તા. 21 સપ્ટેમ્બર 2024થી 27 સપ્ટેમ્બર 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 20th September 2024 07:27 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં નવીન તકો મળતા વિકાસ અને પ્રગતિના માર્ગ ખુલે. અગત્યના કામ પાર પાડી શકાય. નાણાંકીય રીતે પરિસ્થિતિ અનુકૂળ થતી જોવા મળશે. તમારા ખર્ચાઓને પહોંચી વળવા માટેની યોગ્ય જરૂરિયાત થઈ શકશે. ધંધાકીય ક્ષેત્રમાં ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. વિરોધીઓ હવે થોડા શાંત થાય. કૌટુંબિક રીતે થોડી જવાબદારી વધે. સ્નેહી-સ્વજન તરફથી માનપાન મેળવશો. નોકરિયાતને પ્રગતિમાં વધારો થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ હાથ ધરેલી પ્રવૃત્તિઓ માટે જરૂરી મદદ ઊભી કરવામાં સફળ થશો. ચિંતાનો બોજ ઓછો થાય. આર્થિક રીતે બાકી નાણાં પરત મળતા થોડી રાહત થાય. જોકે બિનજરૂરી ખર્ચ ઉપર કંટ્રોલ રાખવો જરૂરી. નોકિરયાત વર્ગ માટે સમય થોડો મિશ્ર પરિણામવાળો જણાય. વ્યવસાયમાં લાભ થાય, પણ સામે એવી દોડધામ પણ કરવી પડશે. જીવનસાથી સાથેના સંબંધોમાં થોડો ઘણો સુધારો જોવા મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આસપાસની પરિસ્થિતિ હવે સુધરતી જોવા મળે. મનની મૂંઝવણો દૂર થાય. સમય હવે તમારા પક્ષમાં થતો જોઈ શકશો. કામગીરીમાં પણ સફળ થઈ શકશો. આર્થિક મામલે હવે તમારી ચિંતાઓ દૂર થાય. નવી આવક ઊભી કરવા માટેનો માર્ગ મોકળો થાય. નોકરી-વ્યવસાયમાં સાનૂકૂળ તક પ્રાપ્ત કરશો, જે લાભદાયક રહેશે. કોઈ નવી જવાબદારી આવશે પરંતુ તમે એે સારી રીતે નિભાવશો.
• કર્ક (ડ,હ)ઃ સમય હજી થોડી અકળણામણ અને બેચેની વર્તાશે. વિનાકારણ કાર્યપૂર્તતામાં વિલંબ થતો જોવા મળે. નાણાકીય ભીડ સહન કરવી પડે. બધી બાજુથી પરિસ્થિતિ વિપરીત થતી જોવા મળે. જોકે હિંમત હાર્યા વગર ધીરજથી કામ લેશો તો આ બધામાંથી સફળતાપૂર્વક બહાર આવી શકશો. વ્યાપાર-નોકરીના ક્ષેત્રમાં બિનજરૂરી દલીલમાં ન ઉતરવા સલાહ રહેશે. કોર્ટકચેરીના કાર્યોમાં હમણાં કોઈ પણ જાતની ઉતાવળ કરશો નહીં.
• સિંહ (મ,ટ): હાથ ધરેલી પ્રવૃત્તિમાં જરૂરી સાનુકૂળતા ઊભી થઈ શકશે. સફળતા અને આશાસ્પદ સંજોગો તમારા ઉત્સાહમાં વધારો કરશે. નાણાકીય રીતે પરિસ્થિતિ તમારા માટે અનુકૂળ બનતી જોવા મળે. બાકી નીકળતાં નાણાં પરત મેળવશો. નોકરિયાત વર્ગને થોડા ઘણાં અંશે પરિશ્રમ વધુ કરવો પડે. વ્યવસાય જગતમાં પ્રગતિના માર્ગે આગળ વધી શકશો. શેરબજારથી સંભાળવું. વાહન-મિલકતની ખરીદીથી લાભ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં માનસિક વ્યથા-બેચેનીનો અનુભવ થાય. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટેના તમારા પ્રયત્નો નકામા જશે નહિ. આર્થિક બાજુ જોતાં તમારા ખર્ચને પહોંચી વળવા માટેની વ્યવસ્થાને ઊભી કરવામાં સફળ થશો. નોકરી-વ્યાપારમાં ઉન્નતિનો માર્ગ હજી અવરોધરૂપ જોવા મળે. છતાં મહેનત અને પ્રયત્નો ચાલુ રાખશો. સંપત્તિ બાબતના પ્રશ્નો ઉકેલવા માટે યોગ્ય સલાહકારની મદદથી આગળ વધશો તો સફળ થશો.
• તુલા (ર,ત)ઃ કેટલીક નવીન યોજનાઓ અને લાભદાયક તકો હાથ લાગે તો તુરંત એના પર કામે લાગી જજો. આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાના તમારા પ્રયત્નો સફળ થતાં જોઈ શકશો. કેટલાક અંશે કામકાજનો બોજો વધતો જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં તમારી વિચારસરણી અને પ્રયત્નોથી સફળતા હાંસલ કરી શકશો. સહકર્મચારી તફથી વાહવાહ મેળવી શકશો. મકાન-મિલકતના પ્રશ્નો હજી વણઉકેલ્યા રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ છેલ્લા કેટલાક સમયથી બગડેલા સંબંધો હવે સુધરતા જોવા મળે. ઘરની સુખસુવિધામાં વધારો કરી શકશો. આર્થિક સ્થિતિ સદ્ધર થતી જોવા મળશે. વ્યવસાય જગતમાં તેજીનો માહોલ જોઈ શકશો. ભવિષ્યને લગતા મૂડીરોકાણ માટે સમય સાનુકૂળ છે. કરિયરની ચિંતા હવે ઓછી થતી જોવા મળે. તમારી ઇચ્છિત જગ્યાએ નોકરી પ્રાપ્ત કરી શકો એવા યોગ સર્જાય. પ્રવાસ-પર્યટનથી વાતાવરણમાં ઉત્સાહમાં વધારો જોવા મળે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન સારો એવો સમય ઘરની દેખરેખ કે સુધારાને લગતી ગતિવિધીમાં પસાર થાય. આર્થિક રીતે કોઈને ઉછીના આપેલા નાણાં પરત મેળવી શકશો. વ્યવસાયમાં પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખી આગળની કામગીરી કરવાની સલાહ રહેશે. નોકરીમાં બદલી-બઢતીના અટવાયેલા કામકાજોનો હવે ઉકેલ આવે. પરિવાર સાથે થોડો વધુ સમય પસાર કરશો. વિદ્યાર્થીઓને કોઈ શુભ સમાચાર મળે.
• મકર (ખ,જ)ઃ તમારો આ સમય થોડો કસોટીવાળો રહેશે. જોકે તમારી સૂઝબૂઝથી તમે દરેક કસોટીમાંથી પાર ઉતરી શકશો. વ્યવસાય જગતમાં બદલાતી પરિસ્થિતિ સાથે નવી નીતિથી કામગીરી કરશો ફાયદો રહેશે. નોકરીના ક્ષેત્રમાં તમારી સહકર્મચારી સાથે નજીવી બાબતે રકઝક થાય એવી સ્થિતિ બની શકે છે. જીવનસાથી સાથેના સંબંધમાં સુધારો જોવા મળે. જોકે સ્વાસ્થ્યને લઈને થોડી સમસ્યા રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો, જે આપને રાહત અને હકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવશે. આર્થિક મામલામાં તમારી કોઈ નજીકની વ્યક્તિની મદદથી ગૂંચવાયેલા પ્રશ્નોનો હલ લાવી શકશો. વ્યાપારિક પરિસ્થિતિમાં થોડાંઘણાં પરિવર્તનો જોઈ શકશો. તમારું માન-સન્માન પણ વધે. નોકરી માટે જે પ્રયાસો તમે કરી રહ્યા છો તે હવે સફળ થતાં જોઈ શકશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન કામનું ભારણ વધતું જોવા મળે. સ્ટ્રેસના કારણે તમારો સ્વભાવ પણ બદલાતો જોઈ શકશો. ચીડિયાપણું, ગુસ્સો, ટેન્શન અનુભવશો. નાણાકીય રીતે આ સમય સારો રહેશે. તમારા કામનું વળતર પણ સારું મેળવશો. જો કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચારતા હોવ તો એ પણ શક્ય બનશે. વ્યવસાયમાં કોઈ પણ લેવડદેવડ કરતાં સમયે સાવચેતી જરૂરી. નોકરીમાં પરિવર્તનની ઇચ્છા ધરાવતા હો તો એ હવે સાકાર થતી જોવા મળે. સંતાનના મામલે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયો માટે યોગ્ય વિચાર કરીને આગળ વધશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter