તા. 23 જુલાઇ 2022થી 29 જુલાઇ 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 22nd July 2022 09:02 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ આ સમય અકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ બનાવશે. નિર્ણયો લેવામાં ઉતાવળા થશો નહીં. વ્યાપાર-ધંધાના ક્ષેત્રમાં મહત્ત્વની તકો આવશે. સૂઝબૂઝ અને બુદ્ધિથી આગળ વધશો તો ભવિષ્યમાં અવશ્ય ફાયદો થશે. આ સમય દરમિયાન તમારા પૈસાનો યોગ્ય ઉપયોગ કરશો તો તે આગળ તમને સારો એવો ફાયદો કરાવી આપશે. નોકરિયાત વર્ગે વિરોધીઓથી સાવધ રહેવું. સ્વાસ્થ્ય સંબંધી થોડીઘણી મુશ્કેલીઓ રહેશે

• વૃષભ (બ,વ,ઉ)ઃ કારકિર્દીને અનુલક્ષીને સમય ખૂબ સારો છે. નવીન કાર્યો આરંભે જ ઘણા સારા પરિણામ અપાવે. ધંધા-ઉદ્યોગમાં રોકાણો માટે ઉત્તમ સમય છે. ભાગ્યની સુસંગતતામાં તમારો પ્રગતિકારક સમય સાબિત થાય. નોકરીના ક્ષેત્રમાં થોડીઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. વિવાહિત જીવનમાં થોડી સમસ્યાઓ હજી યથાવત્ રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે મહત્ત્વપૂર્ણ સમય.
• મિથુન (ક,છ,ઘ)ઃ મહત્ત્વના નિર્ણયો લેવા માટેનો ઉત્તમ સમય છે. આર્થિક સ્થિતિમાં અચાનક મહત્ત્વના ફેરફારો જોવા મળે, જે આપના માટે ફાયદાકારક હશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિ અપાવશે. આ સમયમાં સંતાનોના વિવાહિત જીવન સંબંધિત પ્રશ્નોનો હલ મળશે. કોર્ટ-કચેરીના અટવાયેલા કાર્યો પૂર્ણ થાય. કૌટુંબિક સંપત્તિનો ભાગ મળવાથી આર્થિક સ્થિતિ બદલાય. પ્રવાસ-પર્યટન શક્ય બને.
• કર્ક (ડ,હ)ઃ આ સમયમાં અકારણ માનસિક ઉશ્કેરાટ કે ઉગ્રતામાં વધારો જોવા મળે. સંયમીત વર્તન રાખશો તો પરિસ્થિતિને બગડતી અટકાવી શકશો. નાણાંકીય આયોજનને વ્યવસ્થિત નહીં રાખો તો આર્થિક ભીંસ સહન કરવાનો વારો આવી શકે છે. ખોટા ખર્ચાઓ ટાળશો. કૌટુંબિક જવાબદારીનું ભારણ વધતું જાય. સ્વાસ્થ્યસંબંધી સમસ્યા પર સારા એવા ખર્ચા કરવા પડશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.
• સિંહ (મ,ટ)ઃ માનસિક દૃઢતા અને સ્વસ્થતા વધશે. મહત્ત્વકાંક્ષાની પ્રાપ્તિ માટે જરૂરી સાનુકૂળતા જોવા મળશે. માન-મહત્ત્વ વધશે. તમારી યોજનાને સફળ થતી જોઈ શકશો. આર્થિક દૃષ્ટિએ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાય. આવકવૃદ્ધિના માર્ગ વધે. નોકરિયાત વર્ગને પ્રગતિ થવાના - પ્રમોશન મળવાના ચાન્સિસ વધે. જમીન-મકાનના સોદામાં ફાયદો થાય. નાના પ્રવાસનું આયોજન થાય. વિદ્યાર્થીઓને સારા સમાચાર મળે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં માનસિક સ્વસ્થતા જળવાશે. નવા કામકાજોમાં પ્રગતિ પ્રાપ્ત થાય. આર્થિક પરિસ્થિતિ તરફ વિશેષ ધ્યાન આપવું પડશે. મોટા ખર્ચ કે મૂડી રોકાણ ખૂબ જોઈજાળવીને કરજો. નોકરિયાત વર્ગને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. વ્યાપારમાં કોઈ મહત્ત્વના કરારો કરતાં પહેલાં ખૂબ અભ્યાસ કરી લેશો. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નનો હલ આવશે. સંતાનોની લગ્નવિષયક બાબતે મહત્ત્વના નિર્ણય લેવાય.
