તા. 18 ફેબ્રુઆરી 2023થી 24 ફેબ્રુઆરી 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 17th February 2023 04:57 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ મહેનત વધારે અને પરિણામ ઓછું જેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે. હિંમત હાર્યા વગર કામ કરવાથી ફાયદો થાય. કોઈ ખાસ કાર્ય કરો એના પહેલાં વડીલો સાથે ચર્ચાવિચારણા કરી લેશો. વ્યવસાયિક કાર્યો સાવધાનીપૂર્વક કરવા જરૂરી. વૈવાહિક સંબંધોને મજબૂત બનાવવા માટે તમારા તરફથી યોગદાન જરૂરી છે. વાતાવરણને કારણે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ નકારાત્મક વિચારોને કારણે તણાવ સ્થિતિ રહેશે. તમારી માનસિક અવસ્થાને સુધારવા માટે મનના ડરને દૂર કરવો ખૂબ જરૂરી. કામ સાથે જોડાયેલી નાની પ્રગતિ પણ આત્મવિશ્વાસમાં વધારો કરશે. આર્થિક સ્થિતિમાં સુધારો જણાય. સંતાનોના અભ્યાસ બાબતે થોડી ચિંતા રહેશે. નોકરી - ધંધામાં સાચી ખોટી બાબતોનો નિર્ણય વિચારપૂર્વક કરવાથી ફાયદો થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન સંતાનોના શિક્ષણ કે કારકિર્દી અંગે ચાલી રહેલા ચિંતા દૂર થાય. નાણાંકીય સંબંધિત અટવાયેલા કામકાજ ઉકેલાય. વ્યવસાય–ધંધામાં કામ કરતી વખતે નકારાત્મક વલણ દૂર રાખજો. વ્યાપારમાં ઉત્તમ તકો પ્રાપ્ત થાય. પારિવારિક વાતાવરણ સુખદ જણાય. જૂના મિત્રો સાથે મુલાકાત થાય. કોર્ટ–કચેરીના કાર્યોમાં વિજય મળશે.
• કર્ક (ડ,હ)ઃ કોઈ પણ કાર્યમાં ઉતાવળ કરશો નહીં. સંયમ રાખીને કામ કરવું જરૂરી. નકામી બાબતોમાં સમય બરબાદ કરવાને બદલે મહત્ત્વના કાર્યો પર ધ્યાન લગાવવું. નોકરી-વ્યવસાયમાં બીજા લોકોને કારણે પોતાના કાર્યમાં અડચણ ન આવે તેનું ધ્યાન રાખજો. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને દોડધામ વધશે. જીવનસાથી સાથેના સંબંધોમાં થોડી રકઝક રહે. સામાજિક કામગીરીમાં સમય વધુ પસાર થાય.
• સિંહ (મ,ટ)ઃ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાથી શાંતિ પ્રાપ્ત થાય. ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. વ્યવસાય–ધંધામાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે કોઈ ચોક્કસ વ્યક્તિની સલાહ અવશ્ય લેજો. પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. થોડી શારીરિક ચિંતા રહેશે. નાણાંકીય ભીડ ઓછી થાય. જમીન–મકાનના પ્રશ્નો હલ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન ગ્રહોની સ્થિતિ સાનુકૂળ રહેશે. આત્મવિશ્વાસમાં ઉમેરો થાય. યુવાનોને ઈચ્છિત કાર્યસિદ્ધિ સાંપડે. વેપાર સંબંધિત કામગીરી થોડી ધીમી પડશે છતાં કાર્યો પૂર્ણ કરી શકશો. આર્થિક પરિસ્થિતિમાં બદલાવ જોવા મળશે. તમારા અટવાયેલાં નાણાં પરત મેળવી શકશો. મકાનના પ્રશ્નો બાબતે કોર્ટ–કચેરીના ધક્કા ખાવા પડશે. પ્રવાસનું આયોજન થાય.
• તુલા (ર,ત)ઃ મહેનત દ્વારા પોતાના જીવનને યોગ્ય દિશામાં લઈ જવું તમારા માટે શક્ય બનશે. કોઈ પણ પ્રકારનો ડર હાવી થવા દેશો નહીં. વ્યાપારી વર્ગને કામને કારણે થોડી ચિંતાનું ભારણ રહે. રિલેશનશિપમાં ઉતાર–ચઢાવવાળી પરિસ્થિતિ અનુભવાય. માંગલિક પ્રસંગોમાં હાજરી અનિવાર્ય બને. વિદ્યાર્થીઓને પરીક્ષાના મુદ્દે પ્રેશર વધતું જોવા મળે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ મિશ્ર રહેશે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનતી જણાય, સામે ખર્ચા પણ વધશે. કામનું ભારણ વધે. ધંધા-વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થાય અને સામે કામ પણ વધે. નોકરિયાત વર્ગને બદલી-બઢતીના પ્રસંગો બળવાન બનશે. સંતાનોના લગ્ન બાબતે થોડીઘણી ચિંતા રહેશે. સ્વાસ્થ્યને લઈને થોડું સાચવવું જરૂરી.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સમસ્યાઓનો અંત આવતો જોઈ શકશો. જૂની વાતોને ભૂલી નવેસરથી શરૂઆત કરવાથી લાભમાં રહેશો. આર્થિક રીતે હજી થોડો ઉતાર–ચઢાવ રહેશે. ખર્ચાને કંટ્રોલમાં રાખજો. વ્યવસાયિક કાર્યોમાં ભાગીદારીમાં થોડી વધુ સાવચેતી જરૂરી. નોકરીમાં સમયસર કામ પૂરું કરવાનું પ્રેશર રહેશે. લગ્નવિષયક બાબતોમાં વડીલની સલાહ લઈને આગળ વધવું.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ આનંદમય વ્યતીત થાય. શુભ સમાચાર પ્રાપ્ત થતાં ખુશી બમણી થાય. કારકિર્દીની શરૂઆત કરનાર યુવાવર્ગ પ્રયત્નો સફળ થતાં જોઈ શકશે. આવક અને જાવકનું પ્રમાણ જળવાશે. જમીન–મકાનના સોદામાં તમને ફાયદો થાય. નોકરીમાં ચાલતા વિવાદો હવે દૂર થાય. માતા-પિતા સાથે સમય વ્યતીત કરી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં થોડી ચિંતા વધતી જોવા મળે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને તમારી ચિંતા વધે. નોકરી-વ્યવસાયમાં લાભદાયક તકો પ્રાપ્ત થાય. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમને સારું એવું કામ મળી શકે છે. નવા વાહનની ખરીદી માટેનો તમારો ઉત્સાહ જોઈ શકશો. સંતાનોના અભ્યાસ અને કારકિર્દી વિષયક બાબતોને લઈને થોડી દોડધામ વધશે. વિદેશ અભ્યાસ ઈચ્છતા વિદ્યાર્થીને ખુશખબર મળે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સમય અને સંજોગો તમારા માટે સકારાત્મક રહેશે. નજીકની કોઈ વ્યક્તિ સાથેની ગેરસમજ દૂર થતાં નિરાંતનો અનુભવ થાય. વ્યવસાયમાં થોડી ગુપ્તતા જાળવી રાખો. દરેક વાતો જાહેર કરવી જરૂરી નથી. મિલકત સંબંધિત ખરીદ–વેચાણની ઉત્તમ તકો હાથ લાગે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને જે ચિંતાઓ હોય તે હવે દૂર થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter