વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ તમારા માર્ગ આડેના વિઘ્નો દૂર થાય. સફળતાપૂર્વક તમારા કાર્યોમાં આગળ વધી શકશો. આ સમયમાં આપના ખર્ચ તેમજ બાહ્ય મોજશોખ ઉપર થોડો કાબૂ રાખવો અનિવાર્ય રહેશે. નોકરિયાત વર્ગને નવી ઓફર અથવા બદલીની ઉજળી શક્યતા છે. ધંધાકીય ક્ષેત્રમાં હજી સ્થિતિ યથાવત્ રહે, ખોટી ઉતાવળની જરૂરત નથી. સંતાનપ્રાપ્તિ માટેના યોગ બળવાન બનશે. કોર્ટ–કચેરીના કાર્યોમાં સફળતા મળશે. લગ્નજીવનમાં સુખાકારી સારી રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ ધાર્મિક કાર્યો પરત્વેની તમારી આંતરિક ઈચ્છા આ સમય દરમિયાન પૂર્ણ થઈ શકશે. કૌટુંબિક વ્યક્તિઓની હૂંફ સારી એવી મેળવી શકશો. તમારી સખત મહેનતનું પરિણામ હવે જોવા મળશે. નાણાકીય દૃષ્ટિએ લાભદાયક સમય રહેશે. રાજકીય ક્ષેત્રમાં યશ–કિર્તી પ્રાપ્ત કરી શકાય. નોકરિયાત વર્ગ માટે ઉપરી અધિકારી મદદરૂપ સાબિત થાય. ધંધા-ઉદ્યોગોમાં નવીન ભાગીદારી દ્વારા લાભ રહેશે. સંતાન અંગેની ચિંતાઓ દૂર થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય નાણાકીય રીતે સારો એવો લાભદાયી પુરવાર થાય. લોટરી-શેરબજારમાં આકસ્મિક લાભ મળી રહેશે. વ્યાપાર–ધંધામાં પણ તેજી જોઈ શકાય. નવા રોકાણો થાય. કૌટુંબિક–સામાજિક કાર્યોમાં તમારે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે, જેનાં થકી પણ લાભ મેળવી શકશો. સંતાનોના વિદ્યાભ્યાસની ચિંતા દૂર થાય. વિદ્યાર્થી વર્ગ માટે ઉત્તમ સમય રહેશે. પ્રવાસ–પર્યટન શક્ય બનશે. કોર્ટ–કચેરીના કાર્યોમાં વિલંબિત થાય.
• કર્ક (ડ,હ)ઃ આ સમયમાં ગ્રહયોગ તમને થોડા નિર્બળ બનાવશે. આપની સમસ્યાઓમાં વધારો થાય. નાણાકીય પ્રશ્નો હજી ગૂંચવાયેલા રહેશે. ઉતાવળા નિર્ણય ન લેશો. બીજાની વાતોમાં ભોળવાઈ જવાથી વધુ નુકસાની સહન કરવી પડે, જેની ખાસ કાળજી રાખવી. મિલકતની લે-વેચના પ્રશ્નોમાં પણ ખોટા નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખશો. પ્રવાસ–ધર્મકાર્ય, સંતસમાગમ થોડી માનસિક રાહતનો અનુભવ કરાવશે.
• સિંહ (મ,ટ): આપનો આ સમય પ્રગતિમય પુરવાર થાય. અધૂરાં કાર્યો પૂરાં કરીને સફળતાનો આનંદ માણી શકશો. નવીન અગત્યની કાર્યવાહીમાં પણ આપના નિર્ણયની પ્રશંસા થાય. વ્યવસાયિક–ઔદ્યોગિક કાર્યોમાં મોટાં રોકાણ કરી શકાય, જેના દ્વારા ભવિષ્યમાં ફાયદો રહેશે. આર્થિક સદ્ધરતામાં વધારો થાય. વ્યાપારમાં નવી પ્રોપર્ટીની ખરીદી શક્ય બનશે. વિવાહ ઈચ્છુકને સપનાં સાકાર થતાં જોવા મળે. કામકાજ અર્થે વારંવાર પ્રવાસ શક્ય બનશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન અતિશય કામનું ભારણ તથા કૌટુંબિક જવાબદારીના કારણે થોડી અસ્વસ્થતા જોવા મળે. જોકે આપની સૂઝબૂઝ દ્વારા જો બંને મોરચે બેલેન્સ જાળવી શકશો તો સારા પરિણામ અચૂક પ્રાપ્ત થશે. નાણાભીડમાંથી બહાર આવી શકશો. નોકરીના ક્ષેત્રમાં આપની બઢતીના યોગ છે. સ્થાનફેર થવાની શક્યતાઓ છે. સંતાનોની લગ્નવિષયક બાબતોમાં સફળતાના અણસાર મળશે.
• તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન અંગત આરોગ્યને કારણે ઘણા કામકાજો હાથ ધરી શકાય નહીં. જોકે, આ કોઈ મોટી સમસ્યા કે ચિંતાની વાત નથી. આવકની દૃષ્ટિએ થોડી વધુ કાળજી રાખવાનું અહીં સૂચન રહેશે. વ્યવસાયના કાર્યોમાં પણ થોડો વિલંબ જણાય. કોર્ટ–કચેરીના કાર્યોમાં આપનો વિજય થાય. સંપત્તિની બાબતોમાં પણ પ્રશ્નો હલ થતાં જોવા મળે. વિદ્યાર્થીઓ માટે થોડો કપરો સમય રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આપનો આ સમય ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરીને સફળતા અને પ્રગતિમાં વધારો કરાવે. ભાગીદારીના કાર્યોમાં આગેકૂચ થશે. નોકરીના ક્ષેત્રમાં આપના કાર્ય થકી સારી એવી સફળતા મેળવી શકાશે. ઉદ્યોગજગતમાં મોટા રોકાણો શક્ય બને. આપના મિત્રો-સ્નેહી થકી પણ લાભ પ્રાપ્ત કરી શકશો. વિદેશપ્રવાસના યોગ છે. નવી સંપત્તિની ખરીદી માટે સમય સારો છે. ભાગ્યના દ્વાર ખૂલતાં જોવા મળે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમય દરમિયાન કારકિર્દીને અનુલક્ષીને ઘણાં સારા નિર્ણયો લઈ શકશો. કોઈ ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત આપનો ભાગ્યોદય કરાવે. આધ્યાત્મિક ગુરુ અથવા તો કોઈક વડીલના માર્ગદર્શન હેઠળ આપનો વિકાસ થાય. આર્થિક દૃષ્ટિએ આ સમય આપના માટે મધ્યમ રહેશે. ખર્ચાઓ પર થોડો કાબૂ રાખશો તો ફાવશો. જીવનસાથી સાથેના સંબધોમાં સુધારો જોવા મળે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં નવીન તકો ઉપલબ્ધ થાય. કોર્ટ–કચેરીના કાર્યોમાં હજી થોડી રાહ જોવી પડશે.
• મકર (ખ,જ)ઃ તમારું અવિચારી વર્તન તમારા માટે સમસ્યાનું સર્જન કરી શકે છે, જેથી કરીને થોડું સમજીવિચારીને આગળ વધશો તો નુકસાનીમાંથી બચી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં મહત્ત્વના નિર્ણયો લેવા તેમજ નવીન ટેકનોલોજીનો ઉપયોગ લાંબા ગાળે ફાયદો કરાવશે. આર્થિક રીતે અહીં થોડી રાહત વર્તાશે. લાંબા સમયથી જે મકાન-જમીનની ખરીદીની રાહ જોતાં હતાં તે હવે શક્ય બને. વિદ્યાર્થીઓ માટે સારાં પરિણામ આવી શકે છે. પ્રવાસ–પર્યટનના યોગ છે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયે ઉતાવળા નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચારજો, નહીં તો કોઈ મોટી નુકસાનીના ભોગ બનવું પડશે. આર્થિક નુકસાની પણ વેઠવી પડે. વ્યવસાયિક કામગીરીમાં વિલંબ થતો જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં થોડી રાહત રહેશે. આપના કાર્યોની પ્રશંસા થાય. કોઈક અણધાર્યા સમાચાર કુટુંબમાં ખુશીની લહેર લાવશે. સંતાનોની અભ્યાસ વિષયક બાબતે થોડી રાહત વર્તાશે. કોર્ટ–કચેરીના કાર્યોમાં વિજય પ્રાપ્ત કરી શકશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય આપના માટે ઉત્તમ સાબિત થશે. મહત્ત્વની કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરી શકશો, જેનાં દ્વારા સમાજમાં આપનું માનમોભો વધશે. નોકરી- વ્યવસાયના ક્ષેત્રમાં સારી એવી તકો પ્રાપ્ત થશે. નવીન રોકાણો થકી સફળતા રહેશે. અભ્યાસની દૃષ્ટિએ જોઇએ તો, વિદ્યાર્થીવર્ગને ખુશીના સમાચાર પ્રાપ્ત થાય. પ્રવાસ–પર્યટનથી લાભ મેળવી શકાશે. અહીં આરોગ્ય બાબતે થોડી વધુ કાળજી જરૂરી છે.