તા. 23 નવેમ્બર 2024થી 29 નવેમ્બર 2024 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 22nd November 2024 06:58 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમય સામાજિક તથા કૌટુંબિક ક્ષેત્રે શાંતિ અનુભવશો. અટવાયેલા કાર્યો આગળ વધે સાથે જ લાભદાયી સ્થિતિ જોવા મળે. આપ જો પરદેશગમનના પ્રયાસ કરતા હશો તો તેમાં સફળતા મળતી જણાય. પારિવારિક બાબતોમાં અનુકૂળતા જળવાઈ રહે અને આરોગ્ય સામાન્ય રહે. જમીન-મકાનના પ્રશ્નોનો ઉકેલ મળે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહે જેટલું નીતિનિયમનું પાલન કરશો તેટલી વધારે સફળતા મળશે. જોકે સતત કાર્યશીલ રહેવું પડશે. વિલંબ બાદ સફળતા જોવા મળે સાથે જ અવનવી તકો મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થાય. નવીન રોકાણ કરવાથી લાભ જણાય. આ સમયમાં ભાગીદારીમાં વ્યવસાય હોય તો સંયમ રાખવો હિતાવહ રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ. ધારેલી સફળતા પ્રાપ્ત થતી જણાય. સંપત્તિ અંગેના આયોજનમાં ધીરજપૂર્વક આગળ વધી શકાય. આર્થિક આયોજનમાં ધીમી ગતિએ સફળતા મળે. યાત્રા-પ્રવાસના યોગો બળવાન રહેશે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક શાંતિ એકંદરે જળવાશે. કોર્ટ–કચેરીના કામકાજોનો ઉકેલ જણાય. સાથે જ નવા રોકાણથી લાભ થશે. આપના આરોગ્યના પ્રશ્નોનો હલ આવશે. આ સમય દરમિયાન દેવું હોય તો ચૂક્તે કરી શકશો. પ્રેમસંબંધોમાં સાવધાની રાખવી જરૂરી. અભ્યાસ માટે સમય સાથ આપતો જણાય.
• સિંહ (મ,ટ): સપ્તાહ દરમિયાન ખોટા ખર્ચાઓથી સાવધાન રહેવું અને ગુસ્સા પર કાબૂ રાખવો. ખોટા વાદ-વિવાદ ન કરવા અને આપના ધારેલા કાર્યો વિલંબ બાદ સફળ થતાં જણાય. આ સપ્તાહ દરમિયાન આકસ્મિક ધનલાભ થતો જણાય. સાહસથી જ સિદ્ધિ મળશે તે યાદ રાખજો. નોકરી-ધંધામાં અટકેલા પ્રશ્નોનો હલ આવશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહે નવીન કાર્યો શરૂ થશે તેમજ ગૃહપ્રવેશના યોગ બને. આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે, પરંતુ ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો. દાંપત્યજીવનમાં વાદ-વિવાદથી દૂર રહેજો. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળશે. સંતાનો પ્રત્યે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી.
• તુલા (ર,ત)ઃ મનના મનોરથો સફળ થતા જણાય. જોકે ખોટા સાહસો ન કરવા તથા ખૂબ જ વિચારપૂર્વક નવું રોકાણ કરવું. આર્થિક-સામાજિક બાબતે નુકસાન ન થાય તેની ખાસ કાળજી લેવી. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ. યાત્રા-પ્રવાસમાં આરોગ્યની ખાસ કાળજી લેવી.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન વાદ-વિવાદથી દૂર રહેવું. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળે. અતિવિશ્વાસથી કાર્યો ન કરવા. મૂડીરોકાણ થઈ શકે છે. માંગલિક કાર્યો થાય. દાંપત્યજીવન સુખમય રહે. અવિવાહિતો માટે ઉત્તમ સમય. પરદેશથી શુભ સમાચાર મળવાની સંભાવના છે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહે આર્થિક લાભ ઘણો રહેશે. કોર્ટ-કચેરીના કામોમાં સફળતા મળશે. કુટુંબમાં જતું કરવાની ભાવના રાખવી. જીવનસાથી વચ્ચે ગેરસમજ ઊભી થઈ શકે છે. શેરસટ્ટાથી દૂર રહેજો. નોકરી-ધંધામાં યોગ્ય ફાયદો થતો જણાશે.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં કોઈ ખોટી લાલચમાં ન આવતા. નવા રોકાણમાં પણ સાચવી આગળ વધજો. સામાજિક માન-સન્માન મળશે. નોકરી-ધંધામાં અવનવી તકો સાંપડશે. આરોગ્ય માટે સાવધાની રાખવાની જરૂર છે. યાત્રા-પ્રવાસમાં કાળજી જરૂરી.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ જીવનસાથી સાથે મતભેદ ઊભા ન થાય તે માટે જાગૃત બનવું. જટિલ પ્રશ્નોનો વડીલ વર્ગ સાથે બેસીને સુખદ ઉકેલ લાવવાના પ્રયત્નો કરો. નાણાકીય વ્યવહારો માટે નબળો સમય રહેશે. આવક કરતાં જાવક વધારે રહેશે. કૌટુંબિક વિવાદમાં જતું કરવાની ભાવના રાખશો તો મુશ્કેલી ટાળી શકશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન ખોટી આદતોથી દૂર રહેવું જરૂરી. કોઈના પર વિશ્વાસ મૂકવો નહીં. ખોટા ખર્ચા ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવું. આર્થિક સંકડામણો દૂર થશે. આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા આયોજન કરી શકશો. દાંપત્યજીવનના મતભેદ દૂર થશે. આરોગ્યની કાળજી લેવી જરૂરી છે. લોન-કરજ કરીને મૂડીરોકાણ ન કરવું સલાહભર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter