુ ધ્યાન આપીને મહેનત કરશો તો સફળતા મેળવી શકશો.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ આનંદમય પસાર થાય. નવી ધાર્મિક-આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે હવે સમય આપી શકશો. આવકની રીતે પણ ઘણું સારું રહેશે. તમારા આયોજનો પ્રમાણે સામે આવશ્યક્તા પણ પૂરી કરી શકશો. ઘરમાં મહેમાનની અવરજવર વધશે. નોકરી-વ્યવસાયમાં નવી ઓળખાણો થાય. વાહનની ખરીદીની ઈચ્છા માટે હવે આગળની કાર્યવાહી કરી શકશો. વિઝાને લગતી કામગીરીમાં સફળતા મળશે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ અહંકાર છોડીને આગળની કામગીરી કરશો તો ફાવશો. ઘરમાં અનુભવીનું માર્ગદર્શન તેમજ તેમના અનુભવો થકી કામગીરીથી લાભ થાય. વ્યવસાયમાં આ સપ્તાહ દરમિયાન કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે. શક્ય છે કે કોર્ટ-કચેરીના ધક્કા પણ ખાવા પડે. નોકરીના સ્થળ પર કોઈની સાથે ખોટા વિવાદમાં પડશો નહીં. નુકશાન તમારે જ ભોગવવું પડે. ખાવા-પીવાની આદતોમાં હવે સુધારો જરૂરી રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સમય અને સંજોગોને આધિન થઈ કામગીરી કરશો તો જરૂર સફળતા મેળવશો. વર્તમાન પરિસ્થિતિમાં અથાગ મહેનત વગર સફળતા મેળવી શકાય નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. આર્થિક રીતે યોગ્ય બેલેન્સ બનાવી રાખવામાં સફળ થશો. નોકરીના ક્ષેત્રમાં અનુભવી લોકો પાસેથી યોગ્ય સલાહ લઈ તેનો સદુપયોગ કરવાથી તમારો વિકાસ થાય. મકાનના રિપેરિંગના કામકાજોમાં હજી વિલંબ જોવા મળે. પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાના પ્લાનિંગમાં વિઘ્નો ઉભા થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter