વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન અટવાયેલા કાર્યો આગળ વધશે. આપના નિર્ણયો સફળ થાય. તમારી આર્થિક મૂંઝવણોમાંથી બહાર નીકળવાના રસ્તા પ્રાપ્ત કરી શકાય. વ્યવસાયના ક્ષેત્રે જે કોઈ પરેશાની હોય એને દૂર કરવા માટે યોગ્ય વ્યક્તિની સલાહ લઈ આગળ વધવું, નહીં તો મુશ્કેલીમાં વધારો થાય. નોકરી-કરિયર રિલેટેડ બાબતોમાં માતા-પિતાના સહયોગ થકી સફળ થઈ શકશો. નાના પ્રવાસની યોજનાઓ સફળ થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં થોડું વધુ સાવચેતી રાખીને નિર્ણયો લેવા સલાહ રહેશે. અંગત વ્યક્તિઓ સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે, જેથી કરીને વાણી-વ્યવહાર પર કાબુ જરૂરી. આર્થિક રીતે કોઈ ખાસ મુશ્કેલી રહેશે નહીં. નવીન રોકાણો માટેની યોજના બનાવી શકાય. વ્યવસાય-ઉદ્યોગમાં ઘણી સારી પ્રગતિકારક તકો મેળવી શકાય. સરકારી કામગીરીમાં થોડી ઘણી રૂકાવટ બાદ કાર્યો પાર પાડી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ મિશ્રિત પરિણામોવાળું જોવા મળે. રાજનીતિ સાથે જોડાયેલાં વ્યક્તિ કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા મેળવશે. માન-સન્માન પામશો. નાણાકીય રીતે થોડીઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. લેવડદેવડમાં ખૂબ ચોક્સાઈ જરૂરી. આ સપ્તાહ દરમિયાન કોઈ ધાર્મિક સંસ્થામાં જોડાવ એવા પણ ચાન્સિસ રહેશે. વ્યવસાય-નોકરીમાં તમારા કામ થકી પ્રશંસા મેળવી શકશો.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહે ગ્રહ-નક્ષત્રોની રીતે સારી એવી પોઝિટિવ કામગીરી તેમજ જીવનશૈલીમાં બદલાવ જોઈ શકશો. વ્યવસાયિક ક્ષેત્રે કાર્યપદ્ધતિમાં ફેરફાર જરૂરી રહેશે. આવકની દૃષ્ટિએ નહીં નફો નહીં નુકસાનવાળી પરિસ્થિતિ રહેશે. જોકે, વ્યવસાય-ઉદ્યોગ માટે નાણાકીય જોગવાઈ ઊભી કરવામાં સફળ થશો. નોકરિયાત વ્યક્તિઓને નાની બાબતો મોટું સ્વરૂપ ધારણ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવાનું સલાહભર્યું છે. આ સમયમાં કોર્ટ-કચેરીના કામકાજમાં થોડી ધીરજ રાખીને કામગીરી કરશો.
• સિંહ (મ,ટ): કાર્ય કરતી વખતે ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ થઈને કામગીરી કરશો તો સફળતા મેળવી શકશો. આર્થિક રીતે હવે સમય સારો રહેશે. બાકી નીકળતાં નાણા પરત મેળવશો. વ્યવસાય-નોકરીમાં તમારા સહકર્મચારીઓ સાથેના કામની રકઝકમાં પડવું નહીં, અન્યથા સંબંધોમાં દરાર આવી શકે છે. મકાનના રિપેરિંગના કામકાજમાં ખાસ કાળજી રાખવી, નહીંતર ઉલમાંથી ચૂલમાં પડવા જેવી સ્થિતિ પેદા થઈ શકે છે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ જીવનમાં દરેક બાબતોમાં અનુશાસન અને શિસ્તનું પાલન જરૂરી છે. જો આ બાબતો પર પૂરતું ધ્યાન નહીં આપો તો પરિસ્થિતિ ડામાડોળ બની જશે. વ્યવસાયિક રીતે નવી કામગીરી ચાલુ કરતા પહેલાં દરેક બાબતની પૂરેપૂરી જાણકારી મેળવી લેજો. જીવનસાથી સાથેના સંબંધોનો તાલમેલ જાળવવાની જવાબદારી તમારી ઉપર આવી જાય. સંતાનોની સમસ્યાનું સમાધાન શોધવામાં સફળતા સાંપડે.
