વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન પરિસ્થિતને અનુકૂળ થઈ કામગીરી કરવી. વિચારશક્તિને બાજુ પર રાખી તમારા કામ પર ધ્યાન આપશો. પૈસાની દ્રષ્ટિએ આ સમય તમારો સકારાત્મક રહેશે, કોઈ અણધાર્યા લાભ પ્રાપ્ત કરી શકાય. નોકરી-વ્યવસાયમાં કોઈ નજીકની જ વ્યક્તિ તરફથી દગો થવાની સંભાવના રહેશે. પરિવારના સભ્યો માટે પણ સમય આપવો જરૂરી. શેરમાર્કેટમાં હમણાં કોઈ પણ પ્રકારનું જોખમ લેવું હિતાવહ નથી.
• વૃષભ (બ,વ,ઉ)ઃ કોઈ પણ પ્રકારની ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે. આથી ધ્યાન રાખવું જરૂરી. લાંબા સમયથી સતાવતી સમસ્યાનો અંત આવશે. કોઈ નજીકના મિત્રથી શુભ સમાચાર મળે. નોકરીના ક્ષેત્રમાં આપની લાગણીને કાબૂમાં રાખી કામગીરી કરવી. વ્યવસાયિક રીતે આ સમય સફળ રહેશે. નવા રોકાણોથી લાભ મળે. સ્વાસ્થ્ય પણ સુધરતું જોઈ શકશો. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન ખર્ચમાં વધારો થતો જણાશે. તમારી મનોસ્થિતિ પર પણ થોડી અસર પડશે. જોકે, અગાઉથી જ પદ્ધતિસર આગળ વધ્યા હશો તો કોઈ ખાસ મુશ્કેલી સહન કરવી પડશે નહીં. વ્યવસાયમાં આ સમય દરમિયાન કેટલીક મહત્ત્વપૂર્ણ યોજના પર કામ હાથ ધરી શકશો. મકાનના રિનોવેશન બાબતમાં પણ કામ આગળ વધારી શકશો. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મેળવશો.
• કર્ક (ડ,હ)ઃ આ સમય તમારા ગ્રહયોગોની રીતે લાભદાયક રહેશે. તમારી મહેનતનું પરિણામ મેળવવાનો સમય આવી ગયો છે. વ્યવસાયિક રીતે કોઈ મોટી કંપનીઓ સાથે જો કામ કરવાની ઈચ્છા ધરાવતા હશો તો તમારા પ્રયત્નો સફળ થાય. નોકરીના કારણે થોડી દોડધામ વધશે. જીવનસાથી સાથેના સંબંધો સુધરતા જોવા મળે. નાણાકીય રીતે મધ્યમ સમય છે.
• સિંહ (મ,ટ)ઃ જોઈતી તકો પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. તમારો ઉત્સાહ વધતો જોવા મળે. આર્થિક જવાબદારીમાં પણ વધારો થાય, સામે તેને પહોંચી વળવાના રસ્તા પણ ખુલતા જોવા મળશે. નોકરીમાં સ્થિતિ યથાવત્ રહેશે. થોડી મૂંઝવણ પણ અનુભવશો. કૌટુંબિક મામલાને બને તો ઘરના અંદર જ શોર્ટઆઉટ કરવાના પ્રયત્નો કરજો. કોઈ દૂરની વ્યક્તિની દખલ સંબંધોમાં અંતર વધારી શકે છે જેનું ખાસ ધ્યાન રાખશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી લાભ થાય. આ સમયમાં રાજકીય તથા સામાજિક કાર્યો કરતી વ્યક્તિઓ માટે થોડી મુશ્કેલી વધતી જોવા મળે. વ્યવસાયમાં તમારા અટકેલાં કાર્યો પૂરાં થાય. નવા પ્રોજેક્ટ્સ હાથ લાગે. નોકરીના સ્થળે તમારું માન–સન્માન વધતું જોઈ શકશો. સંતાન તેમજ ઘરના સભ્યોનો સાથ-સહકાર મેળવી શકશો. કામને કારણે થોડી દોડધામ પણ વધતી જોવા મળશે.
• તુલા (ર,ત)ઃ સપ્તાહની શરૂઆતમાં થોડું કામનું ભારણ બેચેનીમાં પણ વધારો કરે. જોકે, હિંમત અને મહેનતથી કામ કરે રાખશો તો રાહત અનુભવશો. આર્થિક રીતે લાભકારક સમય. નોકરીમાં તમારી કામ કરવાની પદ્ધતિમાં હવે ફેરફાર જરૂરી રહેશે. નવી ટેકનોલોજી સાથે કામ કરવાની ટેવ પાડવી અનિવાર્ય રહેશે. કોર્ટ–કચેરીમાંથી હવે છૂટકારો મેળવી શકશો. તમારા પાર્ટનર સાથે પ્રવાસનું આયોજન કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થતો જોવા મળશે. કોઈ અણધાર્યા લાભ પ્રાપ્ત થાય. ધંધાકીય ક્ષેત્રોમાં થોડીઘણી મુશ્કેલીઓ આવશે પરંતુ તેમાંથી બહાર નીકળવાના રસ્તા પણ તમારા અનુભવથી મેળવી શકશો. વિરોધીઓ તમને નીચા દેખાડવાના પ્રયત્નો કરશે, પણ સફળ થાય નહીં. નોકરિયાત વર્ગને સહકર્મચારીઓ સાથે કામના વિવાદમાં ન ઉતરવાની સલાહ રહેશે. કૌટુંબિક કાર્યો આ સપ્તાહમાં પૂર્ણ કરી શકશો. નજીકના કોઈ મિત્ર સાથેની મુલાકાતથી આનંદ થાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આપનું મનોબળ ટકાવવું જરૂરી. નાણાકીય પરિસ્થિતિ હાલકડોલક થતી જોવા મળશે. આવક કરતાં જાવકનું પલડું ભારે બનશે. પુરુષાર્થ – મહેનત બમણી કરવાં પડશે. નોકરી કે ધંધામાં આ સમય ખૂબ મહેનત માંગશે. મકાન–મિલકતની કામગીરીમાં કોઈ ઉતાવળા નિર્ણય ન લેવાની સલાહ છે. ગૃહાદિક જીવન એકંદરે બેલેન્સવાળું રહેશે. સંતાનો તરફથી હૂંફ–લાગણી મળતાં થોડી રાહત રહેશે.
• મકર (ખ,જ)ઃ આનંદ અને ઉત્સાહથી તમારા કામમાં વ્યસ્ત રહેશો તો નક્કામી ચિંતાથી દૂર રહી શકશો. ધર્મકાર્ય તેમજ ભક્તિભાવથી જીવનની રાહ બદલી શકો છો. સાંસારિક જીવનમાં વિચાર મતભેદ હોય તો ચર્ચા-વિચારણાથી દૂર કરવાનો પ્રયત્ન કરજો. ધંધાકીય ક્ષેત્રમાં ઉઘરાણીનાં નાણાં પરત મેળવી શકાય. નોકરીમાં તમારા લાંબા સમયના પ્રયત્નો હવે સફળ થાય. સંતાનોના અભ્યાસ બાબતે યોગ્ય વ્યક્તિ સાથે ચર્ચાઓ કરીને નિર્ણય લેવો સલાહનીય છે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં તમારી માનસિક અને શારીરિક સ્થિતિનું બેલેન્સ બનાવી રાખવામાં સફળ થાવ. ઉત્સાહપ્રેરક કામકાજ થાય. તમારી ઓળખાણ - પરિચય તમારા ધંધાના ક્ષેત્રમાં કામ લાગશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. ફસાયેલાં નાણાં પાછા મળે. જમીન–મકાનના પ્રશ્નો થોડા વિલંબ સાથે નિપટાવી શકશો. વિદ્યાર્થીને આ સમયમાં કોઈ લાભ થાય. દાંપત્યજીવનમાં સાનુકૂળતા સર્જાય. માંગલિક પ્રસંગોને કારણે થોડી વ્યસ્તતા રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ થોડું વિચારોના વમળમાં પસાર થાય. ચિંતાઓ વધતી જોવા મળશે. સંજોગો સુધરતા થોડી વાર લાગશે. આર્થિક રીતે સ્થિતિ યથાવત્ રહેશે જેથી કરીને થોડું જોઈ જાળવીને ખર્ચા કરજો. નોકરી-ધંધામાં તમારા વિરોધીઓ તમારા માટે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી કરશે. જોકે, હિંમત હાર્યા વગર તમારી કામગીરી ચાલુ રાખશો તો લાભમાં રહેશો. જીવનસાથી તેમજ કૌટુંબિક વ્યક્તિઓનો સહકાર તમારી સાથે હંમેશા રહેશે. મહત્ત્વના કામકાજો ધીરે ધીરે ઉકેલાતા જોઈ શકશો.