વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સમય ભાગ્યોદયકારક રહેશે. દરેક કાર્યોમાં જીવનસાથીનો સહયોગ મેળવશો. વ્યવસાયિક ક્ષેત્રોમાં ભાગીદારો થકી લેણાદેણી સારી રહેશે. આવનાર સમયમાં પ્રોપર્ટીને લગતા કામકાજોમાં ફાયદો થાય. નોકરીના ક્ષેત્રમાં થોડી તકેદારી રાખવી જરૂરી. આર્થિક રીતે સમય સારો રહેશે. આપના ગુસ્સા ઉપર થોડું નિયંત્રણ રાખશો તો દરેક કાર્યોમાં સફળતા મેળવી શકશો. સ્વાસ્થ્ય સંબંધી સામાન્ય સમસ્યાઓ ચિંતા રખાવશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આપની મનોસ્થિતિ વધુ મજબૂત બનતાં નવીન એનર્જી અને સ્વસ્થતાનો અનુભવ કરશો. મીડિયા કે કલાક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિઓ માટે આ સમય ખૂબ જ બળવાન કહી શકાય. વ્યવસાયિક કામગીરીમાં થોડી પરેશાનીઓનો સામનો કરવો પડે. નાણાંકીય રીતે સમય મધ્યમ રહેશે. આરોગ્ય બાબતે ખાસ કાળજી માંગી લેશે. કોર્ટ-કચેરીમાં નુકસાની વેઠવી પડે. લગ્ન વિષયક સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય મિશ્ર ફળ આપનારો છે. વ્યવસાયિક-ધંધાકીય ક્ષેત્રમાં આર્થિક સમસ્યોનો સામનો કરવો પડશે. જેના કારણે આપના મન પર ભારણનો અનુભવ થાય. સામે કૌટુંબિક જવાબદારીઓ કે માંગલિક પ્રસંગોથી થોડી હળવાશ અનુભવાય. નોકરીના ક્ષેત્રમાં આપના વિરોધીઓ સામે વિજય પ્રાપ્ત થાય. મુસાફરી-પ્રવાસના કારણે વ્યવસાયમાં ફાયદો થાય. કોઈક અંગત વ્યક્તિનો સહયોગ આપના આત્મવિશ્વાસમાં વધારો કરવામાં મદદરૂપ થઈ શકે છે.
• કર્ક (ડ,હ)ઃ કોઈક જૂના મિત્રો સાથે મુલાકાતના પ્રસંગો બળવાન બનશે. કાળજીપૂર્વકની યોજનાઓ વ્યવસાયમાં સફળતા અપાવશે. નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં ઇચ્છીત જગ્યાઓ પ્રાપ્ત કરી શકશો. કૌટુંબિક મિલકતથી લાભના યોગ છે. નવાં રોકાણો શક્ય બને. સંતાનોના અભ્યાસના પ્રશ્નો હલ થાય. ધાર્મિક ક્ષેત્રની મુલાકાત - પ્રવાસ શક્ય બનશે.
• સિંહ (મ,ટ): આ સમયમાં આપની નાણાકીય પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમાં સુધારો લાવવા માટે કોઈ નવી યોજનાઓ બનાવવી આવશ્યક રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં વિચારો અને સૂઝબૂઝ થકી લાભ મેળવી શકશો. નોકરીમાં પ્રગતિ થાય. પરિવાર સાથે નાની મુસાફરીનું આયોજન શક્ય બને, જેનાં કારણે ઊર્જાશક્તિમાં વધારો થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સકારાત્મક વિચારશક્તિ અને આધ્યાત્મિક વાતાવરણ માનસિક શાંતિ વધુ મજબૂત બનાવે. આ સમયમાં આપનો નાણાકીય લાભ વધુ મજબૂત બને. સંપત્તિની લે-વેચના બિઝનેસમાં લાભયોગ છે. ધંધાકીય ક્ષેત્રમાં નવા પાયા નંખાય. વિદ્યાર્થીઓ માટે તેમની પ્રતિભા બતાવવાનો સારો સમય છે. આપની ભાવિ કારકિર્દીને અનુલક્ષીને શરૂઆતી પગલાં લઈ શકશો. કોર્ટકચેરીના કાર્યોમાં આપનો વિજય થાય.
• તુલા (ર,ત)ઃ અઠવાડિયાની શરૂઆતનો સમય ઘણો ફાયદાકારક સાબિત થાય. ધંધાકીય ક્ષેત્રમાં વિસ્તારનો વિચાર હોય તો એ સાકાર થાય. આર્થિક બોજો હળવો બને. લોનના ભારણમાંથી મુક્ત થઈ શકશો. નોકરીના ક્ષેત્રમાં આપના સ્વપ્ન પૂર્ણ થતાં જોવા મળે. ઇચ્છીત સફળતા પ્રાપ્ત કરી શકશો, જેનાં કારણે આપના માનસન્માનમાં વધારો થાય. પારિવારિક પ્રસંગોને કારણે આનંદિત વાતાવરણમાં સમય પસાર કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આત્મવિશ્વાસ થોડોક ડગમગતો જોવા મળે, જેનાં કારણે થોડી ઘણી મુશ્કેલીનો પણ સામનો કરવો પડે. કોઇક અનુભવી અંગત સ્નેહીજનની સલાહથી આપ આ મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. આરોગ્ય બાબતે પણ થોડી વધુ કાળજી લેવી જરૂરી. નાણાકીય મામલે સમતુલા જળવાઈ રહેશે. ધંધા-નોકરીમાં વ્યક્તિગત મતભેદ દૂર રાખીને કામગીરી કરવી સલાહભર્યું છે. વાહન-મિલકતની ખરીદીમાં થોડી સાવચેતી જરૂરી.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય અકારણ ચિંતાવાળો રહે. સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા રહેશે. આકસ્મિક અણબનાવને કારણે મનમાં ભારણ અનુભવાય. જોકે આપનું ધ્યાન બીજા કાર્યોમાં વ્યસ્ત રાખશો તો થોડી રાહત અનુભવશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં સમય મધ્યમ રહેશે. આર્થિક રીતે પણ કોઈ મોટા પરિવર્તન જણાતા નથી. સંતાનોના અભ્યાસને લઈને ચિંતા હશે તો એ દૂર થાય. માંગલિક પ્રસંગો થોડો ઉત્સાહ અને આનંદ અપાવે. કોર્ટ-કચેરીના કાર્યો હજી અટવાયેલા રહેશે.
• મકર (ખ,જ)ઃ આ સમય મધ્યમ રહેશે. નોકરીના ક્ષેત્રમાં નવીન તકો ઉત્પન્ન થતાં આપના માટે થોડી વધુ જવાબદારી ઊભી થાય, જેને ખૂબ મહેનત દ્વારા આપ સફળ બનાવી શકશો. આપની કામગીરી સામેની વ્યક્તિ ઉપર સારી છાપ ઊભી કરશે. વ્યવસાયિક ક્ષેત્રમાં થોડો મંદીનો માહોલ વર્તાય. જોકે જરૂરી આર્થિક સહાય મેળવી શકશો. વિદ્યાર્થીઓને પરિણામ મેળવવા માટ હજી થોડું મોડું થાય. કોર્ટકચેરીમાં મિલકત સંબંધી વિવાદો હશે તો એ દૂર થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સતત મૂંઝવણોમાંથી આ સમય દરમિયાન ક્રમશઃ બહાર આવી શકશો. જૂના પ્રવાસના સંસ્મરણો કોઈ મિત્રો થકી યાદ તાજી કરાવે, જે અકળામણને દૂર કરશે. નાણાકીય મામલે પરિસ્થિતિ થોડી વધુ મજબૂત બનશે. આપના અટવાયેલા નાણાં પરત મળશે. પરિવારમાં લગ્નપ્રસંગને કારણે દોડધામ વધે. વ્યવસાયિક ભાગીદારી આપને ફાયદો કરાવે. નવા પ્રવાસના આયોજન થાય. વિદ્યાર્થીઓને કોઈ શુભ સમાચાર મળી શકે છે. પ્રોપર્ટીના પ્રશ્નો હલ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં આપની કામગીરીને કારણે ઉપલા અધિકારી તરફથી સરાહના મેળવી શકશો. પરિવાર તરફથી પણ દરેક કાર્યોમાં મદદ પ્રાપ્ત કરી શકશો. સંબંધીઓ સાથેનો વાદવિવાદ દૂર થાય. નોકરીના ક્ષેત્રમાં ઇચ્છીત પ્રમોશન અંગેની ચર્ચાઓ આગળ વધશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં પણ પ્રગતિકારક તકો હાથ લાગશે. નાણાકીય બેલેન્સમાં વધુ મજબૂતી પ્રાપ્ત કરી શકશો. સંતાનોના લગ્નવિષયક કે અભ્યાસના પ્રશ્નોનો ઉકેલ લાવી શકશો. એકંદરે આ સપ્તાહ ઉત્સાહમય પસાર થશે.