વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ બીજાના કામમાં દખલગીરી કરવાથી તમારી જ આબરૂમાં દાગ લાગી શકે છે, જેથી કાળજી રાખવી. પરિવાર તેમજ સમાજમાં વર્ચસ્વ જળવી રાખવા માટે તનતોડ મહેનત કરવી પડશે. જૂની પ્રોપર્ટીના વેચાણને લગતા વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ સોદા થઈ શકે છે. નોકરીમાં તમે ધારેલી સફળતા હાંસલ કરવા માટેની તકો મેળવી શકો છો. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો લાવવા માટે તમારા તરફથી પહેલ કરી શકો છો. કોર્ટ-કચેરીના મામલાઓ હજી રાહ જોવી પડશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ તમારા માટે સફળ સાબિત થઈ શકે છે. તમારી સંપૂર્ણ મહેનત અને ઊર્જાને તમારા કાર્યોમાં લગાવો. કોઈ ધાર્મિક આયોજનમાં પણ ભાગ લઈ શકો છો. નાણાકીય રીતે પણ સારાં એવા ફાયદા મેળવી શકશો. ભૂતકાળમાં કરેલા મૂડીરોકાણ પરથી નફો મેળવી શકશો. વ્યવસાયિક કામગીરીમાં ઔર તેજી આવી શકશે. કારકિર્દી સંબંધિત લક્ષ્યાંક હાંસલ કરવા તમારે કાર્યપદ્ધતિમાં થોડાઘણાં ફેરફાર લાવવા જરૂરી રહેશે. કામના કારણે દોડધામ પણ વધશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારો વધુ પડતો અનુશાસિત સ્વભાવ તમારા જ પરિવાર માટે પરેશાની ઊભી કરી શકે છે. તમારા વાણી-વર્તનમાં થોડા પરિવર્તનની જરૂર રહેશે. આર્થિક પાસું મજબૂત બનાવી રાખવા માટેના તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં સરકારી કામકાજોને કારણે થોડી ઘણી અડચણ ઊભી થાય. સ્વાસ્થ્ય સંબંધી કોઈ જૂની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશો. બેરોજગાર વ્યક્તિઓ માટે હવે સારો સમય આવી રહ્યો છે.
• કર્ક (ડ,હ)ઃ તમારા પ્રયત્નોનું ફળ અપેક્ષા મુજબનું પ્રાપ્ત થતાં આનંદ અને ઉત્સાહ અનુભવશો. પારિવરિક પ્રસંગોમાં પણ સમય પસાર કરવો જરૂરી રહેશે. નાણાકીય બાબતોમાં નજીવા બદલાવ સાથે થોડી હાશ અનુભવશો. નોકરિયાત વર્ગને સમયમર્યાદામાં કામ પૂરું કરવાનું પ્રેશર અનુભવાય. વ્યવસાય ક્ષેત્રે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. જે કામ હાથ લેશો એને સફળતાપૂર્વક પાર પાડી શકશો. વિદ્યાર્થીઓને માટે સમય થોડો કપરો જણાય. પરીક્ષાનું ટેન્શન રહેશે.
• સિંહ (મ,ટ): આ સમય દરમિયાન વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચે બેલેન્સ બનાવી રાખવા માટે આપને ખૂબ મહેનત કરવી પડે. કોઈ પણ જાતની લાપરવાહી તમારા માટે નુકસાનદાયક પુરવાર થઈ શકે છે. ધંધાકીય બાબતોમાં જે તે નિર્ણય તમે જાતે જ લો તે જરૂરી છે. આર્થિક સહાયતા પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્યને લઈને પણ થોડી વધુ સજાગતા હવે તમારે રાખવી પડશે. વિઝાને લગતી સમસ્યાઓનું સમાધાન મેળવી શકશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ જીવન સંબંધિત ઉત્સાહ અને આનંદનો ફરીથી અનુભવ કરી શકશો. કાર્યક્ષેત્ર તેમજ વ્યક્તિગત જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયિક કાર્યોમાં પાર્ટનર સાથેના મતભેદ દૂર થાય. આર્થિક સ્થિતિ સુધરતી જોવા મળશે. અહીં મકાનના રિપેરીંગ-રિનોવેશન બાબતમાં કામગીરી આગળ ધપશે. વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈને થોડું ભારણ રહેશે. કોર્ટ-કચેરીમાં હજી નિર્ણય આવતાં વાર લાગશે.
• તુલા (ર,ત)ઃ તમારા વિરોધીઓની ગતિવિધીને નજરઅંદાજ ન કરવાની સલાહ રહેશે. ખાસ કરીને વ્યવસાયિક મામલામાં ખૂબ કાળજી રાખીને કામગીરી કરવા સલાહ છે. નોકરીમાં આ સપ્તાહ દરમિયાન કામગીરીનું ભારણ વધવું જોવા મળે. જોકે સામે તમારા કામની પ્રશંસા પણ હાંસલ કરી શકશો. નવા વાહનની ખરીદી શક્ય બને. નાની યાત્રા-પ્રવાસની ઇચ્છાઓ પૂર્ણ કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ સ્વાસ્થ્યને લઇને થોડીઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અલબત્ત, કોઈ ગંભીર સમસ્યા જણાતી નથી. સપ્તાહ દરમિયાન નાણાકીય લેવડદેવડમાં ખાસ ધ્યાન રાખશો. બને તો ઉધાર નાણાં લેવાનું ટાળજો. નોકરિયાત વ્યક્તિઓને કોઈ સારી જોબ ઓફર મળશે. વ્યવસાય ક્ષેત્રે આ સમય ઘણો સારો રહેશે. નવી ઓફરો તેમજ નાણાકીય સહાય પ્રાપ્ત કરી શકાય. પ્રવાસ-પર્યટનથી થોડી મનોસ્થિતિ હળવી બનાવી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ લાંબા સમયથી તમે જેની પ્રતીક્ષા કરતા હતા તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનો હવે ઉત્તમ સમય આવી ગયો છે. તમારી મહેનત અને કુશળતા બતાવવાનો પણ આ યોગ્ય સમય છે. આર્થિક રીતે રાહત રહેશે. પાછલા દેવાંને હવે તમે ચૂકતે કરી શકશો. વ્યવસાય-નોકરીમાં તમારી કાર્યપ્રણાલીમાં જરૂરી પરિવર્તન કરશો તો જ તમે સફળતા મેળવી શકશો. કામ સાથે ઘર-પરિવારમાં પણ પૂરતો સમય ફાળવવો જરૂરી.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન સમય-સંજોગ થોડાં જટિલ તેમજ મુશ્કેલ બનતાં જોવા મળશે. જો થોડી વધુ ધીરજથી કામગીરી કરશો તો મુશ્કેલ સમયને પણ આસાન બનાવી શકશો. નોકરીમાં હમણાં જ જોડાયા હો તો થોડું સમાધાનકારી વર્તન રાખીને કામગીરી કરશો. વ્યવસાયમાં નવી ભાગીદારી કરતાં પહેલાં દરેક પાસાં ચકાસીને આગળ વધજો. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ રહેશે. સંતાનો તરફથી ખુશીના સમાચાર પ્રાપ્ત થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ કોઈની પાસેથી વધુ પડતી આશા રાખવા કરતાં પોતાની જાતે જ મહેનત અને વિશ્વાસ રાખીને કામગીરી કરશો તો યોગ્ય સફળતા મેળવી શકશો. નાણાકીય સ્થિતિ હાલ પૂરતી ડામાડોળ જણાય. જોકે ખર્ચા પર નિયંત્રણ રાખીને પરિસ્થિતિને કાબુમાં રાખી શકશો. વ્યાપારમાં નવું કામ શરૂ કરવાની ઇચ્છાઓ હશે તો એને તરત અમલમાં મૂકીને આગળની કામગીરી શરૂ કરી શકો છો. મકાન-મિલકત સંબંધિત પ્રોપર્ટીના પ્રશ્નોનો હલ મળે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો જોવા મળે, જેનાં કારણે તમારો આત્મવિશ્વાસ પણ વધશે. અંગત સમસ્યાઓનો હલ મેળવી શકશો. વ્યાપાર-નોકરીમાં પણ તમારી યોજનાઓ સફળ થતી જોઈ શકશો. આર્થિક રીતે કોઈ ખાસ મુશ્કેલી જણાતી નથી. નવા રોકાણો માટે જરૂરી આર્થિક જોગવાઈ ઊભી કરવામાં સફળ થશો. નાના પ્રવાસની યોજનાથી મન પ્રફુલ્લિત થાય.