• તુલા (ર,ત)ઃ સમયની કિંમતને ઓળખો. યોગ્ય સમયે યોગ્ય કામ ન કરવાથી તમારું જ નુકસાન થશે. આર્થિક રીતે સમય થોડો મધ્યમ રહેશે. વ્યવસાયને વધારવા માટે નવી યોજનાઓ બનાવવી અગત્યની રહેશે. નોકરિયાત વ્યક્તિોને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાન પર ફોકસ કરવું ફાયદાકારક રહેશે. મકાન-મિલકતના રિપેરિંગના કામકાજમાં સફળતા મળશે. કોર્ટ-કચેરીમાં પૂરતાં ડોક્યુમેન્ટ્સ રજૂ કરશો તો વિજય પ્રાપ્ત કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ નકારાત્મક વિચારને ખંખેરીને સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવું રહ્યું. થોડું આત્મચિંતન પણ જરૂરી રહેશે. વ્યવસાય-નોકરીમાં મહત્ત્વપૂર્ણ સંપર્ક પ્રાપ્ત કરી શકાય, જે તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારના સભ્યો સાથે આનંદ-ઉલ્લાસમાં સમય પસાર થાય. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી તકલીફ રહેશે, પરંતુ તે કામચલાઉ હશે. વિદેશમાં ભણવા જવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને પોતાનાં સપનાં પૂર્ણ થતા જણાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ પછી હવે થોડો સ્થિર સમય જોઈ શકશો. પરિણામે માનસિક અસ્વસ્થતા ઓછી થાય. તમારા કેટલાક મુખ્ય કાર્યોનો હવે સફળતાપૂર્વક ઉકેલ લાવી શકશો. આર્થિક સ્થિતિ ધીરે ધીરે મજબૂત બની જોવા મળે. જોકે, હજી થોડા ખર્ચાઓ ઉપર સંયમ રાખશો તો ફાવશો. નોકરી-વ્યવસાયમાં તમારા કાર્ય સાથે કોઈ છેડછાડ કરશો નહીં. કોર્ટ-કચેરીના કાર્યોમાંથી હવે રાહત મળે.
• મકર (ખ,જ)ઃ સ્વાસ્થ્યને કારણે હવે દિનચર્યામાં ફેરફાર થોડાક જરૂરી રહેશે. નિયમિત કસરત, યોગ્ય આહાર તેમજ આત્મમનન તેમજ ચિંતન થકી પરિસ્થિતિમાં સુધાર લાવી શકાય. વધુ પડતું કામનું ભારણ હવે છોડી દો. નાણાકીય રીતે કોઈ મુશ્કેલી અહીં દેખાતી નથી. પરિવાર સાથે વધુમાં વધુ સમય પસાર કરો. વ્યાપારમાં કોઈ નવી યોજના હમણાં શરૂ કરશો નહીં, જે કામગીરી પેન્ડિંગ છે તે પહેલાં પૂરી કરીને આગળનું વિચારજો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા મનની ઈચ્છાઓને બહાર લાવો. મનમાંને મનમાં મૂંઝાશો નહીં. નકારાત્મક વિચારસરણીને હવે બદલવી જરૂરી. નાણાકીય મામલે હવે તમારી મુશ્કેલીઓને દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી રહેશે. આગળનું વિચારીને ખર્ચા કરજો. વ્યાપાર-નોકરીના ક્ષેત્રે તમારી કામગીરીમાં વધુ ચોકસાઇ લાવજો. કોઈ પણ જાતના નિર્ણયો લેતાં પહેલાં એના પર પૂરતો અભ્યાસ કરી આગળ વધો. સામાજિક તેમજ રાજકીય ગતિવિધિ વધશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ નાણાકીય ચિંતાઓને કારણે કેટલાંક નિર્ણયો લેવા માટે મુશ્કેલી લાગે. મિલકત સંબંધિત વ્યવહારોને સાચવીને કરશો તો આ મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. નવી નોકરીની શોધખોળ હવે પૂરી થાય. કોઈ સારી ઓફર આવે. વ્યવસાયિક કામગીરી હવે પૂરજોશમાં આગળ વધી શકશે. પરિવાર અને વ્યવસાયિક મામલાને એકબીજાથી અલગ રાખશો તો શાંતિ જળવાઈ રહેશે.