• તુલા (ર,ત)ઃ અંગત મૂંઝવણ કે સમસ્યાઓનો ધીમી ગતિએ ઉકેલ આવશે. કાલ્પનિક્તા અને વાસ્તવિક્તામાં આસમાન-જમીનનો ફરક જોવા મળે જેથી વિચારોને ખૂબ કાબૂમાં રાખી નિર્ણય લેશો. નાણાંકીય પ્રશ્નોનો હલ આવતાં થોડી રાહત રહેશે. મકાનના રિપેરિંગના કાર્યોમાં કે લે-વેચના કાર્યો પાર પડે. નોકરીના ક્ષેત્રમાં કોઈક મહત્ત્વના નિર્ણયો લેવા પડશે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓને મનપસંદ જગ્યાએ એડમિશન મળવાની શક્યતા છે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં આવેશ, ઉગ્રતા કે ક્રોધને કાબૂમાં રાખજો. ખોટા વિવાદોથી દૂર નહીં રહો તો ભારે નુકસાની વેઠવી પડે. કામકાજની ખોટી ચિંતાઓથી દૂર રહેશો. વધુ પડતાં ખર્ચના કારણે અથવા તો અગત્યના મૂડીરોકાણના કારણે થોડી નાણાંકીય ખેંચનો અનુભવ થાય, પરંતુ લાંબા ગાળે આપને ફાયદો કરાવશે. નોકરીના ક્ષેત્રમાં પરિસ્થિતિ અને સંજોગો સુધરતા તમારો પુરુષાર્થ ફળશે. સંતાનોના અભ્યાસની ચિંતાઓ માનસિક અસ્વસ્થતા આપશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય પારિવારિક બાબતો અને સંબંધીઓ સાથે સમય વિતાવવા માટે આદર્શ છે. કૌટુંબિક તેમજ વ્યક્તિગત બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. ધંધા-વ્યવસાયની દૃષ્ટિએ કોઈ ખાસ મહત્ત્વના સોદાઓ પણ પાર પાડી શકશો. આર્થિક મુશ્કેલીને દૂર હટાવી શકશો. સંતાનોના લાંબા સમયથી અટવાયેલા કાર્યો પૂર્ણ થઈ શકશે. વિદ્યાર્થીઓ માટે ખૂબ મહેનત અને એકાગ્રતા ટકાવી રાખવાનું સલાહભર્યું છે. સ્વાસ્થ્યસંબંધિત ખાસ ચિંતા રહેશે નહીં.
• મકર (ખ,જ)ઃ આ સમય થોડોક વધુ કાર્યભાર અને ચિંતાવાળો રહેશે. જોકે, આપ દરેક કાર્ય કુશળતાપૂર્વક પાર પાડી શકશો. વડીલોપાર્જિત મિલકતના પ્રશ્નો આ સમય દરમિયાન ઉકેલાશે. આર્થિક દૃષ્ટિએ આવક અને જાવકનું સંતુલન બનાવી રાખશો. મિત્રો-વડીલોના કાર્યોમાં સહયોગરૂપ થશો. વિદ્યાર્થીઓ માટે આ સમયમાં નવીન તકો ઉત્પન્ન થતી જોવા મળશે. પ્રવાસના આયોજન સફળ થાય. કારકિર્દીના મામલે માર્ગદર્શન મેળવી શકશો.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમયમાં વિચારસરણીને ચેન્જ નહીં કરો તો નુકસાની ભોગવવાનો વારો આવશે. રૂઢીવાદી વિચારો છોડવા જરૂરી. વ્યવહારિક બનશો તો સફળતા મેળવી શકશો. આર્થિક રીતે સમય સારો છે, પરંતુ તમારી સૂઝબૂઝ દ્વારા એને તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો તો અચૂક સફળતા મેળવશો. કોઈના પર અતિ વિશ્વાસુ બનીને કાર્ય ન કરવાની સલાહ છે. વિદ્યાર્થીઓને પોતાની મહેનત અને અથાગ પરિશ્રમના પરિણામસ્વરૂપ સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરીને પોતાની ઈચ્છિત જગ્યામાં એડમિશન મળવાના ચાન્સિસ છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં ભાવનાઓમાં વહી જઈને કોઈ નિર્ણય ન લેવા સલાહ છે. જો એમ કરશો તો માઠાં પરિણામ ભોગવવા પડશે. તમારી જીવનશૈલી પણ બદલવાની જરૂર છે. તો જ તમારી આજુબાજુની પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ આગળ કાર્ય કરી શકશો. નોકરી-ધંધાના ક્ષેત્રમાં હરીફાઈમાં ટકી રહેવા ખૂબ મહેનત કરવી પડશે. અભ્યાસ અર્થે બહાર જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ખુશીના સમાચાર મળશે. માતા-પિતાની સ્વાસ્થ્ય સંબંધી બાબતો ખાસ કાળજી માંગી લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter