તા. 22 જૂન 2024થી 28 જૂન 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 21st June 2024 06:19 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં નવીન તકો મળતાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલે. અગત્યના કામ પાર પાડી શકાય. નાણાંકીય રીતે પરિસ્થિતિ અનુકૂળ થતી જોવા મળશે. તમારા ખર્ચાઓને પહોંચી વળવા માટેની યોગ્ય આયોજન થઈ શકશે. ધંધાકીય ક્ષેત્રમાં ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. વિરોધીઓ હવે થોડા શાંત થાય. કૌટુંબિક રીતે થોડી જવાબદારી વધે. સ્નેહી સ્વજન તરફથી માનપાન મેળવશો. નોકરિયાતોને પ્રગતિમાં વધારો થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ હાથમાં લીધેલા આયોજન માટે જરૂરી મદદ મેળવી શકશો. માનસિક ચિંતાઓ ઓછી થાય. આર્થિક રીતે બાકી નાણાં પરત મળતાં થોડી રાહત થાય. જોકે બિનજરૂરી ખર્ચ ઉપર કંટ્રોલ રાખવો જરૂરી રહેશે. નોકરિયાત માટે સમય થોડો મિશ્ર છે. વ્યવસાયમાં લાભ થાય પરંતુ સામે એવી દોડધામ પણ કરવી પડશે. જીવનસાથી સાથેના મતભેદો દૂર થતા જોવા મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારી આસપાસની પરિસ્થિતિ હવે સુધરતી જોવા મળે. મનની મૂંઝવણો દૂર થાય. સમય હવે તમારા પક્ષમાં થતો જોઈ શકશો. કામગીરીમાં પણ સફળ થઈ શકશો. આર્થિક મામલે હવે તમારી ચિંતાઓ દૂર થતી જણાય. નવી આવક ઊભી કરવા માટેનો માર્ગ મોકળો થાય. નોકરી-વ્યવસાયમાં સાનુકૂળ તક પ્રાપ્ત કરી શકાય, જે તમને લાભદાયક રહેશે. નવી કોઈ જવાબદારી આવશે, પરંતુ તમે એને સારી રીતે નિભાવી શકશો.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહે હજી થોડો અકળામણ અને બેચેનીનો અનુભવ કરાવશે. હાથમાં લીધેલા કાર્યોમાં વિનાકારણ વિલંબ થતો જોવા મળે. નાણાકીય ભીડ સહન કરવી પડે. બધી બાજુથી પરિસ્થિતિ વિપરીત થતી જોવા મળે. જોકે હિંમત હાર્યા વગર ધીરજથી કામ લેશો તો આ બધામાંથી સફળતાપૂર્વક બહાર આવી શકશો. વ્યાપાર-નોકરીના ક્ષેત્રમાં બિનજરૂરી જીભાજોડીમાં ન ઉતરવા સલાહ રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં હમણાં કોઈ પણ જાતની ઉતાવળ કરશો નહીં.
• સિંહ (મ,ટ): કાર્ય કરતી વખતે ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ થઈને કામગીરી કરશો તો સફળતા મેળવી શકશો. આર્થિક રીતે હવે સમય સારો છે. બાકી નીકળતા નાણાં પરત મેળવી શકાય. વ્યવસાય-નોકરીમાં તમારા સહકર્મચારીઓ સાથેના કામની રકઝકમાં નહીં પડો તો સંબંધો સાચવી શકશો. મકાનના રિનોવેશનના કામકાજમાં ખાસ કાળજી રાખવી નહીં તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવી પરિસ્થિતિ પેદા થઈ શકે છે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ જીવનમાં દરેક બાબતોમાં અનુશાસન અને શિસ્ત જાળવવી જરૂરી છે. જો આ બાબતો પર પૂરતું ધ્યાન નહીં આપો તો પરિસ્થિતિ ડામાડોળ બની જશે. વ્યવસાયિક રીતે નવી કામગીરી ચાલુ કરતાં પહેલાં દરેક બાબતની પૂરેપૂરી જાણકારી મેળવી લેજો. જીવનસાથી સાથેના સંબંધોના તાલમેલ જાળવવાની જવાબદારી તમારી ઉપર આવી જાય. સંતાનોના જીવનની સમસ્યાઓનું સમાધાન શોધવામાં સફળતા પ્રાપ્ત થાય.
• તુલા (ર,ત)ઃ સમયની કિંમતને ઓળખો. યોગ્ય સમયે યોગ્ય કામ ન કરવાથી તમારું જ નુકસાન થશે. આર્થિક રીતે સમય થોડો મધ્યમ રહેશે. વ્યવસાયને વધારવા માટે નવી યોજનાઓ બનાવવી અગત્યની રહેશે. નોકરિયાત વ્યક્તિઓને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાન પર ફોકસ કરવું ફાયદાકારક રહેશે. મકાન-મિલકતના રિનોવેશનમાં સફળતા મેળવી શકશો. કોર્ટ-કચેરીના વિલંબમાં પડેલા કામ પૂરાં કરવાં પૂરતા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ નકારાત્મક વિચારને ખંખેરીને સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી. થોડું આત્મચિંતન પણ આવશ્યક છે. વ્યવસાય-નોકરીમાં મહત્ત્વપૂર્ણ સંપર્ક પ્રાપ્ત કરી શકાય, જે તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારના સભ્યો સાથે આનંદનો સમય પસાર થાય. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી તકલીફ રહેશે, પણ તે કામચલાઉ હશે. વિદેશમાં ભણવા જવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને પોતાના સ્વપ્ન પૂર્ણ થતા જણાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ બહારનું વાતાવરણ શારીરિક મુશ્કેલી તેમજ સુસ્તી ઊભી કરી શકે છે. આથી કાળજી રાખશો. તમારા નિર્ણયો થકી મહત્ત્વપૂર્ણ કામગીરીમાં સફળતા મેળવી શકશો. વ્યવસાયિક કામગીરીમાં બીજાના મંતવ્ય પણ કામ લાગે. નોકરિયાત વ્યક્તિઓને ગુસ્સા પર થોડોક કંટ્રોલ રાખવો જરૂરી રહેશે. જીવનસાથી સાથે મતભેદમાં વધારો થતો જોવા મળશે.
• મકર (ખ,જ)ઃ આ સમય થોડો મિશ્ર પરિણામ આપનારો જણાશે. કોઈ કામગીરીમાં સફળ થવાય તો કોઈ કામો અટકતા જોવા મળે. જે વ્યક્તિઓ તમારા સપોર્ટમાં હોય તેઓ પણ તમારાથી નારાજ જોવા મળે. પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. આવકના સાધનો હવે આસાન થાય. વિઝાને લગતી કામગીરીમાં રાહત જોઈ શકશો. કરિયર સંબંધિત મહત્ત્વપૂર્ણ કામગીરી હાથ લાગશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આર્થિક મામલે આ સપ્તાહ આપને માટે શ્રેષ્ઠ રહેશે. તમારા માટે કોઈ મહત્ત્વપૂર્ણ વસ્તુની ખરીદી પણ કરી શકશો. વ્યાવસાયિક કામગીરી હવે ઝડપથી આગળ વધતી જોઈ શકશો. નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી શકશો. નોકરીના સ્થળ પર તમારી કામગીરીને કારણે સફળતા મેળવી શકાય. તમારી વાહ વાહ થાય. સંતાનોની મહત્ત્વપૂર્ણ બાબતો ઉપર કોઈ ચોક્કસ નિર્ણય કરી શકશો. પ્રવાસ-પર્યટનથી મન પ્રફુલ્લિત જોવા મળે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ અનેક વિઘ્નોને પાર કરીને હવે તમે તમારી જાતને બીજા સમક્ષ સફળ પુરવાર કરશો. માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. નાણાકીય બાબતે હવે પોઝિટિવ સમય છે. જરૂરી નાણાંની જોગવાઈ કરી શકશો. વ્યવસાયમાં થોડું બજેટથી બહાર કામ કરવું પડશે. જોકે આગળ જતાં એ તમને ફાયદાકારક સાબિત થશે. નોકરીના સ્થળ ઉપર હજી નાના નાનાં વિઘ્નો જોવા મળે, પરંતુ તેને તમે આસાનીથી પાર પાડી શકશો. જીવનસાથી સાથે સુખદ સમય વ્યતીત કરશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter