તા. 19 ઓક્ટોબર 2024થી 25 ઓક્ટોબર 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 18th October 2024 05:03 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન તમારા પરિવારમાં ચાલી રહેલી ગેરસમજ દૂર કરી શકશો. પરિવારનું વાતાવરણ આનંદમય બની રહેશે. નોકરિયાતને આ સમય દરમિયાન કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. કરિયરને લગતા પ્રશ્નોનું નિરાકરણ મળી રહેશે. વ્યવસાય જગતમાં નવી યોજનાઓ દ્વારા તેમજ નવા રોકાણ થકી લાભ મેળવી શકશો. નાણાકીય રીતે સમય થોડો ખર્ચાળ સાબિત થઈ શકે છે. નવા વાહનની ખરીદી કે ઘરમાં રિપેરીંગ પાછળ ખર્ચ થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સુસ્તી ખંખેરીને વધુ મહેનત કરશો તો દરેક કાર્ય સરળતાથી પાર પાડી શકશો નહીં તો કામો અટકી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. વ્યવસાય-ઉદ્યોગમાં અટવાયેલા કામકાજો ફરીથી શરૂ કરી શકશો. કોઈ યોગ્ય સલાહકારની મદદ લઈ આગળ કામ કરશો તો સફળ થઈ શકશો. નોકરિયાતને પ્રગતિકારક તકો હાથ લાગી શકે છે. પારિવારિક પ્રસંગોને કારણે વ્યસ્તતા વધતી જોવા મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહે થોડી બેચેની અને ઉર્જાની કમી વર્તાય. થોડું ટેન્શનવાળું વાતાવરણ જોવા મળે. જોકે તમારું ધ્યાન અન્ય બાબતોમાં લગાવશો તો રાહત મેળવી શકશો. નોકરિયાત વ્યક્તિ કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હશે તો એ થોડો વિલંબિત થતો જોવા મળે. વ્યવસાયમાં કોર્ટ-કચેરી રિલેટેડ પ્રશ્નોનો ઉકેલાતા જણાશે. સ્વાસ્થ્ય સંબંધિત થોડીઘણી સમસ્યા જોવા મળે.
• કર્ક (ડ,હ)ઃ તમારા રુટિન વ્યવહારમાં થોડા બદલાવ લાવવા જરૂરી છે. સ્વાસ્થ્ય સાથે કોઈપણ જાતની લાપરવાહી નુકસાની લાવી શકે છે. આર્થિક સમસ્યા ઉકેલવામાં સફળ થશો. તમારી જરૂરિયાતને પહોંચી વળવા માટેની નાણાકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. નોકરી-વ્યવસાયમાં પરિસ્થિતિ યથાવત્ રહેશે. બિનજરૂરી ખર્ચાઓ ટાળવા જરૂરી.
• સિંહ (મ,ટ): તમારા વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં નિખાર લાવવા વાણી-વર્તનનો યોગ્ય ઉપયોગ કરી આગળ વધશો તો સફળ થઈ શકશો. પરિવર્તન એ સફળતાની ચાવી છે, જેનો ઉપયોગ યોગ્ય સમય પર કરવાથી ઇચ્છિત સફળતા મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં દોડધામ વધવાથી થોડીઘણી સ્વાસ્થ્ય પર પણ અસર જોઈ શકાશો. મીડિયા અને મનોરંજન સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે ખૂબ સારો સમય રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ અતિવિશ્વાસુ બનીને કોઈ પણ સાથે કામગીરી કરશો તો તમારે જ નુકસાની ભોગવવી પડશે. આથી કાળજી રાખવી જરૂરી. છેલ્લા ઘણાં સમયથી જે કાર્ય પ્રત્યે તમે ખૂબ મહેનત કરી રહ્યાં છો એ હવે તમને સફળતાં તરફ દોરી જાય. નાણાકીય મુશ્કેલી થોડાક અંશે હળવી થતી જોવા મળે. આપના બાકી નીકળતાં પૈસા પાછા મળતાં થોડી રાહત રહેશે. સંતાનોના અભ્યાસ વિષયક બાબતોમાં વિશેષ કાળજી રાખવી પડશે. મકાન-મિલકતના પ્રશ્નનો ઉકેલ લાવી શકાય.
• તુલા (ર,ત)ઃ ભાવનાઓમાં આવીને તમારી અંગત વાતો કોઈની પાસે જાહેર કરતાં પહેલાં વિચારી લેજો કે એ વ્યક્તિ વિશ્વાસપાત્ર છે કે નહીં. આમાં ચૂક થયે તમારે જ નુકસાની ભોગવી પડે. વ્યાયામ-કસરતને રોજિંદી દિનચર્ચાનો ભાગ બનાવશો તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકશો. આર્થિક પાસાઓ આ સપ્તાહ દરમિયાન તમારા ફેવરમાં જોવા મળશે. કોઈ અણધાર્યા ખર્ચાઓને પહોંચી વળવા માટેની જોગવાઈ ઊભી કરી શકશો. વ્યવસાય-નોકરીમાં કોઈ ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત અને સલાહ તમારા માટે લાભદાયક રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ છેલ્લા ઘણાં સમયથી તમારી શક્તિ અને બુદ્ધિને નકામી બાબતોમાં લગાવીને સમય બરબાદ કરી રહ્યા છો તો હવે ચેતી જજો. દરેક બાબતોમાં થોડી સુગમતા દાખવીને યોગ્ય કામ માટે એનર્જીનો ઉપયોગ કરશો તો ફાવશો. જીવનસાથી સાથે જો કોઈ અણબનાવ હોય તો આ સમય દરમિયાન દૂર કરી શકશો. પહેલ તમારે જ કરવી પડશે. વ્યવસાય-ધંધામાં ખાસ કરીને દેશવિદેશ સાથે જોડાયેલાં કાર્યોમાં થોડી કાળજી રાખશો. લીગલ ડોક્યુમેન્ટ્સ બાબતોમાં થોડી પણ કચાશ રાખશો નહીં. નોકરિયાત વ્યક્તિને પોતાની ઉપર અધિકારી તરફથી પ્રશંસા મેળવશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ લાંબા સમયથી જેની પ્રતીક્ષા કરતા હતા તે લક્ષ્યને પ્રાપ્ત કરવા હવે ઉત્તમ સમય આવી ગયો છે. તમારી મહેનત અને કુશળતા બતાવવાનો પણ આ યોગ્ય સમય છે. આર્થિક રીતે રાહત રહેશે. પાછલાં દેવાંને હવે તમે પૂરાં કરી શકશો. વ્યવસાય-નોકરીમાં તમારી કાર્યપ્રણાલીમાં જરૂરી પરિવર્તન કરશો તો જ તમે સફળતા મેળવી શકશો. કામ સાથે ઘર-પરિવારમાં પણ પૂરતો સમય ફાળવી શકશો.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન પરિસ્થિતિ થોડી જટીલ તેમજ મુશ્કેલ બનતી જોવા મળશે. જો થોડી વધુ ધીરજથી કામગીરી કરશો તો મુશ્કેલ સમયને પણ આસાન બનાવી શકશો. નોકરીમાં હમણાં જ જોડાયા હશો તો થોડું સાવધાનકારી વર્તન રાખી કામગીરી કરશો. વ્યવસાયમાં નવી ભાગીદારી કરતાં પહેલાં દરેક પાસાં ચકાસીને આગળ વધજો. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ રહેશે. સંતાનો તરફથી ખુશીના સમાચાર પ્રાપ્ત થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ કોઈ પાસેથી વધુ પડતી આશા રાખવા કરતાં પોતાની જાતે જ મહેનત અને વિશ્વાસ રાખી કામગીરી કરશો તો યોગ્ય સફળતા મેળવી શકશો. નાણાકીય સ્થિતિ હાલ પૂરતી ડામાડોળ જણાય, પરંતુ ખર્ચા પર નિયંત્રણ રાખી પરિસ્થિતિ પર કંટ્રોલ મેળવી શકશો. વ્યાપારમાં નવું કામ શરૂ કરવાની ઇચ્છાઓ હશે તો અમલમાં મૂકી આગળની કામગીરી શરૂ કરી શકો છો. મકાન-મિલકત-પ્રોપર્ટીના પ્રશ્નોનો ઉકેલ મળશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિમાં ઉત્તરોતર વધારો જોવા મળે. તમારો આત્મવિશ્વાસ પણ મજબૂત બનશે. અંગત સમસ્યાઓનો પણ હલ મેળવી શકશો. વ્યાપાર-નોકરીમાં પણ તમારી યોજનાઓને સફળ થતી જોઈ શકશો. આર્થિક રીતે કોઈ ખાસ મુશ્કેલી જણાતી નથી. નવા રોકાણો માટેની નાણાકીય જોગવાઈ ઊભી કરવામાં સફળ થશો. નાની પ્રવાસની યોજનાથી મન પ્રફુલ્લિત થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter