તા. 2 નવેમ્બર 2024થી 8 નવેમ્બર 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 01st November 2024 10:02 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમય કારકિર્દીને લઈને વિવિધ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. મહત્ત્વના ફેરફાર કેરિયર વિષયક ક્ષેત્રે આવી શકે છે. નાણાકીય રીતે સમય મધ્યમ છે. ખોટા ખર્ચાઓ બને તો ઓછા કરશો. નોકરીમાં મહત્ત્વની જવાબદારી થકી કાર્યસિદ્ધિ મેળવશો. વિદેશમાં અભ્યાસ ઇચ્છુક વિદ્યાર્થીઓને હજી થોડો વધુ સમય રાહ જોવી પડશે. મકાન-મિલકતની ખરીદીમાં હજી થોડો વિલંબ થાય. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ આપનો મિશ્ર ફળ આપનારું રહેશે. કોઈક ક્ષેત્રમાં સફળતા તો કોઈક કામમાં વિલંબ અને નિષ્ફળતા મળીશકે છે. આર્થિક રીતે થોડી વધુ ચિંતાવાળો સમય છે. નોકિરયાતને ખૂબ પરિશ્રમ છતાં પરિણામ નબળું મળે. વ્યવસાય કે ઉદ્યોગમાં ફાયદાકારક તકો હાથ લાગશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી વધુ ધક્કા ખાવા પડશે. પારિવારિક પ્રસંગોમાં તમારી હાજરી અનિવાર્ય રહેશે. સંતાનની લગ્નવિષયક બાબતો થોડી ચિંતા રખાવે.
• મિથુન (ક,છ,ઘ)ઃ એકંદરે આ સમય થોડો મુશ્કેલ રહેશે, પરંતુ જો મનોબળ મક્કમ રાખશો તો આ સમયને પણ આસાનીથી પસાર કરી શકશો. આરોગ્યને મુદ્દે થોડી વધુ ફરિયાદો રહેશે. નાણાકીય બેલેન્સ સારું રહેશે, જેના કારણે થોડી હળવાશ રહેશે. વ્યવસાય-નોકરીના ક્ષેત્રમાં થોડી પ્રગતિવાળો સમય છે. કોઇ આકસ્મિક લાભ પ્રાપ્ત કરશો. વિદ્યાર્થીઓ જો ઉચ્ચ અભ્યાસની ઇચ્છા ધરાવતા હશે તો મનપસંદ જગ્યાએથી ઓફર પ્રાપ્ત કરી શકશો. મકાન-મિલકતની ખરીદી માટે સમય સારો છે.
• કર્ક (ડ,હ)ઃ આ સમયમાં તમારા વિરોધીઓથી સાવધાન રહેશો. સંઘર્ષ ઊભા થવાની શક્યતા છે. વાણી-વર્તનને કાબૂમાં નહિ રાખો તો મોટી નુકસાની ભોગવવી પડી શકે છે. અંગત બાબતોની ચર્ચા આપના કાર્યક્ષેત્રમાં ન કરવાનું સલાહભર્યું છે. નોકરીમાં બઢતીના યોગો વધુ બળવાન રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ સારી એવી નવીન તક ઉપલબ્ધ થઈ શકે છે. શેરમાર્કેટમાં તેજી રહેશે. વિદ્યાર્થી વર્ગ સારા પરિણામ મેળવશે. કોર્ટકચેરીના કામમાં થોડું જતું કરશો તો ફાવશો.
• સિંહ (મ,ટ): આ સમયમાં નાણાકીય પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમાં સુધારો લાવવા માટે કોઈ નવા યોજનાઓ બનાવવી આવશ્યક રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં આપના વિચારો અને સૂઝબૂઝ થકી લાભ મેળવી શકશો. નોકરીમાં પ્રગતિના યોગ છે. પરિવાર સાથે નાની મુસાફરીનું આયોજન શક્ય બનશે. આપની ઊર્જાશક્તિમાં વધારો થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સકારાત્મક વિચારશક્તિ અને આધ્યાત્મિક વાતાવરણ મનની શાંતિ વધુ મજબૂત બનાવે. આ સમયમાં નાણાકીય લાભ વધુ મજબૂત બને. સંપત્તિ લે-વેચના બિઝનેસમાં ફાયદો અપાવે. ધંધાકીય ક્ષેત્રમાં નવા પાયા નંખાય. વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા દર્શાવવા માટે સમય સારો રહેશે. ભાવિ કારકિર્દીને અનુલક્ષીને પગલાં લઈ શકશો. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય થાય.
• તુલા (ર,ત)ઃ સપ્તાહની શરૂઆતનો સમય આપના માટે ઘણો ફાયદોકારક સાબિત થાય. ધંધાકીય ક્ષેત્રમાં વધારો કરવાનો વિચાર હોય તો એ શક્ય બને. આર્થિક બોજો હળવો બનશે. લોનના ભારણમાંથી મુક્ત થઈ શકશો. નોકરીના ક્ષેત્રે આપનાં સ્વપ્ન પૂર્ણ થતાં જોવા મળે. ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકશો. પરિણામે માનસન્માનમાં વધારો થાય. પારિવારિક પ્રસંગોને કારણે આનંદિત માહોલમાં સમય પસાર કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આત્મવિશ્વાસ ડગમગતો જોવા મળે. થોડીઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. કોઈક અનુભવી અંગત સ્નેહીજનની સલાહથી આપ આ મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. આરોગ્ય બાબતે પણ થોડી વધુ કાળજી લેવી જરૂરી છે. નાણાકીય સ્થિતિમાં બેલેન્સ જળવાઈ રહેશે. ધંધા-નોકરીમાં વ્યક્તિગત મતભેદ દૂર રાખીને કામગીરી કરવી હિતાવહ રહેશે. વાહન-મિલકત ખરીદીમાં થોડી સાવચેતી રાખવી જરૂરી.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે મન વ્યાકુળ રહેશે. જોકે યોગ્ય સંભાળ કોઈ મોટી તકલીફમાંથી બચાવી શકશે. જીવનસાથીનો સહયોગ આપના કાર્યોમાં જરૂરી બને. નોકરી-વ્યવસાયના કાર્યોમાં સ્થિતિ યથાવત્ રહેશે. તમારા સહકર્મચારી સાથેના ઘનિષ્ઠ સંબંધ કામ લાગશે. ખર્ચાઓ ઉપર થોડો કંટ્રોલ રાખવો જરૂરી બની રહેશે. વિદ્યાર્થીઓને મહેનતનું સારું પરિણામ મળી રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં થોડું જતું કરશો તો ફાવશો.
• મકર (ખ,જ)ઃ ચિંતાઓનું ભારણ ઓછું થતું જાય. માનસિક સ્વસ્થતા વધુ મજબૂત બનશે. આર્થિક રીતે સમય ઉત્તમ સાબિત થાય. આકસ્મિક લાભ મેળવી શકશો. વ્યાપાર-ધંધાના ક્ષેત્રમાં પણ સારી એવી સફળતા હાથ લાગશે. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની ઇચ્છા સાકાર થાય. મહેનતનું પરિણામ મેળવી શકશો. વડીલો-સ્વજનો સાથે સારો સમય પસાર કરશો. સંતાનોની સમસ્યાનો હલ લાવી શકશો. પ્રવાસ-પર્યટનથી લાભ થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય ગૃહાદિક જીવન અને વ્યાપારિક કાર્યોમાં વિના કારણે પરિસ્થિતિ તંગ બનાવે, જેથી વાણી-વર્તનનો કાળજીપૂર્વક ઉપયોગ કરશો તો લાભમાં રહેશો. તમારા પરત્વે લાગણી રાખનારા પણ તમારી અવગણના કરે. નાણાકીય મામલે ખાસ કોઈ ચિંતા જણાતી નથી. નોકરિયાત વર્ગને જોઈજાળવીને આગળ વધવા સૂચન છે. પ્રવાસનું આયોજન હોય તો એ હાલ મુલત્વી રાખવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. વિદ્યાર્થીઓ માટે હજી વધુ મહેનત કરવી જરૂરી બને.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય વિકાસશીલ પૂરવાર થાય. પ્રગતિ આડેના અવરોધો દૂર થાય અને સફળતા પ્રાપ્ત કરશો. વ્યવસાયિક ક્ષેત્રમાં માનપાન, પ્રતિષ્ઠામાં વધારો જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં પણ ગેરસમજ દૂર થાય, ન ધારેલા કાર્યો સફળ થાય. દામ્પત્યજીવનમાં વધુ પ્રેમભર્યો સમય માણી શકશો. નાણાકીય ભીડ ઓછી થાય. વધુ વાચન અને ચિંતન તરફ આકર્ષાશો. વિદ્યાર્થીઓ ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકશે. નવા વાહન કે મિલકતની ખરીદી શક્ય બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter