• મેષ (અ,લ,ઇ)ઃ એકાગ્રતામાં ઘટાડો અનુભવાય. તમારા કાર્યોને યોગ્ય દિશા આપવામાં મુશ્કેલી લાગે. થોડું આત્મચિંતન કરીને અહંકાર બાજુ પર રાખી કામગીરી કરવી. વ્યવસાયમાં કોઈ પણ નવું કામ શરૂ કરવા માટે હાલ સમય યોગ્ય જણાતો નથી, જેથી થોડી રાહ જોઈ આગળ વધશો. નોકરીની શોધખોળ કરતાં વ્યક્તિઓને માટે હવે રાહતનો શ્વાસ લેવાનો સમય આવી રહ્યો છે. આર્થિક રીતે મુશ્કેલીઓ ઓછી થતી જોઈ શકશો.
• વૃષભ (બ,વ,ઉ)ઃ પારિવારિક વિવાદ દૂર કરવા માટે પ્રયત્નો ચાલુ રાખશો તો સફળતા મળશે. નાણાકીય મૂંઝવણો દૂર કરવા માટે હજી વધારે પ્રયત્નો કરવા જરૂરી રહેશે. વ્યાવસાયિક કામગીરીમાં તમારે પૂરતું ધ્યાન આપવું પડશે. નોકરીમાં બઢતીની તક મળી શકશે. નવી વાહનની ખરીદીની ઈચ્છાને થોડો સમય મુલત્વી રાખવી પડે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહની શરૂઆત ખૂબ સકારાત્મક રહેશે. તમારું માન-સન્માન અને આદર્શોને તમે પૈસા કરતાં વધુ મહત્ત્વ આપશો. તમારું ભાગ્ય પણ ખૂબ સાથ આપશે. વ્યવસાયમાં ભાગીદારી માટેની વાતો ચાલતી હશે તો એમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. કામ સંબંધિત કેટલીક બાબતોમાં ફેરફાર જરૂરી રહેશે. નોકરીમાં આપની પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો જોઈ શકશો. પરિવારમાં કોઈ આનંદપ્રદ કાર્યક્રમ યોજાય, જેના કારણે બધા ભેગા મળીને મનોરંજન મેળવી શકશો. વાહનની ખરીદીની શક્યતા રહેશે.
• કર્ક (ડ,હ)ઃ તમારું ચિત્ત થોડું ભટકતું રહેશે. મનમાં અશાંતિ જણાય. કામ કરવા માટે પણ આળસ અનુભવશો. જીવનમાં આર્થિક ચઢાવ-ઉતારને પણ સંતુલન કરવા માટે તમારે ખૂબ મહેતન કરવી પડશે. કરિયર સંબંધિત બાબતોમાં જરૂરી સલાહથી આગળ વધશો. વ્યવસાયિક સંબંધોમાં ઉદ્ભવતા વિવાદો તેમજ દુવિધાને દૂર કરવા માટે યોગ્ય આયોજન જરૂરી રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે થોડી વધુ કાળજી રાખવી જરૂરી.
• સિંહ (મ,ટ): સપ્તાહ દરમિયાન આપના ગ્રહોની પરિસ્થિતિ સાનુકૂળ થતી જોઈ શકશો. અજાણ્યા વ્યક્તિ સાથેની મુલાકાત જીવનભરનું સંભારણું બની શકે છે. નાણાકીય બાબતોમાં થોડી વધુ ચોકસાઇ રાખીને કામગીરી કરવી જરૂરી. વ્યવસાયમાં કોઈની ઉપર અતિ વિશ્વાસુ બનીને કામગીરી સોંપી દેવી નહીં, નહીંતર નુકસાન તમારે જ વેઠવું પડશે. નોકરીમાં જગ્યાની ફેરબદલી અથવા તો ઈન્ટરવ્યુની તૈયારી કરતા હો તો સફળતા મળશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ પારિવારિક ઝઘડા મોટું સ્વરૂપ ધારણ ના કરે તેની કાળજી તમારે જ રાખવી પડશે નહીં તો વિવાદ વકરી શકે છે. કાર્ય સંબંધિત લક્ષ્ય સમયસર પૂરા કરવા માટે ભાગદોડ વધી જાય. કામનું પ્રેશર પણ જણાય. વ્યવસાયિક રીતે કોઈ નવા રોકાણો તેમજ નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થઈ શકવાની સંભાવના રહેશે. જોકે, કાયદાકીય દાવપેચમાંથી પણ પસાર થવું પડે. નાણાકીય રીતે સમય મધ્યમ છે.
• તુલા (ર,ત)ઃ કોઈ પણ નિર્ણય ઉતાવળથી લેવાને બદલે થોડું શાંત ચિત્ત રાખીને લેશો તો તમને પરિણામ પણ લાભદાયી મળી શકે છે. જમીન-મકાનને લગતા કામકાજમાં દસ્તાવેજ સંબંધિત કાર્યવાહી પણ ધ્યાનથી કરજો. નાણાકીય રીતે સમય તમને સાથ આપશે. ફસાયેલાં નાણાં પાછાં મળી શકશે. પરિવાર તેમજ જીવનસાથી તરફથી પૂરેપૂરો સહયોગ પ્રાપ્ત કરી શકશો. નોકરી-વ્યવસાયમાં કામને કારણે એકથી બીજી જગ્યાએ ભાગદોડમાં વધારો જોવા મળે.
• વૃશ્ચિક (ન,ય)ઃ તમે તમારી ક્ષમતા કરતાં પણ વધુ કામગીરી કરી રહ્યા છો જેના કારણે શરીર તેમજ મનથી પણ થાકનો અનુભવ થાય. થોડો રાહતનો શ્વાસ લો અને જરૂર પૂરતી કામગીરી કરો. નોકરિયાત વ્યક્તિઓને ઉપરી અધિકારીઓ સાથેના સંબંધોમાં હવે વધુ સુમેળ જોવા મળે. વ્યવસાય-ઉદ્યોગમાં રોજબરોજના કાર્યો પર પણ ધ્યાન આપવું જરૂરી રહેશે. કાયદાકીય દાવપેચમાંથી બહાર નીકળવા માટેના રસ્તાઓ ખુલ્લા થતાં જોઈ શકાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન ઘરનું વાતાવરણ અનુશાસિત તથા વ્યવસ્થિત બની રહે તેના માટે તમારે તનતોડ મહેનત કરવી પડશે. બાળકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે શાંતચિત્ત રાખીને નિર્ણય લેજો. વ્યવસાયિક કામગીરીમાં યોગ્ય કોમ્યુનિકેશન જાળવશો તો દરેક મુશ્કેલીઓનો ખ્યાલ આવશે સાથે એનું નિરાકરણ પણ મેળવી શકશો. નોકરિયાત વર્ગને બઢતીના સંજોગો ઊભા થાય. સ્વાસ્થ્ય સંબંધિત થોડી ચિંતાઓ રહેશે.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ થોડું બેચેની તેમજ માનસિક તણાવવાળું પસાર થાય. નાણાકીય લેવડદેવડમાં ખૂબ ધ્યાન રાખીને આગળ વધજો નહીંતર મોટી નુકસાનીમાં ફસાઈ જવાનો વખત આવી શકે છે. વ્યવસાય-ઉદ્યોગમાં હમણાં કોઈ નવા કાર્યની શરૂઆત ન કરવાનું સલાહભર્યું છે. નોકરિયાત વર્ગને પોતાના અધિકાર પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. નવી નોકરીની શોધખોળમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહની શરૂઆતના દિવસોમાં થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પરંતુ અંત સુધીમાં તમારી દરેક સમસ્યાનો હલ આવી શકે છે. નોકરી-વ્યવસાયમાં થોડું કાયદાકીય દાવપેચમાંથી પસાર થવું પડે. પાર્ટનરશીપમાં સંભાળવું જરૂરી. તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળશે. કોર્ટ-કચેરીના કાર્યમાં વિજય પ્રાપ્ત કરી શકશો. નાના પ્રવાસનું આયોજન થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી અંદર રહેલી પ્રતિભા તેમજ ક્ષમતાને હવે બહાર લાવો, જે તમને સફળતાના માર્ગે આગળ લઈ જશે. તમારી વિશેષ ઉપલબ્ધિની ચર્ચા ચારેબાજુ થતી જોવા મળશે. નોકરિયાત વર્ગને કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂરો કરવા માટે દોડધામ વધે. વ્યવસાય-જગતમાં ભાગીદારીથી ફાયદો થાય. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. તેમના ડાયેટ પર ધ્યાન આપવું જરૂરી.